________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૮૭
વિદ્યા એ જ આ કુટુંબની સંપત્તિ. વિદ્યાદાન એ એમનો વ્યવસાય. યજ્ઞકર્મ એ જ એમનું ધ્યેય. સંપૂર્ણ વિદ્યા તથા યજ્ઞયાગના અભ્યાસી બની જવાથી નાની ઉંમરમાં જ મગધના દિગ્ગજ વિદ્વાનોમાં એમની ગણના થવા લાગી. યજ્ઞોમાં તેઓને આદરપૂર્વક આમંત્રણો મળવા લાગ્યાં.
વૈશાખ સુદ દશમના દિવસે જૈભિક ગામમાં શ્રમણ ભ. મહાવીરને કેવળજ્ઞાન પ્રગટ્યું. ભગવાનની સાડાબાર વર્ષ જેટલી લાંબી આત્મસાધના તે દિવસે પૂર્ણ થઈ; ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા. ભ. મહાવીરનો કેવળજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ ઊજવવા સ્વર્ગનાં દેવ-દેવીઓ ધરતી પર આવ્યાં. આનંદ-ઉલ્લાસથી મહોત્સવ ઊજવ્યો. જુવાલિકા નદીના ઉત્તર કિનારે દેવોએ સમવસરણ રચ્યું. ભગવાને તેમાં વિરાજીને દેશના આપી. દેવ-દેવીઓનું ભાગ્યવિધાન જ અદ્રતી રહેવાનું હોય ત્યાં તેઓ ભગવાનનો આદેશ ન ઝીલી શકે એમાં એમનો પણ શો દોષ? ભગવાન બીજે દિવસે વિહાર કરીને અપાપાનગરીના મહસેન વનમાં પધાર્યા.
અપાપાનગરીમાં એ જ સમયે સોમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે મોટો યજ્ઞ આદર્યો હતો. મંત્રાક્ષરોમાં અને ક્રિયાકાંડમાં નિપુણ ઇન્દ્રભૂત્યાદિ ૧૧ પંડિતોને નોતર્યા હતા.
અપાપાનગરીમાં આજે ચારે તરફ ધમાલ હતી. એક તરફ હજારો લોકો યજ્ઞના દર્શને જઈ રહ્યાં હતાં તો બીજી તરફ અસંખ્ય માનવીઓ ભ. મહાવીરની ધર્મપર્ષદા તરફ જઈ રહ્યાં હતાં. આખી નગરી હિલોળે ચડી હતી. રાજા-મહારાજાઓ પણ વસ્ત્રો-આભૂષણ સજીને આવવા લાગ્યા. અરે ! જોતજોતાંમાં નગરીનું આકાશ પણ દેવવિમાનોથી છવાઈ ગયું.
ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે પંડિતો દેવોના આ આગમનથી પળવાર ગર્વને અનુભવી રહ્યા : કેવો પ્રભાવશાળી છે અમારો યજ્ઞ ! પણ એમનો આનંદ અને ગર્વ વધુ વખત ટકી ન શક્યો. જોતજોતાંમાં દેવવિમાનો યજ્ઞભૂમિના આંગણામાં ઊતરવાને બદલે નગરની બીજી દિશા તરફ વળી ગયાં !
તરત જ કોઈ જાણકારે ખુલાસો કર્યો : નગરીની બીજી દિશામાં મહસેન વનમાં આજે નિગ્રન્થ શ્રમણ ભ. મહાવીર પધાર્યા છે. ત્રણે લોક અને ત્રણે કાળના જાણકાર છે. વાત-વાતમાં તેઓ જન્મ-જન્માંતરના ભેદ કહી આપે છે. મહસેન વનમાં અત્યારે એમની ધર્મસભા રચાઈ છે. બધા દેવો એ ધર્મસભામાં જઈ રહ્યા છે. આ
આ વાત સાંભળીને પંડિત ઇન્દ્રભૂતિ વિચલિત બની ગયા. તેમના હૃદયને મોટો આઘાત લાગ્યો. એમનું અંતર અધીરતા અને બેચેનીનો આઘાત અનુભવી રહ્યું હતું. જ્યારે મહાવીર પાસે પહોંચું અને ક્યારે એમની સાથે વાદ કરીને એમને પરાજિત કરું! યજ્ઞકર્મ એના ઠેકાણે રહ્યું અને પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના પ00 નીકળ્યા. ધર્મસભામાં પહોંચ્યા ત્યારે તેમની મનઃસ્થિતિ શું રહી હશે તે કહેવું કઠિન છે. ભ. મહાવીરના પ્રતિ એમની ધારણાઓ બહુ જ ભિન્ન હતી. ભગવાન મહાવીર ૪૨ વર્ષના તેજસ્વી રાજકુમાર હતા, જ્યારે ઇન્દ્રભૂતિ ૫૦ વર્ષને પાર કરી ગયા હતા.
ભ. મહાવીરના સમવસરણની અલૌકિક છટા જોઈ, અસંખ્ય દેવતાઓને ભક્તિપૂર્વક વંદન કરતા જોઈ અને ભગવાનની દિવ્ય ધ્વનિનો મનોહર ઘોષ સાંભળતાં જ ઇન્દ્રભૂતિ ગૌતમની અહંકાર, ઈષ અને અભિમાનની ભાવનાઓ નિરસ્ત થઈ ગઈ. ભગવાનના પ્રતિ આકર્ષણ-ભાવ જાગ્યા.