________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
T૫૧૭.
--
------------
-
--
-
જે નૌકા છિદ્રયુક્ત છે એ સમુદ્ર પાર સુધી જઈ શકતી નથી.” આપ નૌકા કોને કહો છો ?'
“શરીરને નૌકા કહેવામાં આવી છે અને જીવ તેનો નાવિક છે. સંસારને સમુદ્ર કહેવાયો છે જેને મહર્ષિ પાર કરી શકે છે.'
“ઘોર અને ગાઢ અંધકારમાં ઘણાં પ્રાણીઓ રહે છે. સંપૂર્ણ લોકમાં પ્રાણીઓ માટે કોણ પ્રકાશ પ્રદાન કરશે?”
સમગ્ર લોકમાં પ્રકાશ કરવાવાળો નિર્મળ સૂર્ય ઉદિત થઈ ચૂક્યો છે, તે જ સમસ્ત લોકમાં પ્રાણીઓને માટે પ્રકાશ પ્રદાન કરશે.”
આપ સૂર્ય શેને કહો છો ?”
જેનો સંસાર ક્ષીણ થઈ ચૂક્યો છે, જે સર્વજ્ઞ છે એવો જેનો સૂર્ય ઉદિત થઈ ગયો છે તે જ સમસ્ત લોકમાં પ્રાણીઓને માટે પ્રકાશ કરશે.”
“શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત પ્રાણીઓને માટે ક્ષેમ-શિવ અને અનાબાધ (બાધા- વિધ્વ-રહિત) સ્થાન કયું છે ?'
અગ્રભાગમાં એક સ્થાન એવું છે જ્યાં વૃદ્ધત્વ, મૃત્યુ, વ્યાધિઓ તથા વેદનાઓ નથી. પણ ત્યાં પહોંચવું બહુ જ મુશ્કેલ છે.'
એ કયું સ્થાન ?' - જે સ્થાનને મહામુનિજન જ મેળવી શકે છે તે સ્થાન નિવણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ અને અનાબાધ છે. ભવ-પ્રવાહનો અંત કરી દેનારા મહામુનિ જેને પ્રાપ્ત કરી, શોખથી મુક્ત થઈ જાય છે તે સ્થાન લોકના અગ્રભાગમાં છે. અને જ્યાં પહોંચવું અત્યંત કઠિન છે, શાશ્વતરૂપે ત્યાં જ વાસ થઈ જાય છે.'
ગૌતમસ્વામી દ્વારા પોતાની શંકાઓનું સમાધાન થવાથી કેશી શ્રમણ ખૂબ જ સંતુષ્ટ અને પ્રભાવિત થયા. આથી જ એમણે ઇન્દ્રભૂતિ ગૌતમને સંશયાતીત, સર્વસિદ્ધાંતસમુદ્ર શબ્દથી સંબોધિત કરી મસ્તક ઝુકાવી વંદન કર્યા. સાથોસાથ તેમણે પહેલાં જે ચાતુર્યામ ધર્મ ગ્રહણ કર્યો હતો એનું અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના પંચ મહાવ્રતરૂપ ધર્મમાં વિલીનીકરણ કરી દીધું. અર્થાત્ | પંચમહાવ્રતધર્મનો અંગીકાર કરી લીધો. - એ તિન્દુક ઉદ્યાનમાં કેશી અને ગૌતમનો જે સમાગમ થયો એથી શ્રુત અને શીલનો ઉત્કર્ષ થયો અને મહાન પ્રયોજનભૂત અર્થોનો વિનિશ્ચય થયો. તે સમગ્ર સભા ધર્મચર્ચાથી સંતુષ્ટ થઈ અને મુક્તિમાર્ગમાં સમુપસ્થિત થઈ.
* * *