________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૦૧
‘વિજ્ઞાનઘન એવ'-વિજ્ઞાનના સમુદાય રૂપ જ છે–તેથી વેદ-વાક્યમાં કહ્યું છે – પ્રેત્ય સંજ્ઞા અસ્તિ-પૂર્વના ઉપયોગ રૂપ સંજ્ઞા રહેતી નથી.
આત્માના ત્રણ સ્વભાવ છે ? જે પદાર્થનું વિજ્ઞાન પ્રવર્તતું હોય તે (૧) વિજ્ઞાન પર્યાય રૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થના વિજ્ઞાનપયય નાશ પામેલા હોવાથી, તે પહેલાંના (૨) વિજ્ઞાનપર્યાય રૂપે આત્મા વિનશ્વર રૂ૫ છે, અને, અનાદિ કાળથી પ્રવર્તેલી વિજ્ઞાન-સંતતિ વડે (૩) દ્રવ્યપણે આત્મા અવિનશ્વર સ્વરૂપ છે. આ પ્રમાણે પયય રૂપે આત્મા ઉત્પન્ન થાય છે, પર્યાય રૂપે આત્મા વિનાશ પામે છે, પરંતુ દ્રવ્યરૂપે તો આત્મા નિત્ય જ છે.
હે ગૌતમ ઇન્દ્રભૂતિ! ધ્યાન રાખ, પ્રત્યક્ષથી આત્માની સિદ્ધિ. જ્ઞાન દરેકને પોતાના અનુભવસિદ્ધ હોવાથી પ્રત્યક્ષ છે અને જ્ઞાન આત્માથી કથંચિત અભિન્ન છે માટે જેમ જ્ઞાન પ્રત્યક્ષ છે તેમ અભિન્ન આત્મા પણ પ્રત્યક્ષ છે.
ત્રિકાળ સ્વરૂપ આત્મા : હું બોલ્યો, હું બોલું છું. હું બોલીશ- આ પ્રમાણે ત્રણે કાળના વ્યવહારમાં હું એવી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિથી પણ આત્મા પ્રત્યક્ષ સિદ્ધ છે.
કદાચ હું શબ્દથી કોઈ કહે કે શરીરની પ્રતીતિ થાય છે તો તે યોગ્ય નથી, કેમ કે શરીરનું મડદું કદી ‘હું બોલ્યો' એમ કહી શકે નહીં, માટે આ પ્રતીતિ શરીરથી જુદા એવા અશરીરી એવા આત્માને થાય છે.'
વસ્તુતઃ જેના ગુણ' પ્રત્યક્ષ હોય તે ‘ગુણી’ પણ પ્રત્યક્ષ જ ગણાય. આત્માના ગુણો સ્મરણ, ઇચ્છા, સંશય વગેરે આપણે અનુભવીએ છીએ તે ગુણોનો આધાર આત્મારૂપી ગુણી છે, કેમ કે જેવા ગુણ હોય તેવો જ ગુણી હોય.
આ ગુણો અમૂર્ત અને ચૈતન્ય રૂપ છે, જ્યારે શરીર તો મૂર્ત અને જડરૂપ છે. ટૂંકમાં, અમૂર્ત અને ચૈતન્યસ્વરૂપ ગુણવાળો ગુણી તે અમૂર્ત અને ચૈતન્યસ્વરૂપ આત્મા છે.
[૨] હે ઇન્દ્રભૂતિ ગૌતમ! આત્માની સિદ્ધિ અનુમાનથી પણ થઈ શકે છે :
એવો સામાન્ય નિયમ છે કે જે વસ્તુ “ભોગ્ય' (ભોગવવા યોગ્ય) હોય તેનો ભોગવનાર ભોક્તા' હોવો જ જોઈએ. જેમ ભોજન, વસ્ત્ર વગેરે ભોગ્ય છે તેનો ભોક્તા મનુષ્ય છે—શરીર પણ ભોગ્ય પદાર્થ છે તો તેનો ભોક્તા શરીર-શરીરવાળો હોવો જોઈએ તે જ અશરીરી આત્મા.
[૩] આગમથી આત્મસિદ્ધિ (વેદ-વાક્યથી) :
હે ઇન્દ્રભૂતિ ! વેદમાં કહ્યું છે કે “સઃ વૈ અયમ્ આત્મા જ્ઞાનમય” એટલે આ આત્મા ખરેખર જ્ઞાનમય છે. વળી કહ્યું છે કે : “દદદ–દમો દાન દયા–ઇતિ દકારત્રય યઃ વેત્તિ સઃ જીવઃ” એટલે દદદ–દમ, દાન ને દયા એ ત્રણ દ-કારને જે જાણે છે તે આત્મા છે. આ વેદવાક્ય પણ આત્મા જ સિદ્ધ કરે છે.
[૪] વિવેકબુદ્ધિથી શંકા-નિરસન :
તું જે એમ માને છે કે ઘી-દૂધ-બદામ વગેરે ઉત્તમ પદાર્થો વાપરવાથી પુષ્ટ બનેલા શરીરનું ! ચૈતન્ય સતેજ અનુભવાતું હોવાથી, પંચ-ભૂતોના સમુદાય રૂપ શરીરમાંથી આ ચૈતન્ય ઉત્પન્ન થાય છે