________________
૪૮૪ ]
[ મહામણિ ચિંતામણિ
[૬] શ્રી મંડિત ગણધર
છઠ્ઠા ગણધર મંડિત મહારાજ, વાસિષ્ઠ ગોત્રના, મૌર્ય ગામના રહીશ, વિપ્ર શ્રી ધનદેવ અને માતા શ્રી વિજયદેવાના પુત્ર હતા. તેમનો સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં જન્મ થયો હતો. બૃહસ્પતિને પણ જીતે એવા બુદ્ધિવંત હોવાથી તેઓ થોડા સમયમાં ચૌદ વિદ્યાના પારગામી થયા. તે હંમેશાં ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને બંધ-મોક્ષની બાબતમાં સંદેહ હતો, તે પ્રભુ વીરે દૂર કર્યો, તેથી તેમણે ૫૪મા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તેઓ ગણધરપદને પામ્યા હતા અને દ્વાદશાંગીના રચનાર હતા. તેઓ છદ્મસ્થપણામાં ૧૪ વર્ષ સુધી રહ્યા એટલે–૬૮મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવળજ્ઞાન પામ્યા. કેવલીપણે ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી પ્રભુની હયાતીમાં જ તેઓ મુક્તિપદને પામ્યા. બાકીની બીના પહેલા ગણધરની માફક સમજી લેવી.
[૭] મૌર્યપુત્ર ગણધર
આ મૌર્યપુત્ર ગણધર મહારાજા કાશ્યપ ગોત્રના મૌર્યગામવાસી, મૌર્ય બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવી હતું. તેઓનો જન્મ વૃષભ રાશિમાં મૃગશિર નક્ષત્રમાં થયો હતો. તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા અને ૩૫૦ શિષ્યોના અધ્યાપક હતા. તેમને “દેવો છે કે નહીં ?” એવો સંશય હતો. પ્રભુ વીરે તે દૂર કર્યો એટલે ૬૫ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. સર્વ લબ્ધિનિધાન એવા તેઓશ્રી ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, એટલે ૭૯ વર્ષ વીત્યા બાદ ૮૦મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલીપણે વિચરી સર્વાયુ (૬૫+૧૪+૧૬) ૯૫ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની હયાતીમાં શૈલેશી અવસ્થા અનુભવીને તેઓ નિર્વાણપદ પામ્યા. બાકી બીના આગળ પ્રમાણે સમજવી.
[૮] શ્રી અકંપિત ગણઘર
આ આઠમા ગણધર મહારાજ, ગૌતમ ગોત્રના, પિતા દેવ બ્રાહ્મણ અને માતા જયંતીના પુત્ર હતા. તેઓનો મકર રાશિ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો હતો. તીવ્ર બુદ્ધિના પ્રભાવે છએ દર્શનનાં શાસ્ત્રો ભણીને તેઓ મહાસમર્થ વિદ્વાન થયા. તેઓ ૩૦૦ શિષ્યોને ભણાવતા હતા. તેમનો “નારકીઓ છે કે નહીં ?” આ સંશય પ્રભુ શ્રી વીરે દૂર કર્યો એટલે તેમણે પ્રભુની પાસે ૪૯મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લીધી અને તેઓ ગણધર પદવી પામ્યા. ૯ વર્ષ છદ્મસ્થપણોમાં રહી તેઓશ્રી ૫૮મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ સુધી ધ્યનાતીત ભાવે વિચરી, ઘણા ભવ્ય જીવોને મોક્ષમાર્ગના મુસાફર બનાવી, સર્વયુ (૪૮+૯+૨૧) ૭૮ વર્ષનું પૂર્ણ કરી પંચમ ગતિ (મોક્ષ)ને પામ્યા. બાકીની બીના શ્રી ઇન્દ્રભૂતિની માફક જાણવી.
[૯] શ્રી અચલભ્રાતા ગણધર
આ નવમા ગણધર મહારાજ કોશલા (અયોધ્યા) નગરીના રહીશ, હારિત ગોત્રના, પિતા શ્રી વસુ બ્રાહ્મણ અને માતા નંદાના પુત્ર હતા. મિથુન રાશિ અને મૃગશિર નક્ષત્રમાં તેઓ જન્મ્યા હતા. સાંખ્ય, બૌદ્ધ દર્શનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. પ્રભુ શ્રી મહાવીર દેવના સમાગમથી ૩૦૦ શિષ્યોના અધ્યાપક એવા તેમનો, “પુણ્ય-પાપ છે કે નહીં”