________________
પ૨૬ ]
[ મહામણિ ચિંતામણિ
ભગવાન મહાવીરના પ્રથમ સમાગમમાં શરણાગતિ-સમર્પણ
-
જશુભાઈ જે. શાહ
આપણી બુદ્ધિ, સમજણ અને શાન સુદ્ર છે. સત્ય વિરાટ છે, અનંત છે, ભવ્ય છે. આ ભાન રાખવાથી આપણા અહંનું વિસર્જન થાય છે. અહં તૂટતાં મમત્વ પણ જાય છે. સત્યની અનંત વિરાટતાનું આપણને ભાન થાય છે. અત્રે ઇન્દ્રભૂતિને સત્યનું દર્શન થયું ત્યારે મમત્વ ગયું જ્ઞાનનો આવિર્ભાવ થયો કે સત્ય શું છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અત્રે શાર, સમર્પણ અને શરણાગતિના મર્મોનું ઉદ્ઘાટન છે. ભક્તિ અને ઋજુતાની અભિવ્યક્તિ છે.
-સંપાદક
પરમ ઉપકારી, દેવાધિદેવ ત્રણ લોકના નાથ, ચરમ તીર્થપતિ, પરમાત્મા મહાવીર પ્રભુના પ્રથમ ગણધર, મહામંગલકારી, અનંત રિદ્ધિ-સિદ્ધિ અને અનેક લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીનું જીવન પવિત્ર અને પ્રભાવશાળી હતું. જેમણે પ્રથમ પરિચયમાં આવતાં જ પોતાનું જીવન મહાવીર પ્રભુના ચરણે સમર્પિત કર્યું હતું. શાસ્ત્રકારોએ ગુરુ ગૌતમના શિષ્યત્વ અને ભક્તિના મુક્ત કંઠે વખાણ કર્યા છે. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાંની આ ઘટના આજે પણ એવી ને એવી છે ?
શ્રી ઈન્દ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભયે ગૌતમગોત્રરત્નમ્ |
સુવન્તિ દેવાસુરમાનવેન્દ્રાસ ગૌતમો યચ્છતુ વાંછિત મે | પૃથ્વીદેવીને મહામંગલકારી સ્વપ્નસૂચિત પુત્ર ગર્ભમાં આવ્યો અને પૂરા માસે રૂ૫, તેજ અને સૌંદર્યના અવતાર સમો બાળક અવતર્યો. માતાપિતાએ પુત્રનું નામ ઇન્દ્રભૂતિ પાડ્યું. ઉન્દ્રભૂતિને અનુક્રમે અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના ભાઈઓ થયા. ત્રણે ભાઈઓ મોટા થતાં વિદ્યા, બુદ્ધિ, ધર્મ આદિમાં આગળ વધતા રહ્યા. ત્રણે ભાઈઓ ધર્મ, વિદ્યા અને શાસ્ત્રમાં પારંગત બને તે માટે માતાપિતાએ તેમને યોગ્ય ઉપાધ્યાય પાસે અભ્યાસ માટે મૂક્યા. ત્યાં ત્રણે ભાઈઓ ઝડપથી ચાર વેદ અને ચૌદ વિદ્યાઓ તથા અન્ય શાસ્ત્રોમાં પારંગત બન્યા અને સમગ્ર દેશમાં મહાવિદ્વાન તરીકે પંકાવા લાગ્યા. દેશ-પરદેશના સેંકડો વિદ્યાર્થીઓ આ મહાપંડિતોના આશ્રમોમાં રહીને વિદ્યાભ્યાસ કરવા લાગ્યા.
મહાપંડિત ઇન્દ્રભૂતિની કાયા સાત હાથ ઊંચી, મજબૂત અને સુંદર હતી. તેમનો વર્ણ કામદેવ જેવો મોહક હતો. ચહેરા પર સદાયે જ્ઞાનનો પ્રકાશ ઝળહળતો. જીભ પર સર્વદા સરસ્વતીનો વાસ હતો. આ સર્વગુણસંપન્નતાને લીધે ધીરે ધીરે તેમનામાં હું સર્વજ્ઞ છું એવો ભાવ જાગૃત થયો. અનેક વિદ્વાનો સાથે વાદ-વિવાદમાં ઊતરતા અને વિજયી થતા એટલે તેમના અહંકારમાં ઉમેરો થતો ગયો.