________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૯૯
શ્રી વીર પ્રભુનું ઈન્દ્રભૂતિને મધુર સંબોધન
ઉપર પ્રમાણે ઇન્દ્રભૂતિ હજી શંકાના, ઘોર નિરાશાના છતાં આછી આશાના તરંગોમાં ઘસડાતો ઊભો હતો તેટલામાં જ શ્રી વીર પ્રભુએ, અમૃત સરખી મધુર વાણીમાં તેને સંબોધન કર્યું તેના નામ અને ગોત્રનો ઉલ્લેખ કરી કહ્યું : હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તું અહીં ભલે આવ્યો. પોતાનાં નામ અને ગોત્રનો ઉચ્ચાર સાંભળી ઇન્દ્રભૂતિ તો સ્તબ્ધ થઈ ગયો; પણ બીજી ક્ષણે અભિમાને ઉછાળો માર્યો : અરે ! આમાં શું આશ્ચર્ય છે? આ જગતમાં મને કોણ નથી ઓળખતું? આબાલવૃદ્ધ બધા મારું નામ જાણે છે. સૂર્યને વિશ્વમાં કોઈ ન ઓળખે, એમ કદી બને ખરું? હા, જો આ પુરુષ મારા મનમાં રહેલા સંશયો કહી આપે તો હું જરૂર તેને સર્વજ્ઞ માનીશ. ગણધર-વાદનો આરંભ
ઇન્દ્રભૂતિ આમ વિચારી રહ્યો છે એટલામાં તો સમુદ્રમંથનના ગર્જન જેવા, ગંગાના પૂર જેવા અથવા આદિ-બ્રહ્મના ધ્વનિ જેવા ગંભીર અવાજે પ્રભુ બોલ્યા : હે ઇન્દ્રભૂતિ ! તને જીવ છે કે નહીં એ વિશે જ શંકા છે ને? આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદવાક્યોથી જ થયો છે. એ વાક્ય આ પ્રમાણે છે :
“વિજ્ઞાન-ઘન એવ, એતેભ્યો ભૂતેભ્યઃ સમુત્યાય, તાનિ એવ અનુવિનશ્યતિ, ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ.” અર્થ - વિજ્ઞાનનો સમૂહ, આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને, તે જ ભૂતોમાં લય પામે છે, તેથી પરલોકની
સંજ્ઞા નથી અથર્ પુનર્જન્મ નથી. તેથી જીવ જેવું કંઈ છે નહીં.
પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતો શરીરરૂપે પરિણમ્યા હોય ત્યારે શરીરરૂપે પરિણમેલા એ પાંચ ભૂતોમાંથી જ “આ ઘડો, આ ઘર, આ મનુષ્ય” એવા વિવિધ પ્રકારના-વિજ્ઞાન-ઘન–જ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થાય છે. તે આત્માને માનનાર, જ્ઞાનના આધારરૂપ આત્માને માને છે તે આત્મા જેવી કોઈ વસ્તુ નથી. કારણ, જ્ઞાન પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાનના આધારરૂપ આ પાંચ ભૂતોને માનવા જોઈએ.
જેમ મદિરામાંથી એક પ્રકારની મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ શરીરરૂપે થયેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થાય છે. અને જ્યારે પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનનો સમુદાય, પાણીના પરપોટા પેઠે, તે ભૂતોમાં જ વિલીન થાય છે. માટે જીવ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી, તેથી પરલોક પણ નથી. જ્યારે આત્મા જ ન હોય તો પુનર્જન્મ કે પરલોક કયાંથી હોય?
હે ઇન્દ્રભૂતિ ! વધારામાં તું એમ પણ માને છે કે ઉપર પ્રમાણેનો વેદવાક્યનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે, કેમકે (૧) પ્રત્યક્ષ પ્રમાણથી તો આત્મા ઓળખાતો નથી. (૨) તે દેખવામાં પણ નથી આવતો તેમ સ્પશદિ અનભવથી પણ નથી જણાતો. તેથી આત્મા છે તેની
દથી જણાતો, તેથી આત્મા છે તેની સાબિતી શી? જો આત્મા વસ્તુતઃ હોય તો ઘટ-પટ—ઘડા અને વસ્ત્રની જેમ પ્રત્યક્ષ કેમ ન દેખાય? (૩) જો કે પરમાણુઓ તો દષ્ટિમાં નથી આવતાં તેમ સ્પર્શ વગેરેથી નથી અનુભવાતાં, છતાં તેઓ જ્યારે ઘડા કે વસ્રરૂપે–કાર્યરૂપે પરિણમે છે ત્યારે તો જરૂર પ્રત્યક્ષ થાય છે, પરંતુ આત્મા તેવા