________________
૪૯૨ ]
[ મહામણિ ચિંતામણિ
દેવરાજ ઇન્દ્ર ભગવાનના પરિનિર્વાણનો અંતિમ સમય નિકટ આવ્યો જોઈને અશ્રુપૂરિત નયનોથી પ્રભુને પ્રાર્થના કરી કે, ભગવાન ! આપના જન્મનક્ષત્ર (હસ્તોત્તરા)માં ભસ્મગ્રહ કરી રહેલો છે. તેનો ખરાબ પ્રભાવ બે હજાર વર્ષ સુધી આપના ધર્મસંઘ ઉપર રહેશે. અતઃ આપ આયુષ્યની વૃદ્ધિ કરો. ભગવાને કહ્યું : દેવરાજ ! આયુષ્ય કદી વધારાતું નથી. ભગવાનનું નિર્વાણ–ગૌતમનો અવિહડ રાગ
એ દિવસે ભગવાને વિચાર્યું કે આજ મારું નિવણ થનારું છું. ગૌતમને મારા ઉપર અત્યંત અનુરાગ છે. આ અનુરાગને કારણે મૃત્યુના સમયે તે અધિક શોકવિવલ ન થાય, અને દૂર રહીને અનુરાગના બંધનને તોડી શકે.. પૂજ્ય હર્ષવિજયજીએ કહ્યું છે કે–દઢ મોહ બંધણ સબળ બાંધ્યો, વજૂ જિમ અભંગ, અલગા થયા મુજ થકી એહને ઉપજસે રે કેવળ નિય અંગકે, ગૌતમ રે ગુણવંતા. અતઃ દેવશમાં નામક બ્રાહ્મણને પ્રતિબોધ આપવા માટે ટૂંકો ગામ મોકલ્યા. “આજ્ઞા ગુરુણાં હિ અલંઘનીયા” ગુરુજનોની આજ્ઞા શિષ્યને અલંઘનીય અને અતકણીય હોય છે. ગૌતમે પ્રભુના આદેશને હર્ષપૂર્વક શિરોધાર્ય કરી, ને દેવશમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા નીકળી ગયા.
રાત્રિમાં ભગવાન નિર્વાણ પામ્યા. ગૌતમસ્વામીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ એકદમ મોહવિઠ્ઠલ થઈ ગયા. તેમના હૃદયને વજાઘાત લાગ્યો. તેઓ મોહદશામાં ‘ભને !” ‘ભત્તે !' પોકારવા લાગ્યા. ભગવાનને ઓલંભા દેતા કહેવા લાગ્યા : “પ્રભુ! આપે આ શું દગો કર્યો ? જીવનપર્યત છાયાની માફક આપની સેવામાં રહ્યો, ને ખરે અવસરે અંતિમ સમયે મને દૂર કર્યો ! શું આપને શંકા હતી કે હું બાળકની માફક આપનો છેડો પકડીને મોક્ષે જવામાં આપને રોકત? ને કદાચ હું આપની સાથે આવત તો શું સિદ્ધશિલા સાંકડી થઈ જાત?
પ્રભો! હવે હું કોનાં ચરણમાં પ્રણામ કરું? હવે મારા મનના પ્રશ્નોનું કોણ સમાધાન કરશે ? હું કોને ભત્તે’ કહીશ અને કોણ મને ‘ગોયમ' કહીને બોલાવશે?” થોડી ક્ષણો આ પ્રકારની ભાવવિવલતામાં ડૂબીને ઇન્દ્રભૂતિ પછીથી સ્વસ્થ બન્યા.
આ તત્ત્વજ્ઞાની મહાન સાધકે પોતાના મનના ઘોડાને રોક્યો, અને વિચાર કરવા લાગ્યા : “આ મારો મોહ કેવો! વીતરાગની સાથે સ્નેહ કેવો! ભગવાન વીતરાગ છે. હું તેમના રાગમાં નિરર્થક ફસાયો છું. તેઓ રાગમુક્ત થઈને મોક્ષ પધારે તો હું શા માટે રાગનું બંધન રાખું? મારે આત્મદશાનું ધ્યાન રાખવું જોઈએ. તે જ પરમ સાથી છે; બાકી બધું બંધન છે અને આત્માથી પર છે.” આ પ્રમાણે આત્મચિંતનની ઉચ્ચતમ દશા પર આરોહણ કરી રહેલા ઇન્દ્રભૂતિએ પોતાના રાગને ક્ષીણ કર્યો અને તે જ રાત્રિના ઉત્તરાર્ધ પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ભ. મહાવીરના નિર્વાણ પછી સંઘના નેતાના રૂપમાં ગણધર ગૌતમ પ્રભુ મહાવીરના સંઘમાં સર્વથી જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ હતા. જ્ઞાન અને તપસાધનામાં અદ્વિતીય હતા. સંઘનું નેતૃત્વ ગુરુ ગૌતમના હસ્તકમલમાં આવતું હતું. પણ ગૌતમ તે જ રાત્રિમાં સર્વજ્ઞ થઈ ગયા હતા. અતઃ પ્રશ્ન આવ્યો કે સર્વજ્ઞની પરંપરા ચલાવવા માટે તથા તેમની આગમવાણીને તેમના નામથી પરંપરિત કરવા માટે સર્વજ્ઞના ઉત્તરાધિકારી છદ્મસ્થ હોવા જોઈએ, નહીં કે સર્વજ્ઞ. આ દષ્ટિથી ભ. મહાવીરના ઉત્તરાધિકારી ગણધર સુધમાં થયા.