________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૦૭
ઇન્દ્રભૂતિ ગૌતમની મંગલ ગાથા
-પાણિ
વિશ્વનું તંત્ર નિશ્ચિત શાશ્વત-સનાતન સત્યોને અનુસરીને ચાલી રહ્યું છે. આ શાશ્વત સત્યો અવિરતપણે અને અચૂકપણે તેનાં કાર્યો કરી રહ્યાં છે. આ શાશ્વત સત્યો સર્વ સ્થળે અને સર્વ કાળે સાચાં હોય છે.
વિશ્વની કોઈ સત્તા એને ઉથલાવી શકતી નથી. તીર્થકરોએ આપેલ ત્રિપદી અને તેમાંથી આ ગણધરોએ ગૂંથી છે દ્વાદશાંગી!
ઈન્દ્રભૂતિથી લઈને નિસર્ગનાં, પ્રકૃતિનાં સર્વ સત્યોનું સાક્ષાત્કાર કરનાર ગણધર ગૌતમ સુધીનું સુંદર મજાનું વિશ્લેષણ અહીં નજરે પડે છે.
સંવાદ છે માટે જ સ્વીકાર છે. સામાને સમજવાની ભૂમિકા છે માટે જ સાક્ષાત્કાર છે..... –સંપાદક
ભગવાન મહાવીરના શાસનમાં ઇન્દ્રભૂતિ ગૌતમનું સ્થાન સર્વોપરી છે. ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના સર્વપ્રથમ શિષ્ય અને ગણધર હતા. તેઓ ચૌદ હજાર સાધુઓ અને છત્રીશ હજાર સાધ્વીઓના અગ્રણી હતા. ભગવાન મહાવીર જે કાંઈ કહેતા, તે ગૌતમને સંબોધીને જ કહેતા હતા. સમય ગોયમ મા પમાયએ –ભગવાન મહાવીરનું આ વચન આજે પણ જેમનું તેમ સુરક્ષિત છે. ભગવાન મહાવીરના પરમ પ્રેમપાત્ર ઇન્દ્રભૂતિ ગૌતમ જ હતા. કદાચ એટલે જ આજે પણ ચતુર્વિધ સંઘ ભગવાન મહાવીર પછી તરત જ તેમને જ યાદ કરે છે. એ મંગળ શ્લોક આ પ્રમાણે છે :
मंगलं भगवान् वीरो, मंगलं गौतम प्रभुः ।
मंगलं स्थुलिभद्राद्याः, जैन धर्मोऽस्तु मंगलम् ॥ શ્રી ગૌતમસ્વામીના અદ્ભુત સમર્પણે તેમને મંગલકારીઓમાં બીજું સ્થાન પ્રાપ્ત કરાવી દીધું છે. ભગવાન મહાવીર પ્રત્યે તેમનું સમર્પણ અદ્ભુત હતું. તેઓએ ભગવાન પ્રત્યે પોતાનું કેવળજ્ઞાન પણ ન્યોછાવર કરી દીધું હતું. તેઓને કેવળજ્ઞાનથી મહાવીર પ્રભુ વધારે વહાલા હતા. શું તે જાણતા ન હતા કે ગુરુ પ્રત્યેનો અસીમ અનુરાગ તેમને કેવલજ્ઞાન પ્રાપ્તિમાં બાધક બની રહ્યો છે?! ચોક્કસ જાણતા હતા, પરંતુ તેમને પોતાના કેવલજ્ઞાનની એટલી પરવા ન હતી જેટલી પોતાના ગુરુની પરવા હતી. ગુરુ એટલા બધા વહાલા હતા કે ક્ષણવાર માટે પણ તેઓ તેમનો વિરહ સહન કરી શકતા નહીં. પરમ ભક્તની આ જ ઓળખાણ છે ને! પરમ ભક્ત મુક્તિ નહિ, જન્મોજન્મ ભક્તિ ઇચ્છે છે. તેને ભય છે કે જો મને મુક્તિ મળી ગઈ તો મારી ભક્તિ ચાલી જશે. એમ તો ન જ થવું જોઈએ. “જયવીયરાય' નામના પ્રાર્થના સૂત્રમાં પણ એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે