________________
[ મહામણિ ચિંતામણિ
એ જ જો પરમાત્મા હોય અને તમારા ગુરુ હોય તો મને દીક્ષાના આ વેષની પણ કંઈ જ જરૂ૨ નથી. મારાથી એક ક્ષણ પણ તેમની પાસે ન રહી શકાય. એને જોતાં જ મને કંઈ કંઈ થઈ જાય છે !' એટલું કહી ગૌતમસ્વામીનો આ નવો શિષ્ય ત્યાંથી નાઠો.
૫૦૬ ]
મહાવીર પ્રભુ પાસે આવી, બે હાથની અંજલી જોડી ગૌતમસ્વામીએ પૂછ્યું : પ્રભુ ! કોઈની ઉપર નહીં ને આપની ઉપર જ એને આટલું બધું વૈર શા સારુ? આપે આ સંસારમાં કોઈનું પણ અનિષ્ટ નથી કર્યું, છતાં આપને નીરખીને તે શા સારુ આમ વિહ્વળ જેવો બની ગયો ?’
‘કારણ વિના કાર્ય અસંભવિત છે. પણ એ કારણ એટલું બધું ગહન અને પુરાતન છે કે જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ તેનું સ્પષ્ટીકરણ ન કરી શકે. જો, સાંભળ !
જ્યારે હું ત્રિપૃષ્ઠ નામનો વાસુદેવ હતો ત્યારે આ ખેડૂતનો આત્મા એક સિંહ રૂપે ઉપવન અને ગામમાં ભારે રંજાડ કરતો. ત્રિપૃષ્ઠના ભવમાં મેં જ આ સિંહને પકડીને ચીરી નાખ્યો હતો. જ્યારે તે એક માણસના હાથથી મૃત્યુ પામવાને લીધે તરફડતો હતો ત્યારે તેં જ તેને મીઠાં વચનો કહી શાંત કર્યો હતો. એ ગત ભવોનું વૈર હજી ચાલ્યું આવે છે. વૈર અને સ્નેહનાં ઘણાંખરાં કારણો જીવનમાં આમ ગુપ્તપણે પ્રવર્તતાં હોય છે.'
પ્રભુના મુખના આ ઉદ્ગાર સાંભળી સૌના અંતરમાં એક પ્રકારનો નવીન પ્રકાશ પડ્યો. આ ભવના નહીં તો પૂર્વભવના કેટલાક સંસ્કારો વર્તમાન જીવનમાં કેવો અગત્યનો ભાગ ભજવે છે તે સૌને સમજાયું.
પ્રભુ પ્રત્યે અભાવ ધરાવનાર, ગૌતમસ્વામીનો શિષ્ય, માત્ર ગૌતમસ્વામી અને તેમણે સંભળાવેલાં સત્યો પ્રત્યે રુચિ અને ભક્તિ રાખી રહ્યો. તેથી તે દિવસથી તે શુકલપક્ષીયો ગણાયો. ગમે ત્યારે પણ તે પોતાનું આત્મકલ્યાણ સાધી પરમપદે પહોંચવાનો.
***
bed
YUN