________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૫૩
નહીં, સહજ હતી, તેથી જ સમર્પિત બનતાં વાર ન લાગી. દંભ-પ્રપંચ-જૂઠ-પ્રચાર સાથે કીર્તિ કે વિદ્વત્તાને વરેલા જીવોમાં જે ઘમંડ હોય છે તેને પડકાર મળે ત્યારે હવાતિયાં મારે છે, પછડાટિયાં મારે છે, પોતાની જાતને અને પોતાની વાતને સાચી મનાવવા અનેક કાવા-દાવા કરે-કરાવે છે; જ્યારે ગણધર ગૌતમસ્વામી અભિમાનના શિખરે હોવા છતાં સરલતાના શણગારથી વિભૂષિત છે, જેથી સાચી વાત ભરસભામાં કબૂલ કરતાં વાર નથી લાગતી.
બહુલતાએ આવું પ્રચંડ અભિમાન અને નીતરી સરળતા એક જ વ્યક્તિમાં એકસાથે વર્તતાં જોવા મળવાં મુશ્કેલ છે. ૧૪૪૨મા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનની અજબ-ગજબની કેડીઓ છે. દેવવંદનમાં ગૌતમસ્વામી
શ્વેતાંબર જૈન પરંપરામાં મંદિરમાર્ગી આરાધકોમાં વાર્ષિક આરાધના જે ક્રિયાઓ સાથે જોડાયેલ અને વર્તમાનકાલે સમૂહમાં કરાય છે તેમાં ૧ વસ્તુ દેવવંદન છે. આવા દેવવંદનમાં ચોક્કસ દિવસે આશ્રીને થતાં દેવવંદનમાં જ્ઞાનપંચમી, મૌન એકાદશી, ત્રણ ચતુર્માસી (ચોમાસી), ચૈત્રી પૂનમ અને દિવાળીનાં દેવવંદન પ્રસિદ્ધ છે, જેમાં જ્ઞાનપંચમીનાં દેવવંદન પાંચ શાન સાથે સંકળાયેલાં છે તથા જ્ઞાનપદની ૨૦ માળા અને પાંચ જ્ઞાનના ૫૧ ભેદને કારણે ૫૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ છે. મૌન એકાદશીના દેવવંદનમાં માગશર સુદ ૧૧ના ત્રણ ભગવંતના પાંચ કલ્યાણકને આશ્રીને આરાધના છે તથા નેવું જિનના ૧૫૦ કલ્યાણકને આશ્રીને ૧૫૦ માળા, ૧૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ છે. ચોમાસી દેવનંદનમાં ૨૪ ભગવાનને આશ્રીને આરાધના છે. ચૈત્રી પૂનમે સિદ્ધાચલજી ઉપર પુંડરીક ગણધર મોક્ષે ગયા તેથી સિદ્ધાચલજી-આદેશ્વરજી તથા પુંડરીકસ્વામીને આશ્રીને આરાધના છે. આદ્ય તીર્થંકરના આદ્ય ગણધરનું દેવવંદનમાં સ્થાન છે પરંતુ સ્વતંત્ર નહીં. દિવાળીના દેવવંદનના બે ભાગ પડે છે. પ્રથમ દેવવંદનનો જોડો નિર્વાણ કલ્યાણકને આશ્રીને ભગવાન મહાવીર સાથે સંબંધિત છે જ્યારે બીજો દેવવંદનનો જોડો ૧૪૪૨મા ગણધર ગૌતમસ્વામીનો સ્વતંત્ર છે. અર્થાત્ કેવલજ્ઞાન કલ્યાણક તીર્થંકરોનાં ઊજવાય પરંતુ કેવલજ્ઞાનનો દિવસ દેવવંદન-માળા વગેરે આરાધના દ્વારા પસાર કરવાનું નિમિત્ત બનનાર એક માત્ર ગૌતમ ગણધર જ જોવા મળે છે. અનેક આત્માને કેવલજ્ઞાન પામવામાં નિમિત્તભૂત બનવાને કારણે તેમના કેવલજ્ઞાનના દિવસે વિશિષ્ટ આરાધના થતી હોય તેમ કલ્પી શકાય.
ઇન્દ્રાદિક દેવતાઓ આવે છે. કેવલજ્ઞાનનો મહિમા કરે છે. વીરપ્રભુના ૧૧માંથી નવ ગણધરો કેવલજ્ઞાન અને મોક્ષ તેમની હયાતીમાં જ પામેલા છે; પરંતુ તે નવે ગણધરોના કેવલજ્ઞાનનો મહિમા થયેલો હોય તેમ વાંચવા-સાંભળવામાં આવેલ નથી જ્યારે ૧૪૪૨મા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમના કેવલજ્ઞાનનો મહિમા જૈનજગતના સર્વ ફ્રિકાને માન્ય છે.
=
વર્તમાનકાલીન જગતમાં પણ એક યા વધારે કારણોસર ભારતમાં પર્વ દિવસોની રજામાં ગૌતમ કેવલજ્ઞાનનો દિવસ રજારૂપે જાહેર થાય છે. સંવત્સરી કે મહાવીર જન્મ કલ્યાણકનો દિવસ જૈન પર્વ તરીકે ૨જાનો જાહેર થાય ત્યારે કોઇક ને કોઇક ફિરકાને સંમત ન હોય તેવું જોવા મળે છે પરંતુ ગૌતમ કેવલજ્ઞાન દિનની રજામાં જૈનોના એકે ફિકામાં મત-મતાંતર જોવા મળતાં નથી. ભગવંત મહાવીર મહારાજાના જન્મસ્થાન વિષે મત-મતાંતર પ્રવર્તે છે પરંતુ ગણધર ગૌતમના જન્મસ્થાન વિષે મતાંતર નથી.
૭૦