________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
ગૌતમ ગણધર : એક વિશિષ્ટ પરિશીલન
[ ૫૪૩
–૫. ૪. મુનિશ્રી સુધર્મસાગરજી મહારાજ
જૈન સાહિત્ય પ્રસિદ્ધ ૩ ગણધરો, ૨૪ ભગવંત, ૧૪૫૨ ગણધરો, ગૌતમસ્વામીજીની આરાધનામાં ભળેલ સાંપ્રતકાલીન વિકૃતિ સામે લાલબત્તી; ગૌતમસ્વામીના ૫ ભવોનો નામોલ્લેખ, સ્નેહરાગની વિકરાળતાનું તાદેશ ચિત્ર, પ્રચંડ રાગની માત્રા સામે દ્વેષ નહીંવત્, સર્વોત્કૃષ્ટ બોષિદાતા.
ગણધર કોણ બને?
૫૦ હજાર શિષ્યો કઈ રીતે?
માનની ટોચે છતાં માયાથી મુક્ત દેવવંદનમાં ગૌતમસ્વામી
વીશ સ્થાનકમાં ગૌતમસ્વામી
સુકૃત અનુમોદના દ્વારા ભવિતવ્યતા
પરિપાકનાં આલંબન નિત્ય સ્મરણમાં ગૌતમસ્વામી
આવા વિષયોથી ભરેલ આ પરિશીલન સ્થિરતાથી વાંચી-મનન કરી ‘જિહાં જિયાં દીજે દિક્ષ, તિહાં તિહાં કેવલ ઊપજે રે'' એ અપ્રતિમ અદ્ભુત ગૌતમલબ્ધિની સિદ્ધિનો વિનિયોગ પ્રાપ્ત કરનારા–કરાવનારા–બનનારા ભાગ્યશાળી બનો. પાછળની ભાવવાહી પાંચ સ્તુતિ કંઠસ્થ કરી રોજ પ્રાતઃકાલે સ્મરણ કરવા -સંપાદક
જેવું છે.
ચૌદશે બાવન ગણપતિ, તેહના પ્રણમીને પાય રે,
ગૌતમ ગુરુને ગાઈશું, પાતિક દૂર પલાય રે...ગુણ રે ગાવો ગૌતમસ્વામીના.
શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનમાં આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરોના ૧૪૫૨ ગણધરો થયા તેમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવંતના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીનું નામ જૈન જગતમાં અને વિશેષે શ્વેતામ્બર મૂર્તિપૂજક વર્ગમાં પ્રસિદ્ધ છે.
સિદ્ધગિરિ, શત્રુંજય, સિદ્ધાચલ, પાલાતાણાના નામથી દર વર્ષે લાખો મનુષ્યો યાત્રાએ જાય છે તે તીર્થ પ્રસિદ્ધ થયું ‘પુંડરીક ગણધર'થી. પાવન પુરુષ પસાયથી, પૃથ્વી પવિત્ર થઈ જાય રે’ એ ઉક્તિ અનુસાર પાંચ કરોડ આત્મા સાથે, આ અવસર્પિણીમાં આ તીર્થે સૌ પ્રથમ પુંડરીક ગણધર મોક્ષે ગયા. તેથી પુંડરીક ગણધર અને તીર્થ બંને લોકહૈયે જડાઈ ગયાં છે.