________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૯૧
પછી તો પાત્રમાં અંગૂઠો રાખીને એટલી ખીરમાંથી સૌને પારણાં કરાવ્યાં કે કોઈ ભૂખ્યા ન રહ્યા.
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર...' એ ચઢતી વિચારશ્રેણીએ પ્રથમ ૫૦૦ તાપસીને અને પ્રભુ સન્મુખ પહોંચતા ક્રમે ૫૦૦-૫૦૦ને—એમ બધા તાપસોને કેવળજ્ઞાન થયું.
પ્રસ્તુત ઘટનાએ ગૌતમના મનને બહુ વિચલિત બનાવ્યું. શિષ્યોની પ્રગતિથી એમના મનમાં કોઈ ઈષ્ય ન હતી, કિન્તુ આટલી તપશ્ચર્યા, સાધના, ધ્યાન આદિ કરવા છતાં અને પ્રભુના પ્રતિ અનન્ય શ્રદ્ધા છતાં પણ સ્વયં છદ્મસ્થ રહ્યા-આ વાતથી એમને મનમાં ઘણી ચોટ પહોંચી. ગૌતમસ્વામી આત્મનિરીક્ષણ કરવા લાગ્યા કે મારી ક્યાં કમી છે? મારા અધ્યાત્મયોગમાં ક્યાં રુકાવટ આવી રહી છે, જેને તોડવામાં હું અસમર્થ છું?
ત્યારે ભ. મહાવીરે પોતાના શિષ્યની મનોવ્યથા અને ખિન્નતા દૂર કરવા કહ્યું : “હે ગૌતમ ! તમારા મનમાં મારા પ્રતિ અનુરાગ અને સ્નેહ છે. સ્નેહબંધનના કારણે તમે મોહનો ક્ષય કરી શકતા નથી. એ મોહ તમારી સર્વજ્ઞતામાં મુખ્ય અવરોધક છે. એ અવરોધ દૂર થતાં અવશ્ય કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” ગૌતમસ્વામીની સરાગ ઉપાસના
ગૌતમે પચાસ વર્ષની આયુમાં દીક્ષા ગ્રહણ કરી. જે દિવસે ભ. મહાવીરને કેવળજ્ઞાન થયું તેના બીજા જ દિવસે દીક્ષા થઈ. ભગવાનની વિદ્યમાનતામાં તેમને કેવળજ્ઞાન ન થયું. યદ્યપિ તેમની સાધના ઉજ્વલ, ઉત્કટ અને શ્રમણસંઘમાં આદર્શરૂપ હતી. તેમના ઉપદેશથી હજારો દીક્ષિત શિષ્યો કેવળી બન્યા. ભવિતવ્યતાએ ગુરુ ગૌતમને ૩૦ વર્ષ સુધી કેવળજ્ઞાન ન થયું. આ એક આશ્ચર્યકારી વાત છે. આગમોમાં એક જ પ્રત્યુત્તર મળે છે : ભ મહાવીરના પ્રતિ સ્નેહબંધનના કારણે ગૌતમ વીતરાગ સ્થિતિ પ્રાપ્ત ન કરી શક્યા. આ આશ્ચર્યકારી ઘટના હોવા છતાં જેનદષ્ટિની “સમન્વયોગની નિષ્પક્ષ ઉદ્ઘોષણા છે. જે સાધક પોતાના દેહની મમતાથી મુક્ત છે, પરંતુ પોતાના ભગવાન પ્રત્યે અનુરાગ ધરાવે છે, તે પણ બંધનયુક્ત જ છે. ગૌતમના અંતઃકરણમાં પ્રભુ મહાવીર પ્રતિ જન્મ-જન્માંતરનો સંશ્લિષ્ટ અનુરાગ હતો. પાવામાં અંતિમ વર્ષાવાસ
પરમાત્મા ભ. મહાવીરનો અંતિમ વર્ષાવિાસ પાવામાં થયો. હસ્તિપાલ રાજાની સભામાં ભગવાન સ્થિરવાસ રહ્યા. કાર્તિક (આશ્વિન) અમાવાસ્યા સજીક આવી. અંતિમ દેશના માટે દેવોએ સમવસરણની વિશેષ રચના કરી. દેવરાજે ઊભા થઈને પ્રભુની સ્તુતિ કરી. તે પછી હસ્તિપાલ રાજાએ ભ. મહાવીરની સ્તુતિ કરી. ભગવાને સોળ પ્રહરની દેશના આપી. તે દિવસે ભગવાને છ૪તપ કરેલું. દેશના પશ્ચાત પુણ્યપાલ રાજાએ પોતાને આવેલાં આઠ સ્વપ્નોનું ફળ પૂછ્યું. પુણ્યપાલ રાજા આ સાંભળીને સંસારથી વિરક્ત બન્યા. ગૌતમ ગણધરે પાંચમા આરા સંબંધમાં પ્રશ્ન કર્યો ભત્તે ! આપના પરિનિવણિ પછી પાંચમો આરો ક્યારે બેસશે? ભગવાને પ્રત્યુત્તર આપ્યો કે–ત્રણ વર્ષ સાડાઆઠ (૯) માસ વ્યતીત થયે. આગામી ઉત્સર્પિણીમાં થનારા તીર્થકર, વાસુદેવ, બળદેવ, કુલકર આદિના પરિચય ગૌતમના ઉત્તરમાં ભગવાને આપ્યા.