________________
પ૨૮ ] “
[ મહામણિ ચિંતામણિ
4જ્ઞપણું
પણ આ ધુતારાએ તો દેવોને પણ છેતયાં છે! નહિતર, આ પવિત્ર યજ્ઞમંડપ અને મારા મુખમાંથી થતા મંત્રોચ્ચારોને છોડીને દેવો આમ આગળ ન જાય !
ખરેખર, આ દેવોને છેતરનાર મહાવીર પાખંડી હોવો જોઈએ. ગુસ્સાથી ધમધમતા ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યા કે, હું સર્વજ્ઞ છું અને છતાંયે બીજો કોઈ સર્વજ્ઞ હોય તે કેમ બની શકે ? એક ગુફામાં શું બે સિંહ રહી શકે? એક મ્યાનમાં શું બે તલવાર રહી શકે? તો પછી એક પૃથ્વી પર બે સર્વજ્ઞ કેમ સંભવે? હું એના સર્વજ્ઞપણાનો દંભ ચીરી નાખીશ.
ભગવાન મહાવીરને વંદન કરી પાછા ફરતાં લોકોને ઇન્દ્રભૂતિ હસતાં હસતાં પૂછવા લાગ્યા, ‘કેમ ? તમે તે સર્વજ્ઞને જોયો ? કહો તો ખરા, તમારો તે સર્વજ્ઞ કેવો છે? ભાઈ, તમારા તે સર્વજ્ઞનું વર્ણન તો કરો જરા....'
લોકો કહેવા લાગ્યાં, “હે ઇન્દ્રભૂતિ! શું પરમાત્મા મહાવીર દેવનું અદ્ભુત રૂપ! કરોડો વર્ષોનું આયુષ્ય હોય અને હજારો જિહ્વા હોય તો પણ ભગવાનના ગુણોનું પૂરું વર્ણન ન થઈ શકે, એવા એ સુંદર, અદ્વિતીય, ગુણવાન અને સર્વગુણસંપન્ન છે. જોયા જ કરો, જોયા જ કરો, તો ય તૃપ્તિ ન થાય એવું અદ્ભુત એમનું રૂપ છે !'
લોકોનાં વચનો સાંભળી ઇન્દ્રભૂતિ લાલપીળા થઈ ગયા. બસ, અત્યારે જ મહસેન વનમાં જઈ એ મહાધર્વરાજના સર્વજ્ઞપણાને છેદી-ભેદી નાખે ને વાદમાં એને મહાત કરીને માર : સિદ્ધ કર્યું. એ વાદમાં હારી જતાં એનો મિથ્યાડંબર ખુલ્લો પડી જશે અને મારો જયજયકાર થશે. એમ થવાથી મારી કીર્તિ બમણી થઈને ચોમેર પ્રસરશે !!!'
ગૌડ દેશમાં જન્મેલા પંડિતો મારા ભયથી ડરીને સંતાઈ ગયા છે. ગુજરાતના પંડિતો મારા નામથી ધ્રૂજે છે. માળવાના પંડિતો તો ક્યાંય દેખાતા નથી. અને લાટના પંડિતોનો ક્યાંય પત્તો નથી! દ્રવિડ દેશના પંડિતો શરમથી નીચું મોં લઈને ફરે છે! મારા નામે જગતનો કોઈ વિદ્વાન વિવાદ કરવા તૈયાર થતો નથી, ત્યાં આ સર્વજ્ઞનો શો હિસાબ !
અગ્નિભૂતિ આદિ પંડિતો ઇન્દ્રભૂતિને કહે છે : હે વડીલ બંધુ! એક પામર વર્ધમાનને જીતવા આપ શા માટે જાઓ છો ? આપ આજ્ઞા કરો; અમારામાંથી કોઈ પણ જાય અને એને પરાસ્ત કરીને પાછો આવે !'
ઇન્દ્રભૂતિ કહે છે : “અરે અગ્નિભૂતિ ! આ કામ તો મારો એક સામાન્ય શિષ્ય પણ કરી શકે તેમ છે. પણ આ કહેવાતા સર્વજ્ઞને તો મારે જોવો છે ને જીતવો છે. જેમ ઘાણીમાં એક તલનો દાણો પિલાતો રહી ગયો હોય, જેમ ઘંટીમાં અનાજનો એક દાણો દળાતો રહી ગયો હોય, તેમ જગતમાં સર્વ વાદીઓને જીતતાં આ એકાદ દાણો રહી ગયો હશે! માટે આ વર્ધમાનને જીતવા માટે જ જવું જોઈએ એમ મને લાગે છે.'
પચાસ વર્ષની વયના સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમા ઇન્દ્રભૂતિ ગૌતમે પોતાના સમગ્ર શિષ્ય પરિવાર સાથે, પૂર્ણ આડંબર પૂર્વક, જ્યાં પરમ તારક દેવાધિદેવ ત્રિલોકનાથ ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરદેવ મહસેન વનમાં સમવસરણમાં બિરાજી જગતના જીવોને મહાઉપકારી ધર્મવાણીનું અમૃતપાન કરાવી રહ્યા છે તે બાજુ ડગ માંડ્યાં. એમનાં પગલાંથી પૃથ્વી ધમધમી ઊઠી. પોતાનો પ્રભાવ પાડવા ઇન્દ્રભૂતિએ આખા શરીરે બાર તિલક કર્યા હતાં, સોનાની જનોઈ ધારણ કરી હતી,