________________
૫૫૦ ]
[મહામણિ ચિંતામણિ
ખેડૂત પાસે જાય છે. ભગવંત આગળ વિહાર કરે છે. ઇન્દ્રભૂતિ ગૌતમને જોતાં જ ખેડૂતને સ્નેહ થાય છે. ઉપદેશ સાંભળે છે. ભવની ભૂતાવળ સમજાય છે. સમર્પિત થાય છે. સંયમ અંગીકાર કરે છે. સંયમ બાદ જ્યારે ગૌતમસ્વામી જણાવે છે કે હવે આપણે મારા ગુરુ જે જગદ્ગુરુ છે તેમની પાસે જઈએ, ત્યારે ખેડૂતને અત્યંત હર્ષ થાય છે. મનમાં તીર્થકરના ગુણોની અનુમોદના જાગે છે. જો આ ગુરુ આટલા ગુણવંત છે તો તેમના ગુરુ કેવા ઉત્તમ ગુણવાળા હશે? સંસારમાં ફસાયેલા મારા જીવને તારવા પોતાના શિષ્યને વગરકાઁ મોકલનારા આવા ઉપકારી મને કોણ મળશે ? હવે એ તારક જ મારા માટે શરણ કરવા લાયક જ છે. તીર્થંકરના ગુણો, શરણ વગેરે વિચારતાં તે જીવ અનાદિકાલીન નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ તોડી સમ્યકત્વ પામે છે. સંસાર પરિત્ત થાય છે. સમવસરણ પાસે પહોંચે છે. ગૌતમસ્વામી જણાવે છે કે હવે ભગવંતને વંદન કરો. ત્યાં ખેડૂત મુનિ પૂછે છે કે આ જ તારા ગુરુ છે તો આ તારો ઓઘો (રજોહરણ) અને આ મુહપત્તિ પાછાં, મારે દીક્ષા પાળવી નથી. ભાગી જાય છે. પર્ષદામાં અનેક વિચારણા થાય છે, ગૌતમસ્વામીને પણ મૂંઝવણ થાય છે કે હું જેને દીક્ષા આપું તેને કેવલજ્ઞાન થાય અને આ જીવ દીક્ષા મૂકીને ચાલતો થયો, એમ કેમ? ભગવંત કહે છે કે હે ગૌતમ! તે જીવ જતો રહ્યો છે તે મારા કારણે મારા ઉપર એને ભવાંતરનો દ્વેષ ચાલ્યો આવે છે. તારા ઉપર સ્નેહ છે. તારા થકી દીક્ષા લીધી. મને જોઈને ભાગી ગયો, પણ સમ્યકત્વ પામીને ગયો. સંસાર પરિત્ત કરતો ગયો છે. ગળાડૂબ સ્નેહરાગમાં હોવા છતાં દ્વેષની માત્રા પરના અદ્ભુત કાબૂની કમાલ રૂપ ૧૪૪૨માં ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનની આ વાત બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે.
અદ્દભુત બોધિદાતા :- કોઈ પણ તીર્થંકરના હાથે દીક્ષિત થનાર બધા જીવોને કેવલજ્ઞાન થતું નથી. ચરમ તીર્થપતિ વર્ધમાન મહાવીરસ્વામીજીના જીવનમાં વિચારીએ તો તેમના ૧૪000 શિષ્યો હતા તેમાંથી માત્ર ૭૦૦ને કેવલજ્ઞાન થયું. પ્રાયઃ તીર્થકરોના સાધુમાં ૧/૧૦ને કેવલજ્ઞાન તે જ ભવમાં થાય છે, જ્યારે ગૌતમ ગણધરના ૫0,000 શિષ્યો. દરેકને કેવલજ્ઞાન. ૧ ખેડૂત ગયો તે પણ સમ્યકત્વ લઈને ગયો. અહીં આપણને પ્રશ્ન થાય કે બોધિદાતાની વાતમાં જ્ઞાનની વાત ક્યાં આવી? “બોડિદયાણ' વિશેષણ સર્વસામાન્ય રીતે તીર્થકો માટે વપરાયેલું છે પરંતુ બોધિ માટે શાસ્ત્રમાં જણાવે છે કે તિવિહા બોડિ પન્નત્તા.’ ત્રણ પ્રકારે કહેલી છે. (૧) દર્શનબોધિ, (૨) જ્ઞાનબોધિ, (૩) ચારિત્રબોધિ. આની અંદર ચારિત્રબોધિ દાતામાં જોઈએ તો વર્ધમાન મહાવીર મહારાજાએ ૧૪000ને ચારિત્ર આપ્યું. જ્યારે ગણધર ગૌતમે ૫0,000ને. ભગવંત મહાવીરની પરંપરાના તો શ્રેષ્ઠ ચારિત્રબોધિ દાતા ગૌતમ ગણધર અનબીટન છે અને રહેશે.
દરેક તીર્થંકર ત્રીજા ભવમાં તીર્થંકર નામ-કર્મની નિકાચના કરે છે. દરેક તીર્થકરના ૮ પ્રાતિહાર્ય, વાણીના ૩૫ ગુણ, ચોંટીશ અતિશય, પારણે પંચ દિવ્ય પ્રગટ થવા તે બધી વાતો સરખી હોય છે પરંતુ દરેક તીર્થંકરથી પ્રતિબોધાયેલ કે ચારિત્રબોધિ પ્રાપ્ત કરનારાની સંખ્યા એકસરખી હોતી નથી. તેવી જ રીતે દરેક ગણધર ત્રિપદી પ્રાપ્ત કરી તેમાંથી દ્વાદશાંગીની રચના કરે. દરેક ગણધર ચાર જ્ઞાનના માલિક, ૧૪ પૂર્વના જ્ઞાતા, તે જ ભવે મોક્ષે જાય એટલે કે કેવલજ્ઞાન પણ પ્રાપ્ત થઈ જ જાય તે સરખું, પરંતુ દરેક ગણધરના હસ્તે ચારિત્રબોધિ પામનારા સરખા ન હોય. આમાં તેઓની આયુષ્ય-મર્યાદા કારણભૂત હોય કે જે-તે કાળ કારણભૂત હોય કે