________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ પપ૧
ગણધર નામ-કર્મની નિકાચના વખતનો ભાવ કારણભૂત હોય-એ જે હોય તેમાં ભાવ કારણભૂત હોય તો ભાવ કયો લેવાનો કે શું લોવાનો?
મહાપુરુષો જણાવે છે કે જગતના તમામ જીવોને પ્રભુશાસનમય બનાવી દઉં કે જગતના તમામ જીવોને દુઃખથી મુક્ત કરું, સુખી કરું–આવા પ્રકારની ભાવના તથા વીશસ્થાનકમાંથી એક કે વધારે સ્થાનકની આરાધનાથી જીવ તીર્થંકર નામ-કર્મની નિકાચના કરે છે.
ગણધર કોણ બને? :- મારા કુટુંબીજનો, મારા પરિચયમાં આવનાર બધાને હું પ્રભુશાસનમય બનાવી દઉં, દુઃખમુક્ત કરું કે સુખી કરું તે ભાવના બળે જીવ ગણધર નામકર્મ બાંધે છે. આ જ ભાવ તે ઉત્તમ જીવોને એવો સુંદર ક્ષયોપશમ બક્ષે છે કે માત્ર ત્રિપદીના આ પુન્યાત્માઓ દ્વાદશાંગીની રચના કરે છે તે પણ માત્ર બે ઘડીમાં એટલે કે માત્ર ૪૮ મિનિટ જેટલા સમયમાં દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશાંગી એટલે બાર અંગ : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ (સૂયગડાંગ), (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી સૂત્ર (વિવાહ પત્તિ), (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસક દશાંગ, (૮) અંતકૃત દશાંગ (અંતગડ દશાંગ), (૯) અનુત્તરોપપાતિક દશાંગ, (૧૦) પ્રશ્ન વ્યાકરણ (પહાવાગરણ), (૧૧) વિપાક સૂત્ર, (૧૨) દષ્ટિવાદ. દષ્ટિવાદમાં ૧૪ પૂર્વોનો પણ સમાવેશ થાય છે. ૧૪ પૂર્વ માટે વાત આવે છે કે ૧ ઐરાવત હાથી બરાબર વજનની શાહી લઈને લખાણ લખાય ત્યારે ૧ પૂર્વ થાય. ૨ હાથી બરાબર વજનની શાહી લઈને લખાણ લખાય ત્યારે બીજું પૂર્વ થાય. ૪ હાથી બરાબર ત્રીજું આઠ હાથી બરાબર ચોથું પૂર્વ, ૧૬ હાથી બરાબર પાંચમું પૂર્વ ૩૨ હાથી બરાબર છઠ્ઠ પૂર્વ, ૬૪ હાથી બરાબર સાતમું પૂર્વ ૧૨૮ હાથી બરાબર આઠમું પૂર્વ, ૨૪૮ હાથી બરાબર નવમું પૂર્વ ૫૧૨ હાથી બરાબર દશમું પૂર્વ ૧૦૨૪ હાથી બરાબર અગિયારમું પૂર્વ, ૨૦૪૮ હાથી બરાબર બારમું પૂર્વ, ૪૦૯૬ હાથી બરાબર તેરમું પૂર્વ, ૮૧૯૨ હાથી બરાબર ચૌદમું પર્વ.. અર્થાત ૧૬૩૮૩ ઐરાવત હાથી એક પલ્લામાં અને બીજા પલ્લામાં તેટલી શાહી. તો તે શાહીમાંથી કેટલું લખાણ થાય? એ પ્રમાણ મુજબનું લખાણ એટલે ૧૪ પૂ. આવા અધધધ કરી દે તેટલા જ્ઞાનને ૪૮ મિનિટ કરતાં કાંઈક ન્યૂન સમયમાં આપનારા જ્ઞાનદાતા તો બધા ગણધરો હોય, પરંતુ જે દક્ષા પોતાની પાસે લેવા આવે તે બધાને ક્ષાયિક જ્ઞાન બોધિદાતા તો એક ૧૪૪રમા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ સિવાય કોઈ જોવા મળતું નથી. સાથે એ વાત પણ મહત્ત્વની છે કે વર્ષો સુધી પોતે અસર્વજ્ઞ જ રહે છે અને શિષ્યો સર્વજ્ઞ જ બને છે.
બહુલતાએ તીર્થંકર પરમાત્મા સાથે વિચરનારા એવા ગૌતમસ્વામીજીને ૫૦ હજાર શિષ્યો થયા કઈ રીતે? આવો તર્ક કોઈ ઉઠાવે તો વાજબી છે. આ કાળની આ સદીની જૈનશાસનની ઝળહળતી જ્યોત જેવા અને જેને દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનું બિરૂદ મળેલું છે એવા તેમ જ જેમને દિર્ધદષ્ટિ–કૉમ્યુટર માઈન્ડ–નૈતિક હિમ્મતના બળે આપણને ૪૫ આગમનો મુદ્રિત વારસો પ્રાપ્ત થયો છે તથા જે મુદ્રિત વારસાના આધારે જ વર્તમાનકાલીન વિદ્વાનો આગમ સંશોધન કરી શકે છે એવા આગમોદ્ધારક આઇ દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. (સાગરજી મહારાજ) આ તકનો જાણે જવાબ વાળતા હોય તેમ જણાવે છે કે મંદિર મુનિ જ્યારે પતિત થયા, વેશ્યાને ઘેર રહ્યા, ત્યારે નિયમ કરેલો કે રોજ ૧૦ જીવોને પ્રતિબોધીને સંયમમાર્ગે વાળું પછી જ ભોજન કરવું. આ મંદિષેણ મુનિથી પ્રતિબોધ પામીને દીક્ષા અંગીકાર કરવા જનાર ગણધર શ્રી ગૌતમસ્વામીના