________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૧૧
નાશ સાથે જ આ વિજ્ઞાનઘન ચેતન પણ નાશ પામે છે. પરલોક નથી, અને જીવનું પરલોકગમન થતું નથી. જેમ દીપક પ્રજ્વલિત થતાં જ પ્રકાશ ઉત્પન્ન થાય છે અને ઓલવાતાં જ પ્રકાશ નષ્ટ થઈ જાય છે, તેમ પંચમહાભૂતોના સંયોગથી જીવ પ્રગટ થાય છે અને તેના વિઘટનથી જીવ પણ લુપ્ત થઈ જાય છે. પંચમહાભૂતો સિવાય અલગ જીવ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. આમ, વેદોમાં એમ પણ કહ્યું છે કે, મનના જ્ઞાનમયઃ મનોમ:...અથતિ આ આત્મા જ્ઞાન મનોમય છે, વગેરે.
આ બન્ને વેદવચનોમાં પરસ્પર વિરોધ દેખાય છે. પ્રથમ વેદવચનથી જીવનો નિષેધ સિદ્ધ થાય છે, તો બીજા વેદવચનથી જીવનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થાય છે. એટલા માટે તમારા મનમાં જીવના અસ્તિત્વ બાબત શંકા ઉત્પન્ન થઈ છે કે જીવ છે કે નહીં.
પરંતુ હે ગૌતમ ! તમારી આ શંકા નિરર્થક છે. પહેલું વેદવચન પણ જીવની સ્વતંત્ર સત્તા સિદ્ધ કરે છે. એનો અર્થ આ પ્રમાણે પણ થઈ શકે અને પેલો અર્થ પણ સાચો છે. સાંભળો, વિજ્ઞાનનો અર્થ છે જ્ઞાન અને દર્શન. જીવ જ્ઞાન અને દર્શનથી અભિન્ન છે. તે જ્ઞાન-દર્શનમય છે; તેથી વિજ્ઞાનઘનનો અર્થ જીવ જ થાય છે. આ જીવને તેથ: મૂળ અથત ઘટાદિક ભૂતોના દર્શનથી સમુWાય અથતિ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તાનિ અવ એ જ જ્ઞાન શેયમાંથી ઉપયોગ ચાલ્યો જવાથી એમાં જ વિલીન થઈ જાય છે. વિથતિ અથર્ પછી તે ઘટનાબોધનો પર્યાય નાશ પામે છે. ન છેત્ય સંજ્ઞા તિ અર્થાત્ પૂર્વમાં જે જ્ઞાનસંશા હતી તે રહી નહીં. ઘટના દર્શનથી જે જ્ઞાન થયું તે ઘટમાં જ રહ્યું, પટમાં નહીં. જીવનું ઘટના વિષયમાં જે જ્ઞાન દર્શનોપયોગ હોય છે તે ઘટમાં જ હોય છે, પટમાં નથી હોતું.
એટલા માટે વેદપદોમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. યજુર્વેદમાં પણ કહ્યું છે—તિ રહ્યા ત્ર યો વેરિ સ નીવઃ |–દયા, દાન અને દમન–આ ત્રણ દ-કારોને જે જાણે છે તે જીવ છે. ' હે ઇન્દ્રભૂતિતે સકળ દેહમાં એવી રીતે વ્યાપેલો રહે છે, જેમ તલમાં તેલ, દૂધમાં ઘી અને લાકડામાં અગ્નિ. શરીર ભોગ્ય છે અને જીવ તેનો ભોક્તા છે. જીવના અસ્તિત્વ બાબતમાં કોઈ પ્રકારની ચિંતા નહીં કરવી જોઈએ.’
ભગવાનના શ્રીમુખે પોતાની શંકાનું સમાધાન સાંભળીને ઇન્દ્રભૂતિ કૃતાર્થ બની ગયા. એમનું સઘળું અભિમાન ઓગળી ગયું. ત્રણ લોકના નાથનાં દર્શન કરીને તેઓ ગદ્ગદ થઈ ગયા. ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ ભગવાનનાં ચરણોમાં નમી પડ્યા. પોતાના પાંચસો શિષ્યો સાથે તેમણે ભગવાન પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેઓ ભગવાનના પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર બન્યા. ભગવાને તેમને ત્રિપદી પ્રદાન કરી–ઉપઈ વા વિગમેઈ વા ધુવેઈ વા. આ ત્રિપદીને તેમણે દ્વાદશાંગીમાં વિસ્તારિત કરી. ભગવાને જે જે અર્થ પ્રગટ કર્યા, તે સર્વને તેમણે સૂત્રબદ્ધ કર્યા. આ પ્રમાણે જિનાગમોનું પ્રવર્તન થયું.
શ્રી ઇન્દ્રભૂતિની જેમ જ બીજા બધા વિદ્વાનો ભગવાન મહાવીર સાથે વિવાદ કરવા માટે ગયા અને પોતાની શંકાઓનું સમાધાન મેળવતાં જ તે ભવભીરુ આત્માઓએ પોતાના શિષ્યગણ. સાથે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ વૈશાખ સુદ એકાદશીને દિવસે અગિયાર મહાવિદ્વાન બ્રાહ્મણોએ પોતાના ચુંમાલીસસો શિષ્યો સાથે મુક્તિમાર્ગ પ્રતિ પ્રયાણ કર્યું. તે અગિયાર વિદ્વાનો