________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૩૭
એટલે, મહાવીરનું ગુમાન ઉતારવા પોતાના પાંચસો શિષ્યો સાથે ચાલી નીકળ્યા. પરંતુ પ્રભુના ખરા સર્વશપણાની જાણ થઈ ત્યારે તેમણે પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર બાદ તેમના ભાઈ અગ્નિભૂતિ પોતાના પાંચસો શિષ્યો સાથે પોતાના ભાઈને છોડાવવા ચાલી નીકળ્યા. પણ પ્રભુ મહાવીરે તેમને ઉપદેશ આપ્યો ત્યારે તેઓ પણ પોતાના પાંચસો શિષ્યો સાથે દીક્ષિત થયા. લઘુબંધુ વાયુભૂતિએ પણ એમ વિચાર્યું અને તેઓનું પણ એ જ પરિણામ આવ્યું. તે પછી યજ્ઞકાર્યમાં રોકાયેલા બાકીના આઠે પંડિતોની પણ એ જ પરિણતિ થઈ. આમ, અગિયારે પંડિતોની શંકાના નિરાકરણમાં ભગવાન મહાવીરે જે જ્ઞાનગંભીર વાતો સમજાવી એમાં જીવને સંસારમાં રોકી રાખીને એમાં રખડાવનારાં કારણોનું અને સંસારના બંધનમાંથી મુક્ત થવાના ઉપાયોનું સ્પષ્ટ, સુરેખ અને પ્રતીતિકર નિરૂપણ જોવા મળે છે.
આ અગિયારે પંડિતો સાથેના ભગવાન મહાવીરના વાર્તાલાપને શાસ્ત્રકર્તાઓએ ‘ગણધરવાદ'ના નામે ઓળખાવ્યો અને સાચવી રાખ્યો. ભગવાનના સમસ્ત શ્રમણસંઘના નાયક બન્યા હતા ગુરુ ગૌતમસ્વામી. ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ વચ્ચેના સ્નેહનો તંતુ છેક પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના યુગથી લંબાતો હતો.
લાખના આંકડામાં દસ, વીસ, પચીસ, પચાસ હજારનો આંકડો આપમેળે સમાઈ જાય, એવું જ આત્મયોગી માટે ઋદ્ધિઓ, સિદ્ધિઓ અને લબ્ધિઓના ચમત્કારનું હોય છે. ગૌતમસ્વામીની નામના ચોમેર લબ્ધિઓના ભંડાર રૂપે વિસ્તરી હતી. કેવી કેવી એ લબ્ધિઓ હતી? હાથનો સ્પર્શ થતો ને જીવોનાં દુઃખદર્દ દૂર થઈ જતાં! એમના મળો રોગને દૂર કરનારાં સુવાસિત ઔષધો હતાં! આંખને ઇશારે ઝેર દૂર કરી શકતા ! અંગૂઠામાં એવું અમૃત હતું કે જે વસ્તુને એનો સ્પર્શ થતો એ અખૂટ બની જતી ! સામી વ્યક્તિના મનને જાણવું, દૂર દૂર ઘટતી ઘટનાને જાણવી વગેરે અનેક પ્રકારની સિદ્ધિઓ તેમને વરી હતી.
એક વખત ભગવાન પાર્શ્વનાથની પરંપરાવાળા કેશીકુમાર શ્રમણ પોતાના શ્રમણસંઘ સાથે શ્રાવસ્તી નગરીમાં આવ્યા. એ વખતે ગુરુ ગૌતમ પણ ત્યાં જ આવી પહોંચ્યા. તેઓની બંનેની ધર્મપરંપરા એક જ હતી, પરંતુ ક્રિયાકાંડ અલગ અલગ હતા. તેથી ગૌતમસ્વામીએ તેમને તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપીને સમજાવ્યું. ગૌતમસ્વામીની વાણી સાંભ કેશીકુમારે અને તેમના શિષ્યોએ ભગવાન મહાવીરના પ્રતિક્રમણ અને પાંચ મહાવ્રતવાળા ધર્મનો સ્વીકાર કર્યો. એ બે સંતોનું મિલન બે પરંપરાના એકીકરણને લીધે સંઘના ઇતિહાસમાં અમર બની ગયું.
અને હવે, મહાવીરસ્વામીએ અષ્ટાપદ પર્વતનો મહિમા વર્ણવતાં કહ્યું કે, જે સાધક પોતાની લબ્ધિના બળે અષ્ટાપદ તીર્થ પર જઈને ત્યાં રહેલાં જિનબિંબોનાં વંદન કરી એક રાત્રિ ત્યાં જ રહે તે મોક્ષનો અધિકારી બને છે. ત્યારે ગૌતમસ્વામીએ અષ્ટાપદ તીર્થ પર! જવા પ્રભુ પાસે અનુમતિ માગી. પ્રભુએ રજા આપી. પોતાની ચારણલબ્ધિ વડે તેઓ વાયુવેગે થોડી જ ક્ષણોમાં અષ્ટાપદની તળેટીમાં પહોંચી ગયા અને અષ્ટાપદના ચોવીશ તીર્થકરોને વંદના કરી અને દેવો, અસુરો, વિદ્યાધરોને ધર્મોપદેશ સંભળાવ્યા. રાત અષ્ટાપદ પર વિતાવીને સવારે પર્વત પરથી નીચે ઊતરવા લાગ્યા, ત્યારે અધવચ્ચે તેમને પંદરસો તાપસો મળી ગયા. એ