________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૬૫
ગણધર ગૌતમસ્વામીના
પાંચ પૂર્વભવો -. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
જૈન-જગતમાં ગણધર શ્રી ગૌતમસ્વામીજીની પ્રભાવિતા જેટલી જાણીતી-માનીતી છે, એથી કંઈક ગણી વધારે અજ્ઞાત હોય, તો એ છે : એમના પૂર્વ-જન્મોની કથા. આ ભવ-કથા ખૂબ જ રસપ્રદ શૈલીમાં અહીં રજૂ થઈ રહી છે. જીવનમાં “કલ્યાણ મૈત્રી'ની કેટલી બધી તાતી જરૂરિયાત છે એ આ કથા કહી જાય છે. મૈત્રીનું કોઈ મહત્ત્વ નથી, મહત્ત્વ તો છે કલ્યાણમૈત્રીનું ! આ કથાનાં મૂળ એક પ્રાચીન હસ્તપ્રતમાં સંઘરાયેલાં પડ્યાં છે, એના આધારે આનું રસમય લેખન થયું છે.
જિનદર્શનના અણમોલ રત્ન સમા પૂજ્યપાદ અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ ગણધરજી એકાએક જ પરમોચ્ચ પદવીએ પહોંચ્યા ન હતા, પણ તેમણે મુક્તિમાર્ગના ધીર-ગંભીર યાત્રી તરીકે અગાઉના ભવોથી ભાથું બાંધેલું. અહીં પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ આ પૂર્વભવોમાંથી પાંચની આપણને ઝાંખી કરાવે છે.
-સંપાદક
સંસારના આ સાગરમાં ઝંઝાવાત જ્યારે જાગી ઊઠે અને જીવની જેમ ધર્મનું સુકાન ઝાલીને બેઠેલા માનવીના હાથમાંથી સુકાનની પક્કડ છૂટી જતાં, એનું જીવન-જહાજ કયારે ડૂબી જાય, એ કહેવું અઘરું છે, ખૂબ જ અઘરું, આપણા જેવા માટે તો અશક્ય જેવું!
મહાશ્રાવક મંગલના જીવનમાં તોફાન એકાએક જાગ્યું. સુકાનની પક્કડ છૂટી ગઈ અને સઢની ફરેરાટી બોલવા માંડી. ડૂબતા વહાણને ઉગારવા સુધમાં દોડી આવ્યો, પરંતુ એની મબલખ
[ પણ એળે ગઈ. એ બોલી ઊઠ્યો : રેરે મારા મિત્રનું આ જીવન-જહાજ શું કિનારે આવીને ડુબી જશે ? જીવન તો જીવી જાણું! શું હવે આ મોજથી મરી નહીં જાણે ?
મંગલ અને સુધમાં, દિલ એક અને દેહ બે જેવી દોસ્તી માટે આખા બ્રહ્મપુત્ર નગરમાં જાણીતા ને માનીતા હતા. ધર્મમાં-ધનમાં, ન્યાયમાં-નીતિમાં, નેકમાં-ટેકમાં આ બંને મિત્રો અજોડ ગણાતા હતા. શ્રાવક-જીવનના શણગાર સમી લગભગ બધી આરાધનાઓમાં, એ બંને સાથે જ જોવા મળતા. આમ, મંગલ-સુધમાં એક આદર્શ કલ્યાણ-મિત્રનો જાણે સદેહે અવતાર હતો!
- દિવસનો છેડો જેમ રાત છે, હાલની આલીશાન ઈમારત જેમ કાલનું ખંડિયેર છે, ભોગનો જવાબ જેમ રોગ છે, ધનનો પ્રતિધ્વનિ જેમ ધાંધલ-ધમાલ છે, સુખનો સરવાળો જેમ દુઃખ છે;
૫૯