________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ] .
A
[ ૫૩૩
ઘોર રાત્રીએ પોતાના શ્રેષ્ઠ શિષ્ય ગૌતમની ગેરહાજરીમાં નિર્વાણ પામ્યા. ચારે દિશામાં શંખનાદ થયો. સ્વર્ગ દુંદુભિનાદથી ગાજી ઊઠ્યું!
• માનવ માનવના અંતરમાં જ્ઞાનજ્યોત પ્રગટાવનાર મહાદીપક લોકચર્મચક્ષુ સામેથી વિદાય લઈ ચૂક્યો એટલે માનવે સ્થૂળ કોડિયામાં દીપકમાળા પ્રગટાવી અંધારી રાત્રિને ઝળહળાવી મૂકી. હજારો દીપકોથી ઝળહળી ઊઠેલી રાત્રિ દિવાળી કહેવાઈ.
બીજી પ્રભાતે, હજી સૂર્યે પોતાનું મુખ પૂર્વ દિશા પર કાર્યું ન હતું. પૂર્વ દિશાએ એના આગમન પૂર્વે કસુંબી રંગની ચૂંદડી ઓઢી લીધી ન હતી. એવા વખતે ભગવાન મહાવીરની આજ્ઞાને સાર્થક કરવા બાજુના ગામમાં ગયેલ ગૌતમસ્વામી દેવશમને પ્રતિબોધી ઉતાવળે પગલે પ્રભુ પાસે આવવા નીકળી ચુકયા છે. ત્યાં તો સાંભળ્યું કે, પ્રભ નિવણિ પામ્યા છે ! ગૌતમના હૃદયમાં જબરદસ્ત ધ્રાસકો પડ્યો. કોઈ મુનિરાજે આ પ્રસંગ ઢાળમાં વણ્યો છે :
ધશક પડ્યો ધ્રાસકો, ઊપજ્યો ખેદ અપાર;
વીર! વીર! કહી વલવલે, સ્મરે ગુણ સંભાર. ગૌતમ મુનિના હૃદયમાં ગજબ ધ્રાસકો પડ્યો. તેઓ વીર ! વીર ! કહીને એક બાળકની માફક રડવા લાગ્યા. ભગવાન મહાવીરના ગુણો સંભારીને આંસુડાં સારવા લાગ્યા. અને આગળ વધતાં વધતાં કહેવા લાગ્યા કે–
અહો, પ્રભુ! આ શું કર્યું, દીનાનાથ દયાળ!
તે અવસર મુજને તમે કાઢ્યો દૂર કૃપાળ.” અહો, પ્રભુ! મારા એવા તે કયા ભવના અંતરાયો મને નડ્યા કે જેને તમે જીવન સુધી રાખ્યો અને છેલ્લી ઘડીએ વિખૂટો પાડ્યો ? છેલ્લી ઘડીએ અળગો કર્યો ? કહો, પ્રભુ ! મારો એવો શો અપરાધ હતો ?
પૂછીશ કોને પ્રશ્ન હું, ભત્તે કહી ભગવંત;
ઉત્તર કોણ મુજ આપશે, ગોયમ કહી ગુણવંત.” એ તો કહો, પ્રભુ! હવે હું ભગવાન' કહીને પ્રશ્ન કોને પૂછીશ? મારા પ્રશ્નનો ઉત્તર કોણ આપશે ? પ્રભુ! મને મહર્ષિ ગૌતમ, ગૌતમ ગણધર ને ગુરુ ગૌતમ કહીને બધા બોલાવશે; પણ ‘ગોયમ” કહીને કોણ બોલાવશે? “ગૌતમ !'નો નેહભર્યો રણકો હવે ક્યાં સાંભળવા મળશે?
- પાવાપુરીના દ્વારે આવતાં આવતાં તેમના મુખ ઉપર કોઈ અજબ રેખાઓ રમવા લાગી. જાણે ગૌતમ મુનિના અંતરમાં પડેલા પ્રભુ મહાવીરનાં દિવ્ય વચન-કિરણો, જે ભાવનાના અતિરેકના ભારથી દબાઈ ગયાં હતાં તે ખૂબ વિલાપના અંતે પ્રકાશવા લાગી ચૂક્યાં હતાં. તેમના અંતરમાં પ્રભુ મહાવીરનાં દિવ્ય વચનોનો સુમધુર ધ્વનિ ઊઠવા લાગ્યો. અને
“ગોયમ ! વ્યક્તિ પ્રત્યેનો મોહ એ એક પ્રકારની ભ્રાન્તિ છે. આજે જગતમાં આવી ભ્રાન્તિની સત્તા ચાલી રહી છે. આ વ્યક્તિરાગ એક એવી વસ્તુ છે કે જે ભલભલા સંયમી તપસ્વીઓને પણ નિમલ્મ બનાવી મૂકે છે. ગૌતમ ! તને ફરીવાર પણ એ જ કહું છું કે, આ હાડચામથી બનેલા માનવદેહ પ્રતિ અતિ સ્નેહ રાખવો એ મોટામાં મોટું દુઃખનું કારણ છે. માટે, એ નાશવંત