________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૫૧૫
-
ગૌતમે કેશી શ્રમણના પ્રશ્નનો ગંભીરતાપૂર્વક ઉત્તર આપ્યો– જે ધર્મમાં જીવાદિ તત્ત્વોનો વિશેષ નિશ્ચય કરાય છે, એવા તત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવના મુનિઓ સ્વભાવે ઋજુ (સરળ) અને જડ (મંદમતિ) હોય છે, અંતિમ તીર્થંકર મહાવીરસ્વામીના મુનિઓ સ્વભાવે વક્ર અને જડ હોય છે. આ જ કારણે ધર્મના બે પ્રકાર કરવામાં આવ્યા છે.
પ્રથમ તીર્થંકરના મુનિઓના કલ્પ સાધ્વાચાર દુર્વિશોધ્ય હતો. અંતિમ તીર્થંકરના મુનિઓ દ્વારા સાધ્વાચારનું પાલન કરવું મુશ્કેલ છે પરંતુ મધ્યના બાવીશ તીર્થકરોના સાધકો દ્વારા કલ્પનું ! પાલન કરવું સરળ છે.”
ગૌતમના ઉત્તરથી કેશી શ્રમણને પૂર્ણ સંતોષ થયો. તેમણે કહ્યું–હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારું સમાધાન તો કરી આપ્યું પણ મને બીજી એક શંકા પણ છે. મારી એ અંગેની જિજ્ઞાસાને શાંત કરો. વર્ધમાનસ્વામીએ અચેલક ધર્મનો ઉપદેશ આપ્યો છે અને મહાયશસ્વી પાર્શ્વનાથે સચેલક ધર્મનો. એક જ કાર્યથી પ્રવૃત્ત આ બંનેમાં તફાવતનું શું કારણ છે? બે જાતના વેશ જોઈને આપને કેમ સંદેહ થતો નથી?'
ગૌતમે કેશી શ્રમણના પ્રશ્નોને ખૂબ ધીરજપૂર્વક સાંભળ્યા અને કહ્યું–ધર્મનાં સાધનોને યથોચિત રૂપે જાણીને જ– સારી રીતે વિજ્ઞાન પ્રાપ્તિ પછી જ–એની અનુમતિ આપી છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં ઉપકરણોનું વિધાન જનતાની પ્રતીતિ માટે છે, સંયમ યાત્રા-નિવહિને માટે છે અને હું સાધુ છું એ પ્રકારનો બોધ રહે માટે જ લોકમાં લિંગ ચિલ)નું પ્રયોજન છે. વસ્તુતઃ બંને તીર્થકરોના સિદ્ધાંત, નિશ્રયદષ્ટિએ તો, સમ્યક-જ્ઞાન-દર્શન અને ચારિત્ર્ય જ મોક્ષનું વાસ્તવિક સાધન છે.'
કેશી શ્રમણે ફરી પ્રશ્ન કર્યો – હે ગૌતમ ! આપ અનેક દુશ્મનો વચ્ચે ઊભા છો, તેઓ તમારા પર વિજય મેળવવા દોડી રહ્યા છે. આપે એ શત્રુઓને કેવી રીતે જીતી લીધા?”
ગૌતમે પ્રશ્ન સાંભળી ઉત્તર આપ્યો : એકને જીતવાથી પાંચ જિતાઈ ગયા અને પાંચને જીતવાથી દશ જિતાઈ ગયા. દશેયને જીતીને મેં બધા શત્રુઓને જીતી લીધા.'
‘આપે શત્રુ કોને કહ્યા?”
હે મુનિશ્રેષ્ઠ ! એક ન જીતેલો આત્મા જ શત્રુ છે. કષાય અને ઇન્દ્રિયો શત્રુ છે. એમને જીતીને હું નીતિ અનુસાર વિહાર કરું છું.'
' અર્થાત એક આત્માને જીતી લેવાથી જે ક્રોધાદિ ચાર કષાય છે એમને જીત્યા અને મન સહિત પાંચેયને જીતવાથી પાંચ ઇન્દ્રિયો જે મનને આધીન છે, તેમને પણ જીતી લઈ શકાય છે. આ બધા મળીને દશ થાય છે. અને આ દશને જીતી લેવાથી, એના આખ્ખા પરિવારને જેની સંખ્યા હજારોની છે, જીતી લેવાય છે. આ જ ગૌતમના કથનનો અર્થ છે.
“આ લોકમાં ઘણાં શરીરધારી જીવો પાશોથી બદ્ધ દષ્ટિગોચર થાય છે. આપ બંધનથી મુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો ?'
એ બંધનોને સર્વ પ્રકારે કાપીને તથા ઉપાયોથી વિનષ્ટ કરીને બંધનમુક્ત અને લઘુભૂત થઈને વિચરણ કરું છું.” ગૌતમે કેશી શ્રમણની શંકાનું નિવારણ કર્યું.