________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૮૧
નનનન
અને વજૂઋષભનારા સંઘયણવાળા શ્રી ગૌતમસ્વામી મહાતપસ્વી, ઘોર બ્રહ્મચર્યના પાલક અને સંક્ષિપ્ત તેમ જ વિપુલ તેજોવેશ્યાને ધારણ કરનારા હતા. વળી તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક અને સર્વાક્ષર સંયોગોના જાણકાર હતા. છતાં તેમને જ્યારે-જ્યારે જિજ્ઞાસારૂપ સંશય થાય ત્યારે વિનયપૂર્વક કયાં કારણોથી કયું કર્મ બંધાય? કર્મથી મુક્ત થવાનો શો ઉપાય? તેમ જ “વત્તાને વસિય' વગેરેના મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછી તેનો ખુલાસો મેળવતા હતા.
હાલિક ખેડૂતનો પ્રસંગ, પૂર્વ સંસ્કારોનું પ્રાબલ્ય : પ્રારંભમાં કહ્યા પ્રમાણે શ્રી ગૌતમ મહારાજે જે સિંહને મરતી વખતે નવકારમંત્ર સંભળાવી આશ્વાસન આપ્યું હતું, તે સિંહ મરીને અત્યારે ખેડૂત થયો હતો. તેને જોઈને પ્રભુ વીરે કેવલજ્ઞાનથી જાણ્યું કે—જો કે મેં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં આને મારેલ હોવાથી મારી ઉપર તેને દ્વેષ છે, તો પણ તેનો હું ઉદ્ધાર કરું. એટલે પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે “હે વત્સ, આ સામે ખેતરમાં ખેડ કરતા ખેડૂતને પ્રતિબોધ કરવા જા !” એટલે ગૌતમસ્વામીએ ત્યાં જઈ તેને ઉપદેશ આપ્યો અને તેને દીક્ષા દીધી. પછી તેને સાથે લઈને શ્રી ગૌતમ ગણધર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાંની સાથે જ દ્વેષ જાગવાથી વેષ મૂકીને તે ખેડૂત ચાલ્યો ગયો.
અહીં સંસ્કારનો સિદ્ધાંત સમજવા જેવો છે. જેવા સંસ્કાર આ ભવમાં પડ્યા હોય તેવા સંસ્કાર લઈને જીવ ભવાંતરમાં જાય છે. પાછલા ભવમાં સંયમાદિની આરાધનાના ઉચ્ચ સંસ્કારને પ્રતાપે જ શ્રી વજુસ્વામી આદિ મહાપુરુષોને નાની ઉંમરમાં પણ સંયમ-સાધનાનો ઉત્તમ અવસર મળ્યો હતો. સાથે-સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે પાછલા ભવમાં ખરાબ સંસ્કાર પડ્યા હોય તો તેવા જ સંસ્કારનો ભવાંતરમાં અનુભવ થાય છે. હાલિકના પૂર્વસંસ્કારોએ જોર માર્યું અને તે પ્રભુ વીરને જોઈને સંયમ છોડીને નાસી ગયો.
શ્રી વીરનિર્વાણ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ :- શ્રી ગૌતમ મહારાજે પચાસ વર્ષની ઉંમર વીત્યા બાદ એકાવનમા વર્ષે દીક્ષા ગ્રહણ કરીને ત્રીસ વર્ષ સુધી, એટલે ૮૦ વર્ષની ઉંમર થઈ
ત્યાં સુધી છદ્મસ્થભાવે પ્રભુ શ્રી વીરની સેવા કરી અને આત્માને નિર્મલ કર્યો. ૮૧મા વર્ષના પ્રારંભમાં તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે પ્રસંગ આ પ્રમાણે છે : પોતાનો નિવણિસમય નજીક જાણીને પ્રભુ મહાવીરદેવે, “ગૌતમનો મારી ઉપર અત્યંત રાગ છે, માટે મારાથી દૂર હશે તો જ તેને કેવલજ્ઞાન થશે.” એમ વિચારીને શ્રી ગૌતમને નજીકના કોઈક ગામમાં રહેતા દેવશમાં નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા ફરમાવી. તે પ્રમાણે ત્યાં જઈ તેને પ્રતિબોધ પમાડી પાછા ફરતાં રસ્તામાં તેમણે, પ્રભુના પંચમ-નિવણિ-કલ્યાણક માટે આવેલા દેવોના કહેવાથી, પ્રભુ શ્રી મહાવીરના નિવણના સમાચાર જાણ્યા. તેમને અસહ્ય ખેદ થયો અને તે સ્તબ્ધ થઈ ગયા. અને તેઓ ખિન્ન હૃદયે “મહાવીર' “મહાવીર' શબ્દનો મોટે સ્વરે જાપ કરવા લાગ્યા. ‘વીર’ ‘વીર’ એમ બોલતાં બોલતાં કંઠ સુકાવા લાગ્યો એટલે છેવટે એકલો “વી’ શબ્દ જ બોલવા લાગ્યા. પોતે દ્વાદશાંગીના જાણકાર હોવાથી “વી' શબ્દથી શરૂ થતા અનેક સ્તુતિ-સૂચક શબ્દો તેમને યાદ આવ્યા. છેવટે વીતરાગ શબ્દની વિચારણા કરતાં તેમણે જાણ્યું કે–પ્રશસ્ત સ્નેહ પણ મોક્ષ પામવામાં વિજ્ઞકત છે. એમ જાણી શ્રી ગૌતમ મહારાજા વિચારવા લાગ્યા કે–ખરેખર હું ભૂલ કરું છું. પ્રભુ તો વીતરાગ છે. એમને મારી ઉપર રાગ હોય જ શેનો ખરેખર, હું જ મોહમાં પડ્યો છું,