________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ પપપ
તો જાવજીવ માસક્ષમણને પારણે માસક્ષમણ ત્રીજા ભવમાં કરેલ. આવા ભગવંત મહાવીર મહારાજા જેવા ઘોર તપસ્વીનું નામ કે આરાધના તેમના જ શાસનમાં પણ વીશ સ્થાનકમાં નથી.
જ્યારે ૧૪૪૨માં ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની આરાધના વિશિષ્ટ નામ સહ થાય છે. આ પદની આરાધનામાં કાઉસ્સગ્ન-ખમાસમણ વગેરે માટે ૧૧ તથા ૨૮ બે અંકની વાત આવે છે. ૧૧નો અંક ભગવંત મહાવીરના ૧૧ ગણધર હતા તે હિસાબે હોય તો ગોયમપદની આરાધના એટલે ગણધરપદની આરાધના. ૨૮નો અંક લબ્ધિને હિસાબે હોય તેમ લાગે છે. ગૌતમસ્વામી લબ્ધિવંત હતા. લબ્ધિ ૨૮ પ્રસિદ્ધ છે. અને “ગૌતમસ્વામીની લબ્ધિ હોજો’ એમ કહેવાય છે, તો પ્રશ્ન થાય છે કે ગૌતમસ્વામીની લબ્ધિ હોજો એટલે કઈ? શું અફખીણ મહાનસી લબ્ધિ મતલબ અક્ષીણ મહાનસી લબ્ધિ એ હેતુ છે? સૂક્ષ્મ વિચારણા કરતાં એમ લાગે છે કે આ વાત બરાબર ન હોઈ શકે. એક જ પાત્રમાં લાવેલ ખીરથી પંદરસો આત્માને કપાળે તિલક કરવું હોય તો પણ ન થઈ શકે તેને બદલે તે પાત્રમાં અંગૂઠો બોળી રાખીને ૧૫૦૩ તપસ્વીઓને જેટલી જરૂર હોય તેટલી ખીર આપી છેવટે પોતે પણ તે પાત્રમાંની ખીર દ્વારા ઉદરપૂર્તિ કરી અથત અન્નભંડાર અખૂટ રહે તેવી લબ્ધિની માગણી કરવી તે વાત ઉચિત હોત તો જય વીયરાયમાં તેવી માગણી-પ્રાર્થના યાચના ગોઠવાયેલી હોત. આવી જ કોઈક માન્યતામાં અટવાયેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરેના કેટલાક લોકોમાં એવો રિવાજ છે કે જ્યારે-જ્યારે લગ્નાદિ પ્રસંગે જમણવાર કરવામાં આવે છે ત્યારે રસોડામાં ગૌતમસ્વામીની પ્રતિકૃતિ રાખવામાં આવે છે તેમાં પણ ક્યાંક-ક્યાંક તો વિવેક ચૂકી જતાં એવી રીતે રાખવામાં આવે છે કે રસોડાનો ધુમાડો તે પ્રતિકૃતિ ઉપર ફેલાતો રહે. વ્યવહારમાં સામાન્ય બદ્ધિવાળા માનવીને પણ એટલી સમજણ મહદ અંશે હોય છે કે જેમના દ્વારા પોતાનું કામ કરવાનું હોય તેમના પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. પ્રસંગે કોઈ સમાજમાં અગ્રેસર ગણેલાને બોલાવે તો તેમને ઉચિત સ્થાને બેસાડવા જોઇએ. તેમાં વિવેક રાખવાનું ચૂકે તો તે અગ્રેસરનું અપમાન ગણાય.
બીજી વાત એ પણ વિચારવાની મહત્વની છે કે શું ‘ગૌતમસ્વામીની લબ્ધિ હોજો'માં આપણે આવી લબ્ધિ માનવાની? આવી લબ્ધિ માગવાની? આ તો તુચ્છ બાબત છે. દેવના ભવમાં અત્રાદિ ખોરાક ભવ પૂરો થાય ત્યાં સુધી એક વાર લેવાનો નથી, તો ત્યાં ગયા પછી ગૌતમસ્વામી તથા તેમની લબ્ધિ નકામાં ગણાય ને? ખાવાનો પ્રશ્ન ન હોય પછી અન્નભંડાર ભરપૂર રહે કે ન રહે તેની કશી ચિંતા રહેવાની ખરી?
જે જૈન ફિરકામાં કાર્તિક સુદ ૧ના (નૂતન વર્ષ) દિવસે ગૌતમસ્વામીનો રાસ વંચાય છે તેમાં એક વાત આવે છે જિહાં જિહાં દીજે દિખ, તિહાં તિહાં કેવલ ઊપજે એ.’ આપણે આ લબ્ધિની ઇચ્છા રાખવાની છે–(૧) એવા ગૌતમસ્વામી જેવા લબ્ધિવંત ગુરુ મળે કે જેમની પાસે દીક્ષા લઈને હું તુરત જન્મ-મરણથી મુક્ત બનું, કૈવલ્ય પ્રાપ્ત કરું, મોક્ષ મેળવું. (૨) એવી ગૌતમસ્વામી જેવી લબ્ધિ પ્રાપ્ત થાય કે અનેક જીવોના કૈવલ્યની પ્રાપ્તિમાં હું નિમિત્ત બનું. કૈવલ્યની પ્રાપ્તિમાં નિમિત્ત ન બની શકું તો પણ મારા પરિચયમાં આવનારને, નારા સંસર્ગમાં આવનારને ધર્મમાર્ગે આગળ વધારનારો બનું. આવી લબ્ધિની પ્રાપ્તિપૂર્વક “ગૌતમસ્વામીની લબ્ધિ હોજો.” એ વિચારવાનું છે. તુચ્છ ભૌતિક માગણી જેવી લબ્ધિ માગવી એટલે ચક્રવર્તી પ્રસન્ન થયા પછી ઘેર-ઘેર ભોજનની માગણી કરનાર બ્રાહ્મણ જેવી બુદ્ધિહીનતાનું પ્રદર્શન કરવા બરાબર ગણાય.