________________
પપ૬ ]
[ મહામણિ ચિંતામણિ
ઋષિમંડલ સ્તોત્રનું પ્રદાન વર્તમાન કાલે શ્વેતાંબર આમ્નાયમાં ૧૪રમા ગણધર ગૌતમના પ્રદાનમાં (૧) જગચિંતામણિ, (૨) ઋષિમંડલ અગ્રસ્થાને છે. મંદિરમાર્ગી આમ્નાયમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની દૈનિક આવશ્યક ક્રિયામાં જગચિંતામણિ પ્રતિદિન આવે છે. સવારના પ્રતિક્રમણમાં આવે છે. પચ્ચકખાણ પારવામાં સાધુ-સાધ્વી-પોષધવાળા શ્રાવક-શ્રાવિકા તેમ જ વિધિ સહ અનુષ્ઠાન કરનાર શ્રાવક-શ્રાવિકાને જગચિંતામણિ ચૈત્યવંદન કરવાનું હોય છે. પ્રથમ ગોચરી કર્યા બાદ જગચિંતામણિ ચૈત્યવંદન કરવાનું હોય છે. પૌષધમાં આયંબિલ કે એકાસણું કરનાર શ્રાવક-શ્રાવિકાઓ આયંબિલ કે એકાસણું કરી લે ત્યાર બાદ જગચિંતામણિ ચૈત્યવંદન કરે છે. શ્રી જિનેશ્વર પરમાત્માનું સ્નાત્ર ભણાવાય ત્યારની વિધિમાં જગચિંતામણિ ચૈત્યવંદન કરવામાં આવે છે.
| ઋષિમંડલ સ્તોત્ર શ્રી ઉપધાન તપ વહન કરનાર શ્રાવક-શ્રાવિકાને નિત્ય સંભળાવવામાં આવે છે.
કેટલાક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા પ્રતિદિન તે ઋષિમંડલ સ્તોત્ર ભણે છે.
વિવિધ મુશ્કેલીના સમયે કેટલાક આ મંત્રગર્ભિત ઋષિમંડલ ગણે છે અથવા ઋષિમંડલના મૂલમંત્રની માળા ગણે છે. વિવિધ પ્રશ્નકર્તા ગૌતમ ગણધરનો અનેક વખત કરાયેલો એક મહત્ત્વનો પ્રશ્ન
શ્વેતાંબર આમ્નાય માન્ય અનેક આગમોમાં વિશેષ કરીને શ્રી ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) ગ્રંથમાં જુદી-જુદી બાબતોના અનેક પ્રશ્નોની વાત આવે છે તેમાં ધ્યાન ખેંચે તેવી વસ્તુ એક છે. હે ભગવંત! જમાલિ કાલ કરીને જ્યાં ઉત્પન્ન થયેલ છે? હે ભગવંત ! ધન્ય અણગાર કાલ કરીને કયાં ઉત્પન્ન થયેલ છે? હે ભગવંત, ગોશાલક કોલ કરીને કયાં ઉત્પન્ન થયેલ છે? મતલબ જુદા-જુદા જીવોના કોલ કર્યો પછી શું થયું તે અંગેના પ્રશ્નો. બહુલતાએ આ પ્રશ્નોમાં એક વાત ઘણી સૂચક આવે છે કે આ પ્રશ્નો પ્રાયઃ જે તે જીવોના કેવલજ્ઞાન-મોક્ષ સુધી પહોંચે છે. જાણે કે પ્રશ્નકતમાં રહેલી કરુણાનાં દર્શન થાય છે. જે કરુણાની સાક્ષાત્તા મૃગાપુત્ર જોવા જવાની ઉપાસક દશાંગ સૂત્રમાં સ્પષ્ટ થાય છે. જીવો આવા અને આટલા દુઃખી કેમ હોય તે પ્રશ્નમાં ટપકતી કરુણા આપણને સ્પર્શી જાય છે. સામાન્યતયા જીવો કુત્સિત જોવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કરે, તેને બદલે આંખ-નાક-કાન-મોઢા વગરના મનુષ્યપિંડને જોવાનો વિચાર નહીં પણ અમલ ગૌતમ ગણધરના હૃદયમાં વહેતી કરુણતાને સાક્ષાત્ કરાવે છે. આવા દુઃખને જીવ કેમ પામે તે પ્રશ્ન દ્વારા ત્રિભુવનપતિનો ઉત્તર જાહેરમાં બોલાવીને બીજા જીવો તે વાત સાંભળી-સમજી તેવાં દુઃખો ન પામે તે ભાવદયાની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
ગૌતમ ગણધરનાં વિશેષણો શ્રી ભગવતી સૂત્ર તથા ઔત્પાતિક (ઓવાઈય) સૂત્રમાં જણાવે છે કે ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ અણગાર છે. તે કેવા છે તેનું વર્ણન મૂળ ભાષામાં જણાવીએ. સજીગ્નેહ, સમચરિસસઠાણ સંઠિએ વઈરરિસહણારાય સંઘયણે કણગ-પુલગ-ણિઘસ-પહ-ગોરે ઉગ્ગત દિત્તતવે તત્તતવે મહાત ઘોરતને ઓરાલે ઘોરે ઘોરગુણે ઘોરતવસ્સી ઘોરબંભચરવાસી ઉછૂઢસરીરે સંખિત્ત