________________
પપર ]
[મહામણિ ચિંતામણિ
શિષ્ય બની કેવલજ્ઞાન પામતા રહ્યા હોય તે સંભવે છે. (નંદિષેણ મુનિ પણ અવસરે ભૂલ સુધારી, આલોચના કરી ફરી દીક્ષા ગ્રહણ કરી તે જ ભવમાં મુક્તિ પામ્યા છે.)
પોતે દીક્ષા વખતે પ્રાપ્ત કરેલા જ્ઞાનમાં કશો વધારો ન થવા છતાં ત્રીસ વર્ષ પર્યત | અનેકને એક સમયમાં ત્રણે કાળના સર્વ વિચાર જાણનાર બનાવનાર અભુત જ્ઞાનબોધિદાતા તથા જેને સમજાવે તે ચારિત્ર લેવા તૈયાર થઈ જાય તેવા ચારિત્રબોધિદાતા ગણધર ગૌતમસ્વામીને અગણિત વંદન કરી આપણે તેમના જીવનાં બીજાં રહસ્યો તરફ જઈએ.
અભિમાનનું પૂતળું સરલતાની મૂર્તિ સોમિલ બ્રાહ્મણને ત્યાં જબ્બર યજ્ઞનું આયોજન થયેલું છે. યજમાનયજ્ઞકતમાં સૌથી વડીલ ઇન્દ્રભૂતિ ગૌતમ છે. ૫૦૦ શિષ્યો છે. બીજા પણ ૧૦ વિદ્વાન પંડિતો છે જે ૧૧ના કુલ ૪૪૦૦ શિષ્યો છે. સોનાની જનોઈ છે. ભણવા-ભણાવવા-યજ્ઞાદિ કર્મમાં રહેલા છે. પોતાની જાતને ઘમંડમાં અંધ બની સર્વજ્ઞ માને છે. યજ્ઞક્રિયા ચાલુ છે. આકાશમાંથી દેવતાઓને આવતા જુએ છે. ઘમંડ ઊછળે છે. જુઓ યજ્ઞનો મહિમા ! દેવતાઓ આવે છે. યજ્ઞમંડપ છોડીને દેવતાઓ આગળ જાય છે ત્યારે અકળાય છે. ક્યાં જાય છે? જવાબ મળે છે : સર્વજ્ઞની પાસે. અભિમાન ધણધણે છે. મારા જીવતાં પોતાને સર્વજ્ઞ કહેવરાવનાર બીજો છે કોણ? હવે ત્યાં તુરત પહોંચે. વાદ કરું અને અને એના આ સર્વજ્ઞપણાના ફટાટોપને ચૂરેચૂરા કરી નાખું. વાદ કરવા જવા તૈયાર થયેલા ઇન્દ્રભૂતિને તેમનો નાનો ભાઈ સમજાવે છે કે તમે બેસો. હું જઈને એને હરાવીને આવું. ત્યારે ઇન્દ્રભૂતિ જવાબ આપે છે કે આવા વાદી કીડાને તો મારો એક શિષ્ય પણ હાર આપવા સમર્થ છે; પરંતુ વાદીનું નામ સાંભળીને મારું મન સ્થિર રહેતું નથી. માન-કષાયની ઇન્દ્રભૂતિમાં
આ સમયે કેટલી પ્રબળતા છે? દેશી ભાષામાં કહીએ તો અભિમાનનું પૂતળું. પોતે જાણે છે કે | મને જીવ છે કે નહીં તે શંકા છે. વેદનો પારગામી મનાતો હું મારી શંકાને વેદવાક્ય દ્વારા નિવારણ કરી શકતો નથી. લોકોમાં સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ હોવાના અભિમાનથી શંકા બીજા પંડિતોને પૂછી પણ નથી શકાતી. છતાં અભિમાનનો પાર નથી. બીજો સર્વજ્ઞ હોય તે શબ્દ સાંભળવા તૈયાર નથી. સમવસરણમાંથી આવતા લોકોને હાંસીપર્વક પછે છે ? તમારો સર્વજ્ઞ કેવો છે ? પોતાની ગુરુતાવાળા કેવા કેવા વિચારો કરે છે તેનું લંબાણપૂર્વકનું વર્ણન પૂ. વિનયવિજયજી ઉપાધ્યાયજીએ કલ્પસૂત્ર સુબોધિનામાં કરેલ છે. સમવસરણમાં પહોંચે ત્યારે ભગવંત મહાવીર મહારાજાનાં વચન કાને પડે છે. હે ગૌતમ ઈન્દ્રભૂતિ! તું સુખપૂર્વક આવેલ છે? ત્યાં પણ અભિમાન કેવા વિચાર કરાવે છે? મારું નામ જગતમાં કોણ નથી જાણતું? દ્વિતીય કષાયનું પ્રાબલ્ય છે પરંતુ તૃતીય કષાય ખૂબ જ પાતળો કરી નાખેલ છે તેથી મનમાં વિચાર આવે છે કે જો વર્ષોની મારી શંકા પ્રગટ કરે તો હું માનું કે આ સાચો સર્વજ્ઞ છે. ભગવંત જણાવે છે કે તેને જીવની શંકા છે પરંતુ વેદવાક્ય વિપરીત સમજવાથી એ શંકા છે. વેદવાક્ય ભગવાન સમજાવે કે તુરત પોતાની જાત ભગવંતને સમર્પી દે છે. તે સમર્પણ ઠેક-ઠેકાણે પ્રકાશિત થાય છે. સરલતાની મૂર્તિ લાગે છે. બાળકની જેમ પ્રશ્નો રજૂ કરે છે. ઉત્તર મેળવી ધન્યતા અનુભવે છે. માયા-કપટ-દંભમાં જે અતિ પાતળાપણું થઈ ગયું છે તેથી માન મારનાર નથી બનતું, તારનાર બને છે. સત્ય સહેલાઈથી સ્વીકારી શકે છે. પ્રસિદ્ધિ ગૃહસ્થપણામાં ઘણી મેળવેલી પરંતુ તે પ્રસિદ્ધિ દંભ-પ્રપંચ-જૂઠ-પ્રચાર-પ્રસારથી