________________
૫૦૨ ]
[ મહામણિ ચિંતામણિ
છે; પણ આ માન્યતા અયોગ્ય છે, કેમકે તે વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે, પણ તેમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું નથી.
- સહાયક ને ઉત્પાદક બંનેમાં ફરક છે ? તેનો ભેદ બરાબર સમજવો જોઈએ. દા. ત. અગ્નિમાં સુવર્ણ મૂકવાથી સુવર્ણ પીગળે છે તે દ્રવતામાં–પીગળવામાં અગ્નિ સહાયક છે, પણ કવતા અગ્નિમાંથી થઈ તેમ ન કહેવાય. દ્રવતા ગુણ સુવર્ણનો છે. તેથી દ્રવતા અગ્નિની સહાયથી સુવર્ણમાં થાય છે.
તે પ્રમાણે પુષ્ટ શરીર ચૈતન્યને સતેજ બનાવવામાં સહાયક છે પરંતુ ચૈતન્ય શરીરમાંથી ઉત્પન્ન થયું માનવું તે ભ્રમ છે. ચૈતન્ય તો આત્મામાંથી જ આવે છે અને તેથી તે આત્માનો ધર્મ છે.
પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ,
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ.” – શ્રીમદ્ રાજચંદ્ર 'હે ઇન્દ્રભૂતિ! તું વિચારી જો કે ઘણી વાર માણસો ઘણા પુષ્ટ હોય છે પણ શરીરના પ્રમાણમાં જ્ઞાન ઘણું અલ્પ હોય છે, જ્યારે કેટલાક કૃશ અંગવાળા દૂબળા-પાતળા શરીરવાળા અસાધારણ બુદ્ધિબળ ધરાવતા હોય છે, એટલે શરીરને અને જ્ઞાનને કંઈ લેવા-દેવા નથી. જો શરીરમાંથી ચૈતન્ય ઉદ્ભવતું હોય તો મૃત શરીરમાંથી કેમ નથી ઉદ્ભવતું? ત્યાં શરીર તો
અસર
વળી ગાંડા થઈ ગયેલા માણસનું ચૈતન્ય વિકારવાળું હોય છે છતાં તેનું શરીર તો જેવું છે ને તેવું જ હોય છે—તેના શરીરમાં કંઈ વિકાર દેખાતો નથી, તો પછી શરીરમાંથી ચૈતન્ય ઉદ્ભવે છે તેમ કઈ રીતે કહેવાય?
માટી ઘણી હોય તો ઘડો પણ મોટો થાય, તેથી માટીમાંથી ઘડો થયો એમ મનાય છે, પરંતુ શરીર અને ચૈતન્યના વિષયમાં તેમ અનુભવાતું નથી. જબરદસ્ત મોટાં માછલાંઓમાં જ્ઞાન ઘણું અલ્પ હોય છે, જ્યારે નાના શરીરવાળા મનુષ્યમાં જ્ઞાન વધારે હોય છે.
એટલે દરેક દષ્ટિથી વિચારતાં “પાંચ ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે”—આમ વિચારવું તે મિથ્યા પ્રલાપ સમાન છે. શરીરથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી પરંતુ શરીરથી જુદા એવા કોઈ પદાર્થથી જ્ઞાન ઉદ્ભવે છે અને તે પદાર્થ તે આત્મા છે.
હે ઇન્દ્રભૂતિ ! (૧) “વિજ્ઞાન-ઘન” જેવાં વેદ-વાક્યોથી, (૨) પ્રત્યક્ષ પ્રમાણથી, (૩) અનુમાન પ્રમાણથી, (૪) આગમ પ્રમાણથી તથા (૫) સામાન્ય વિવેકબુદ્ધિથી પણ ૧૦૦ ટકા નક્કી થાય છે કે “આત્મા છે;” તેથી તારો “જીવ છે કે નહીં” તે સંશય છેદાઈ જાય છે.
જેવી રીતે દૂધમાં ઘી, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, પુષ્પમાં સુગંધી અને ચન્દ્રકાન્ત મણિમાં જળ રહેલું છે, તેવી જ રીતે શરીરથી જુદો પણ શરીરમાં જ રહેલો એવો આત્મા છે.
ઉપર પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરનાં મધુર સંબોધનો સાંભળી ઇન્દ્રભૂતિનો સંશય દૂર થયો અને વિનમ્ર, વિવેકી, વિનયવંત શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે, પ્રભુના સમવસરણમાં, તે જ વખતે, પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્યાર પછી ભગવંતે “ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા” એટલે, દરેક પદાર્થ વર્તમાન