________________
૫૧૬ ]
[ મહામણિ ચિંતામણિ
પાશ-બંધન કોને કહેવાયાં છે?”
‘તીવ્ર રાગ-દ્વેષ વગેરે અને સ્નેહ ભયંકર પાશ-બંધન છે. એમને ધર્મ-નીતિ મુજબ કાપીને ક્રમાનુસાર વિચરણ કરું છું.’
હૃદયની ભીતર ઉત્પન્ન એક લતા છે જેનું ભક્ષણ કરવાથી ઝેર સમું ફળ આપે છે. આપે એને કેવી રીતે ઉખાડી ?'
‘એ લતાને સંપૂર્ણપણે કાપીને અને મૂળમાંથી ઉખાડીને હું નીતિ અનુસાર વિચરણ કરું છું. આથી હું તેનું ઝેર ખાવાથી મુક્ત છું.’
એ લતા આપ કઈ કહો છો ?” કેશી શ્રમણે પૂછ્યું.
ભવ-તૃષ્ણાને જ ભયંકર લતા–વેલ કહી છે. એમાં ભયંકર વિપાકી-ફળ લાગે છે. હું એને મૂળમાંથી જ ઉખાડી, નીતિ અનુસાર વિચરણ કરું છું.' ગૌતમે ઉત્તર આપ્યો.
શરીરધારી જીવોને દઝાડતી-બાળતી રહેતી ઘોર અગ્નિ-જ્વાળાઓ ચારે તરફ પ્રજ્વલિત થઈ રહી છે. આપે એ કઈ રીતે બુઝાવી?” કેશી શ્રમણે પ્રશ્ન કર્યો.
ગૌતમે કહ્યું, “મહામેઘથી ઉત્પન્ન બધા જળમાંથી ઉત્તમ જળ લઈ હું એનું નિરન્તર સિંચન કરું છું. આ કારણે સિંચન-શાંત કરેલી અગન-જ્વાળાઓ મને દઝાડતી નથી.'
એ અગન-જ્વાળાઓ કઈ છે?’ કેશી શ્રમણે પૂછ્યું.
‘ક્રોધ, માન, માયા, લોભને જ અગન-જ્વાળાઓ કહી છે. શ્રત, શીલ અને તપ જળ છે. શ્રુત-શીલતપરૂપ જળધારાથી શાંત અને નષ્ટ થયેલી અગન-જ્વાળાઓ મને દઝાડતી નથી.'
સંસારમાં અનેક કુપંથ છે. એની પર ચાલવાથી પ્રાણી ભટકવા લાગે છે. સન્માર્ગ પર ચાલતાં આપ કેમ ભટક્યા નહીં ભ્રષ્ટ થયા નહીં?”
જે સન્માર્ગ પર ચાલે છે અને જેઓ ઉન્માર્ગ પર ચાલે છે તે બધાં મારા જાણેલાં છે. એથી જ હું ભ્રષ્ટ થતો નથી.'
“માર્ગ શેને કહેવાય છે?’
કુપ્રવચનોને માનનારા બધા પાખંડી ઉન્માર્ગગામી છે, સન્માર્ગ તો જિનેન્દ્ર-વીતરાગ દ્વારા કથિત છે અને એ જ માર્ગ ઉત્તમ છે.'
‘મહાન જળ-પ્રવાહના વેગથી વહેતા (ડૂબતા) પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ આપ કોને માનો છો ?'
જળની મધ્યમાં એક વિશાળ મહાદ્વીપ છે જ્યાં મહાન જળ-પ્રવાહના વેગની ગતિ નથી.” ‘દ્વીપ આપ કોને કહો છો ?'
‘જરા અને મરણના વેગથી વહેતાં-ડૂબતાં પ્રાણીઓને માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, ગતિ છે અને ઉત્તમ શરણ છે.'
‘મહાપ્રવાહવાળા સમુદ્રમાં નૌકા ડગમગી રહી છે, આપ એના પર આરૂઢ થઈને સામે પાર કેમ જઈ શકશો?”
000
0
000000