________________
૫૩૦ ]
[ મહામણિ ચિંતામણિ
અને શાશ્વત છે. દેહ અને જીવ બંને જુદા છે. દેહ પંચમહાભૂત, જેવાં કે અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશનો છે, જ્યારે જીવ એ આત્મા છે. જીવને નથી વર્ણ, નથી સ્પર્શ, નથી ગંધ. એ તો અજર અમર સનાતન છે. જીવનું બીજું નામ છે આત્મા. આત્મા જ્ઞાનમય છે. જેવી રીતે દૂધમાં ઘી, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, પુષ્પમાં સુગંધ અને ચંદ્રકાન્ત મણિમાં જળ રહેલું છે, તેવી રીતે શરીરથી જુદો પણ શરીરમાં જ રહેલો આત્મા છે.” આ સાંભળતાં ઇન્દ્રભૂતિ ગૌતમના મનનો સંશય તરત જ દૂર થયો. પરમાત્માના મુખથી નીકળેલી વાણી દ્વારા પોતાના મનનો સંશય દૂર થતાં ઇન્દ્રભૂતિના ગર્વનું વિસર્જન થયું. પરમાત્માના દર્શનમાં એવી તાકાત છે કે તમામ દોષો શાંત થઈ જાય. ઇન્દ્રભૂતિ પોતાની તમામ વિદ્વત્તાને, તમામ પંડિતાઈને, તમામ હોંશિયારીને ફગાવી દઈ, અભિમાનને ઓગાળી દઈ, પરમાત્મા વીરનાં ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવે છે. એકલું મસ્તક જ નહિ, પોતાનું મન, પોતાનો દેહ, પોતાનો આત્મા, સમગ્ર જીવન પ્રભુ વીરના ચરણે સમર્પણ કરે છે. અથતિ, સંપૂર્ણ સમર્પણભાવ સાથે પરમાત્મા વીરનાં ચરણોમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી પોતાના પાંચસો શિષ્યો સાથે અણગાર બને છે.
પ્રભુ વચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણી વાર; ચઉદય પૂરવમાં રચે, લોકાલોક વિચાર. ભગવતીસૂત્રે ધૂર નમી, બંભી લિપિ જયકાર; લોકો લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર.” 'श्री वर्धमानात् त्रिपदीमवाप्य मुहूर्तमात्रेण कृतानि येन
अंगानि पूर्वाणि चतुर्दशापि, स गौतमो यच्छतु वांछितं मे ।' પરમાત્મા વીરના પ્રથમ શિષ્ય, પરમાત્મા વીરના પ્રથમ ગણધર તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે છે. અરે, કેવો ઉત્તમ સમર્પણભાવ! કેવી એ ગુરશિષ્યની અલબેલી બેલડી ! ભગવાન મહાવીરસ્વામીને જીતવા આવેલા ઇન્દ્રભૂતિ સર્વ રાગદ્વેષને જીતીને ભગવાનના બની રહ્યા !
ભગવાન મહાવીર પ્રત્યેનો ગૌતમસ્વામીનો સમર્પણભાવ અજોડ અને અદ્ભુત હતો. અનેક શિષ્યોના ગુરુ હોવા છતાંયે ગૌતમસ્વામીમાં કદી અભિમાન ન હતું. એમનું જીવન સરળ, સૌમ્ય અને પ્રભાવશાળી હતું. મન, વચન, કાયાથી સંપૂર્ણ સમર્પિત થયેલા આ ભવ્ય આત્મા અનન્ય ભક્તિભાવ કેળવે છે. પોતાના જ્ઞાનનો ઘમંડ, સાપ જેમ કાંચળી ઉતારે તેમ ઉતારીને, જ્યારે જ્યારે સહેજ પણ શંકા પડે ત્યારે પરમાત્માને “મજો!”નું સંબોધન કરી વિનયપૂર્વક પ્રશ્ન કરે છે. પરમાત્મા પણ પ્રેમથી હે ગોયમ !' એવા મીઠા સંબોધનથી પ્રશ્નનો ઉત્તર આપે છે. આ અધિકાર આપણને ભગવતીસૂત્રમાં જોવા મળે છે.
પરમાત્માના ચરણે સંપૂર્ણ સમર્પિત થયેલા ગુરુ ગૌતમ, મહા વિવેકી અને અતિ નમ્ર છે, એ વાત તેમના જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. જેમ કે, આનંદ શ્રાવકે અણસણ સ્વીકારી ઉગ્ર આરાધના શરૂ કરી તે સમાચાર જાણી, ગૌતમસ્વામી આનંદ શ્રાવકની શાતા પૂછવા તેમને ઘેર ગયા. આનંદ શ્રાવકે ગૌતમસ્વામીને વંદન કરી કહ્યું કે, “મને અવધિજ્ઞાન થયું છે. તેથી હું આકાશમાં સૌધર્મકલ્પ સુધી અને પાતાલમાં લોલુચ્ચ નરકાવાસ સુધીના પદાર્થોને જાણી શકું છું.”