________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૪૯
ભગવંત મહાવીરનો જીવ ૧૮મા ભવે પોતનપુરીમાં જન્મ લે છે. ત્રિપૃષ્ઠ નામ છે. ભવિષ્યમાં વાસુદેવ થનાર છે. તે રાજપુત્ર સારથિ તરીકે ગૌતમસ્વામીનો જીવ છે. ત્રિપૃષ્ઠ ઉપરનો તેનો સ્નેહ પૂર્વભવના અભ્યાસને કારણે ખૂબ જ છે. ત્રિપૃષ્ઠના પિતાજી અશ્વગ્રીવના ખંડિયા રાજા છે. અશ્વગ્રીવનો દૂત પ્રસંગે આવે છે. ત્રિપૃષ્ઠના પિતા પ્રજાપતિ તેનું ખૂબ ધ્યાન રાખે છે. અશ્વગ્રીવનો ડર છે. ત્રિપૃષ્ઠને ગમતું નથી. દૂતને મારે છે. અશ્વગ્રીવને ખબર પડે છે. તે સમયે અશ્વગ્રીવનું ચોખાનું મોટું ખેતર છે. ત્યાં સિંહનો ઉપદ્રવ છે. દર વર્ષે ખંડિયા રાજાઓનો વારો રાખેલો છે. સિંહ ખેતરનાં પશુઓને મારી ન નાખે તેનું ધ્યાન રાખવાનું. વારો બીજાનો હોવા છતાં અશ્વગ્રીવ પ્રજાપતિને કોપથી તે કામ સોપે છે. પ્રજાપતિ મૂંઝાય છે. ત્રિપૃષ્ઠને ખબર પડે છે. પિતાને સમજાવી રજા લઈને પોતે ત્યાં જાય છે. ત્યાંના માણસોને પૂછે છે કે દર વર્ષે આવનારા આ ખેતરનું રક્ષણ કેવી રીતે કરે છે. જવાબ મળે છે કે લશ્કર સાથે રક્ષણ કરે છે. સિંહ ભયંકર છે. ગમે ત્યારે આવી ચડે છે. આટલી તૈયારી છતાં દર્ષે કેટલાંયે ઢોરના જાન જાય છે. ત્રિપૃષ્ઠ પૂછે છે, સિંહ ક્યાં રહે છે? પહાડની ગુફાઓમાં જગ્યા બતાવો. દૂરથી જગ્યા બતાવે છે. પોતે એકલો જવા તૈયાર થાય છે પણ સ્નેહરાગની શૃંખલામાં રહેલો સારથિ સાથે જાય છે. સિંહને હાકોટા કરી ગુફા બહાર કાઢે છે. ત્રિપૃષ્ઠ વિચારે છે કે હું રથમાં, સિંહ નીચે, તે અન્યાય કહેવાય. નીચે ઊતરે છે. ફરી વિચાર આવે છે, હું હથિયાર સહિત, સિંહ હથિયાર રહિત, તે અન્યાય કહેવાય. હથિયાર મૂકી સામે જાય છે. સિંહને આશ્ચર્યસહ ક્રોધ ઉદ્દભવે છે. એક પંજાના ઘા ભેગો આનો ઢાળિયો કરી નાંખ્યું. કૂદે છે. ત્રિપૃષ્ઠ ઉપર પંજો પડે તે પહેલાં સિંહના બંને પગ પકડીને ત્રિપૃષ્ઠ ચીરી | નાંખે છે. લોહી વહેવા માંડે છે. સિંહ તરફ તુચ્છકારથી જોતો ત્રિપષ્ટ નિરાંતે ઊભેલો છે. પરંતુ
સ્વાભાવિક કરુણાવાળો સારથિ તરફડતા સિંહ પાસે જાય છે. મોઢા અને આંખના વતરાને જોતાં | સિંહના મનની વાત સમજે છે. સિંહના મનના ભાવો લખતાં ગણચંદ્રસરિજી મહાવીર ચરિય”માં
જણાવે છે કે ત્યારે સિંહને મનમાં ખૂબ ગ્લાનિ છે. જાત ઉપર નફરત છે. મારે પરાક્રમ ક્યાં | ગયું ? શસ્ત્રરહિત આ જવાનના હાથે મારું મોત થાય ? ધિક્કાર છે મારી જાતને. આ સમયે સારથિ (ગણધર ગૌતમનો જીવ) મધુર શબ્દોથી સિંહને આશ્વાસન આપે છે : હે વનરાજ ! તું ખૂબ જ પરાક્રમી છો. તારે દુઃખ પામવાની જરૂર નથી. તું પશુમાં સિંહ છો, આ મનુષ્યમાં સિંહ છે. આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ થનાર છે. તારું મોત કોઈ સામાન્ય માનવીના હાથે નથી થયું. સિંહના હાથે સિંહ મોત પામે તેમાં કંઈ લાંછન નથી. આશ્વસ્ત બનેલો સિંહ એક તરફ સારથિ સામે પ્રેમથી જુએ છે, બીજી તરફ ત્રિપૃષ્ઠ સામે દ્વેષભરી નજર છે. મૃત્યુ પામે છે.
- સર્વસામાન્ય અનુભવો એમ કહે છે કે જીવને જેના ઉપર ખેહરાગ હોય છે તેની ઉપર વિરૂપ ચિંતવનાર કે આચરનાર હોય તેના ઉપર દ્વેષ થાય છે, જ્યારે ૧૪૪રમા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમમાં એક પાત્ર પ્રત્યે પ્રકષ્ટ નેહરાગ હોવા છતાં દ્વેષની માત્રા કેટલી પાતળી કરેલ હશે કે પોતાના સ્નેહપાત્ર પ્રત્યે ધિક્કાર વર્ષાવનારને પણ શાંતિથી, પ્રેમથી સમજાવીને, મૃત્યુની અતિ કષ્ટદાયક સ્થિતિમાં શાંત પાડી શકે. પરિણામ કેટલું સુંદર આવ્યું ! ત્રિપૃષ્ઠ
જ્યારે છેલ્લા ભવમાં ચરમ તીર્થપતિ મહાવીર વર્ધમાન બને છે, ત્યારે ગણધરાદિ પરિવાર વિચરી રહ્યો છે. વિહાર કરતાં રસ્તામાં ખેતી કરતા એક ખેડૂતને જોઈને ભગવંત આજ્ઞા કરે છે : હે ગૌતમ! સામે ખેતરમાં ખેતી કરતા ખેડૂતને પ્રતિબોધ કરીને આવ. ઇન્દ્રભૂતિ