________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૮૫
આ સંશય દૂર થતાં, તેઓ ૪૭માં વર્ષની શરૂઆતમાં દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૨ વર્ષ છઘીપણામાં રહી પ૯મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેવલીપણે વિચરી સવય ૭૨ વર્ષનું પૂર્ણ કરી સનાતન શાંતિમય સિદ્ધપદને પામ્યા. બાકીની બીના પ્રથમ ગણધરની માફક જાણવી. [૧૦] શ્રી મેતાર્ય ગણધર
આ શ્રી દસમા ગણધર વચ્છેદેશાન્તર્ગત તુંગિક નામના ગામમાં રહેનાર કૌડિન્ય ગોત્રના પિતાશ્રી દત્ત બ્રાહ્મણ અને માતાશ્રી વરુણદેવના પુત્ર થાય. તેમની જન્મરાશિ મેષ હતી અને તેમનું જન્મ-નક્ષત્ર અશ્વિની હતું. તેઓ મહાસમર્થ પંડિત અને ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. તેમને “પરલોક છે કે નહીં?” આ સંશય હતો. પ્રભુ વીરે તે દૂર કર્યો, એટલે ૩૭ વર્ષની ઉંમરે તેઓ દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૦ વર્ષ છબસ્થપણામાં રહી, ૪૭મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલી થયા. તેઓશ્રી ૧૬ વર્ષ કેવલીપણે વિચરી છેવટે (૩૬+૧+૧૬) ૬૨ વર્ષનું સવયુ પૂર્ણ કરી જન્મજરાદિ ઉપદ્રવરહિત પરમપદને પામ્યા. શેષ બીના પ્રથમ ગણધરની માફક જાણવી. [૧૧] બાલસંયમી શ્રી પ્રભાસ ગણધર
રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગોત્રમાં જન્મેલ શ્રી બલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને અતિભદ્રા (અતિબલા) નામની સ્ત્રી હતી. તેમને ત્યાં કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એક પુત્રનો જન્મ થયો. તેનું નામ પ્રભાસ પાડ્યું. તે અનુક્રમે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત બન્યો. આ શ્રી પ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. તેમને “મોક્ષ છે કે નહીં ?” આ.
હતો. તે ભાવકરણાના ભંડાર, ભગવંત મહાવીરે યથાર્થ બીના સમજાવી દૂર કર્યો, એટલે પ્રભુની પાસે ૧૬ વર્ષની (બીજા ગણધરો કરતાં નાની) ઉંમરે દીક્ષા લઈ ગણધરપદ પામ્યા. ૮ વર્ષ છદ્મસ્થપણામાં રહી, ૨૪ વર્ષની ઉંમર વીત્યા બાદ ૨૫મી વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલીપણે વિચરી સવય ૪૦ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની હયાતીમાં જ તેઓ આત્મરણતારૂપ મોક્ષને પામ્યા.
ઉપસંહાર :–આવશ્યક સૂત્ર, વિવિધ તીર્થ-કલા વગેરે ગ્રંથોને આધારે આ પ્રમાણે અગિયારે ગણધરોની જીવનરેખાનો અહીં ટૂંકમાં જ ઉલ્લેખ કર્યો છે. ભવ્ય જીવો પ્રભુ શ્રી મહાવીરના અપૂર્વ બોધદાયક મુદ્દાઓનું અને શ્રી ઇન્દ્રભૂતિ મહારાજ આદિના જીવનનું રહસ્ય વિચારી, પૂજ્ય પુરુષોએ આચરેલા પવિત્ર પંથે ચાલી અવ્યાબાધ મોક્ષસુખ પામે એ જ હાર્દિક ભાવના !
[જીને સત્ય પ્રકાશમાંથી સાભાર
'
* *
*