________________
૪૬૪ ]
[ મહામણિ ચિંતામણિ
આ પપપપપપ
એવું કશું જ હોતું નથી અને ત્યાં ગયા બાદ પુનરાગતિ થતી નથી.”
કેશી મુનિ : હે ગૌતમ ! તમારી બુદ્ધિને ધન્ય છે! તમે મારા બધા જ પ્રશ્નો અને સંશયોનું | ખૂબ જ સુંદર સમાધાન કર્યું છે. હે સંશયાતીત ! હે સર્વ સિદ્ધાંતના પારગામી ગૌતમ, તમને નમસ્કાર હો.....'
આ જ્ઞાનવાત પછી શ્રમણ કેશીકુમારે ભગવાન શ્રી મહાવીર પ્રભુ પ્રરૂપિત પાંચ મહાવ્રતરૂપ ધર્મનો ભાવપૂર્વક સ્વીકાર કર્યો. હવે તે ભગવાનના શિષ્ય બની તેમની આજ્ઞા અંગીકાર કરી.
શ્રી કેશી મુનિ પોતાના શિષ્ય પરિવાર સાથે ભગવાનના શ્રમણસંઘમાં ભળી જતાં આ સંઘનો બહોળો વિસ્તાર થયો અને તેમના અર્થાત્ શ્રમણ કેશીકુમારના શિષ્યોની જે પરંપરા શરૂ થઈ તે ‘ઉપકેશગચ્છ' તરીકે ઓળખાવા લાગી.
જૈન પરંપરાનો ઇતિહાસમાં પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજ લખે છે કે “શ્રી કેશીસ્વામી પાંચ મહાવ્રત સ્વીકારી ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં દાખલ થયા અને તેઓનો સંઘ ‘
પાપત્ય' તરીકે જાહેર થયો. આ શ્રમણ સંઘનાં નિગ્રંથ, ચાતુર્યામી, પાર્શ્વનાથ સંતાનીય, દ્વિવંદનિક, કેવલાગચ્છ વગેરે ઘણાં નામાંતરો છે. તથા માથુર ગચ્છ, કોરંટ ગચ્છ, કુમુદ શાખા, ભિન્નમાલ શાખા, ચંદ્રાવતી શાખા, મેડતા શાખા, ખટ્ટકુપ શાખા, (નંગી પોશાળ), બિકાનેરી શાખા, ખજવાના શાખા, તપાકોરંટક શાખા, તમારત્ન શાખા વગેરે અનેક પેટા ભેદો છે....' ભાગ : પ્રથમ, પૃ. ૧૮.]