________________
પ૨૪ ]
[ મહામણિ ચિંતામણિ
અગ્નિભૂતિ તેમના નાના ભાઈ. તેમનો જન્મ કૃત્તિકા નક્ષત્રમાં થયો હતો. તે ૪૬ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા, ૧૨ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહ્યા અને ૧૬ વર્ષ સુધી કેવળી અવસ્થામાં રહ્યા. ૭૪ વર્ષની વયે મોક્ષ પ્રાપ્ત કર્યો.
ત્રીજા ગણધર વાયુભૂતિ, તે પણ ઇન્દ્રભૂતિના નાના ભાઈ હતા. તેમનો જન્મ સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. તે ૪૨ વર્ષ સુધી ગૃહસ્થ-પર્યાયમાં રહ્યા, ૧૦ વર્ષ સુધી છદ્મસ્થ પર્યાયમાં રહ્યા અને ૧૮ વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા. તેમ ૭૦ વર્ષની ઉંમર પૂર્ણ કરીને તેમણે સિદ્ધગતિ પ્રાપ્ત કરી.
ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ ત્રણે સગા ભાઈ હતા.
ચોથા ગણધર ભક્ત, જે પિતા ધનમિત્ર અને માતા વારુણીના પુત્ર હતા, કોલ્લોગ સંનિવેશના નિવાસી હતા, ભારદ્વાજગોત્રીય હતા. તેમનો જન્મ શ્રવણ નક્ષત્રમાં થયો હતો. ૫૦ વર્ષની વયે ચારિત્ર ગ્રહણ કર્યું. ૧૨ વર્ષ સંયમપાલન પશ્ચાત્ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૮ વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા અને ૮૦ વર્ષની ઉંમર પરિપૂર્ણ કરીને તે મુક્તિગામી થયા.
| ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જન્મેલા ગણધર સુધમાં પણ કોલ્લાગ સંનિવેશના નિવાસી હતા. અગ્નિવૈશ્યાપનગોત્રીય ધમ્મિલ પિતા અને ભદ્રિલા માતાના તે સંતાન હતા. ૫૦ વર્ષની ઉંમરમાં તેમણે સંયમ ગ્રહણ કર્યો. ૪૨ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. તે પછી ૮ વર્ષ કેવળી પર્યાયમાં વ્યતીત કરીને, ૧૦૦ વર્ષની ઉંમર પૂર્ણ કરીને, સિદ્ધગતિને પ્રાપ્ત થયા.
વસિષ્ઠગોત્રીય ધનદેવ પિતા તથા વિજયાદેવીના સંતાન મંડિક ગણધર મઘા નક્ષત્રમાં જન્મ્યા હતા. તેમણે ૬૫ વર્ષની ઉંમરમાં ભગવાન પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ૧૪ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહેવા પશ્ચાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૬ વર્ષ કેવળી પયયમાં વિતાવીને તેમણે ૯૫ ! વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું.
- સાતમાં ગણધર કશ્યપગોત્રીય મૌર્યપુત્ર હતા. તે રોહિણી નક્ષત્રમાં જન્મ્યા હતા. મૌર્ય પિતા અને વિજયદેવા માતાના સંતાન હતા. મૌર્ય સંન્નિવેશના નિવાસી હતા. ૨૨ વર્ષની ઉંમરમાં ચારિત્ર ગ્રહણ કર્યું. પર વર્ષ સંયમપાલન પશ્ચાત્ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૬ વર્ષ તેરમા ગુણસ્થાનમાં વિતાવીને તેમની પોતાની ૮૦ વર્ષની ઉંમર પૂર્ણ થતાં મુક્તિ પ્રાપ્ત કરી.
મિથિલાનિવાસી દેવ પિતા અને જયંતી માતાના પુત્ર અકમ્પિત ગૌતમ ગોત્રીય હતા. ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા હતા. ૪૮ વર્ષની ઉંમરમાં ચારિત્ર ગ્રહણ કરીને ૯ વર્ષ છઘ0 અવસ્થામાં વિતાવ્યાં. ૨૧ વર્ષ કેવળી પર્યાયમાં, ૭૮ વર્ષની વયે નિવણિ પ્રાપ્ત કર્યું.
કોશલા નિવાસી હસ્તિગોત્રીય અચલભ્રાતા ગણધર વસુ પિતા વ નંદા માતાના સંતાન હતા. મૃગશિરા નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. તેમણે ૪૬ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૧૨ વર્ષ છઘસ્થ અવસ્થામાં અને ૧૪ વર્ષ કેવળી અવસ્થામાં વિતાવીને ૭૨ વર્ષની ઉંમરમાં નિવણિ પ્રાપ્ત કર્યું.
દસમા ગણધર મેતાર્ય અશ્વિની નક્ષત્રમાં જન્મ્યા હતા. કૌશાંબી નિવાસી કૌડિયગોત્રીય દત્ત પિતા તથા વરુણદેવા માતાના તે પુત્ર હતા. ૩૬ વર્ષ ગૃહસ્થ ધર્મના પાલન પશ્ચાત્ તેમણે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી. દીક્ષાનાં ૧૦ વર્ષ પછી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૬ વર્ષ