________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૦૫
પ્રતીતિ થઈ—જાણે કે ઘણા જૂના કાળના કોઈ આપ્તજન અનાયાસે મળ્યા હોય એટલો પ્રથમ દર્શને જ સંતોષ થયો. ગૌતમસ્વામીએ વૈરાગ્યનાં જે બે-ચાર વાક્યો ઉચ્ચાર્યાં તે પણ તેના અંતરમાં આરપાર ઊતરી ગયાં. તે પોતાનું જે કંઈ હતું તે બધું ત્યાં પડતું મૂકી શ્રી ગૌતમસ્વામી સાથે ચાલી નીકળ્યો.
‘આવી શાંત મુદ્રા મેં જીવનભરમાં નિહાળી નથી અને આવી હિતકર વાણી પણ હું આજે જ સાંભળું છું.' ખેડૂત બોલ્યો.
ગૌતમસ્વામીએ તેને મહાવીર પરમાત્માનો વેષ આપ્યો અને ખેડૂતે અંતરના ઉમળકા સાથે અંગીકાર કર્યો.
બંને પાછા આગળ ચાલ્યા.
હવે આપણે ક્યાં જઈશું ?' થોડે દૂર ગયા પછી ખેડૂતે પૂછ્યું.
‘મારા ગુરુદેવ પાસે.’
‘તમારે પણ ગુરુદેવ છે ? અહો ! એ તો વળી કેવાયે શાંત, મધુર અને ઉપકારક હશે !' ખેડૂતના આશ્ચર્યનો પાર ન રહ્યો.
દેવો પણ જેની ચરણરજ લઈ પોતાને કૃતાર્થ માને એવા એ વિશ્વવંદ્ય અને પવિત્ર પુરુષ છે.' ગૌતમે ખુલાસો કર્યો.
અત્યંત સદ્ભાવ અને શ્રદ્ધાથી પ્રેરાયેલો ખેડૂત ત્વરિત ગતિએ માર્ગ કાપતો આગળ ચાલ્યો. ગૌતમસ્વામીએ માર્ગમાં મહાવીર ભગવાનના અતિશયોનું વિસ્તૃત વર્ણન સંભળાવ્યું.
મહાવીર ભગવાન એ વખતે સમવસરણમાં વિરાજ્યા હતા. ઊછળતા ઉલ્લાસ અને દૈવી ઋદ્ધિ-સમૃદ્ધિ વડે વાતાવરણ ભરચક ભાસતું હતું. ગમે તેવા નિષ્ઠુર સંસારીનું શિશ પણ મહાવીરના ચરણમાં નમી પડે એવો તેમનો પ્રભાવ હતો.
ખેડૂતે આઘેથી આ દેખાવ જોયો. મહાવીરની મુખમુદ્રા નિહાળી. તેને એમાં સૌમ્યતા અને શાંતિ ન જણાયાં. તે ચમક્યો. પૂર્વનો કોઈ વિરોધી પોતાના પરિવારની મધ્યમાં બેઠો હોય એમ તેને લાગ્યું. તેણે દીર્ઘ નિઃશ્વાસ મૂક્યો અને કંઈ પણ બોલ્યા વિના પીઠ ફેરવી.
ગૌતમસ્વામી કંઈ નિશ્ચય ન કરી શક્યા. જે પવિત્ર પુરુષ પાસે જન્મવેરીઓ પણ પોતાનું વૈર ભૂલી જાય તેને જોઈને આ ખેડૂત એકાએક ઉદાસ કેમ થયો એ તેમનાથી ન સમજાયું.
‘જોયો ? ગૌતમસ્વામીનો આ શિષ્ય !' પર્ષદામાંથી કોઈના છૂપા હાસ્યનો અવાજ સંભળાયો. “શિષ્ય તો બહુ સારો શોધી લાવ્યા !' બીજાએ ટીકામાં ઉમેરો કર્યો.
ગૌતમસ્વામી પોતે પણ શરમાયા. જેને પ્રતિબોધ કરવાનું પોતે અભિમાન રાખતા હતા
તે શિષ્યને આવો કાયર જોઈને તેમને મનમાં અત્યંત ગ્લાનિ થઈ.
૬૪
મુનિ ! આ જગતવંઘ પરમાત્માને વંદન કરો. મુનિઓના અગ્રણી અને મુક્તિમાર્ગના ઉપદેષ્ટા એવા આ પુરુષના ચરણમાં આત્મનિવેદન કરો. ગૌતમસ્વામીએ પરમ શાંતિપૂર્વક ખેડૂત-શિષ્યને કહ્યું.