________________
૫૩૪ ].
[ મહામણિ ચિંતામણિ
શરીરના પૂતળાને નજર સમક્ષથી દૂર કરીને, અંતરદૃષ્ટિએ જોઈશ તો તને સત્ય દેખાયા વિના રહેશે નહીં. ત્યાં પ્રભુ કે ગૌતમ નહીં દેખાય, ગુરુ કે શિષ્ય નહીં દેખાય, મહાન કે વામનનો ભેદ નહીં દેખાય. ત્યાં દેખાશે એક માત્ર પરમ દિવ્ય જ્યોતિ !
એ પરમ જ્યોતિ સદાને માટે પ્રકાશમય જ રહેવાની ! આ શરીરનો કોઠો ક્ષણભંગુર છે, એનો તો એક વખત અંત આવવાનો જ છે. માટે વ્યક્તિપૂજાને બદલે આત્મિકપૂજાને લક્ષ્ય બનાવ. માત્ર શરીરરાગી બનવાને બદલે આત્મરાગી બન !' |
એક બાજુ નૂતન વર્ષની નવલી ઉષા પ્રગટી જગતને પ્રકાશમય બનાવી રહી હતી ! બીજી બાજુ લબ્ધિવાન ગૌતમના અંતરની અંદર દિવ્યજ્ઞાન-કેવળજ્ઞાનની ઉષા પ્રગટી રહી હતી !
કારણ કે, જે વસ્તુ પ્રભુ મહાવીરની હયાતીમાં ગૌતમસ્વામીને સમજાઈ ન હતી. તે પ્રભુના નિવણ બાદ ગૌતમ મુનિને સમજાઈ ગઈ !!
(અમદાવાદ - ઝવેરીપાર્ક, શ્રી આદીશ્વર જૈન મંદિરમાં
બિરાજમાન શ્રી ગૌતમસ્વામી
More अहमदाबादस्वकरीचा श्रीआदीवारोगसंषर