________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૬૯
વેગવાન ક્યાંનો ? ધનમાલા ક્યાંની ? પણ પ્રેમનો આવેશ દેશને નથી જોતો કે વેશને નથી જોતો ! કીર્તિને મેશ લાગશે કે નામના નામશેષ થઈ જશે, એનોય એ વિચાર નથી કરતો. વેગવાન વિદ્યાધર રાજવી સુવેગનો પુત્ર હતો. મહાવિદેહ-ક્ષેત્ર. ત્યાં પુષ્કલાવતી-વિજય. એમાં આવેલી નગરી ‘વેગવતી’નો સુવેગ રાજા હતો, જ્યારે ધનમાલા' ધનદેવ શેઠની પુત્રી હતી. પશ્ચિમ મહાવિદેહમાં આવેલા ધનવંતી-વિજયમાંની તરંગિણી નગરી ધનશેઠનું વતન હતું. વેગવાને પ્રેમનો પાસો નાખ્યો તો ખરો, પણ એ ઊંધો પડ્યો. અપહૃત ધનમાલાએ વેગવાન સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ને સાફ-સાફ શબ્દોમાં ના સુણાવી દીધી. પણ વેગવાન ખરો પાગલ નીકળ્યો. પરાણે પ્રીત કરવાનો એનો ખુલ્લો મનસૂબો જોઈને, મહામંત્રી ધીસખા ચિંતિત થઈ ગયા ઃ આ પાગલ વિદ્યા-વારસાને ખોઈ તો નહીં બેસે ને ?
વૈતાઢ્ય-ગિરિની એક શિલા પાસે વેગવાનને લઈ જઈને મંત્રીએ કહ્યું : યુવરાજ! આ શું લખ્યું છે, એ જરા વાંચો તો ખરા ! શિલાલેખ વાંચીને વેગવાન સત્ર અને સજ્જ થઈ ગયો. ત્યાં લખ્યું હતું : અપહૃત કન્યા સાથે જે કોઈ વિદ્યાધર બળાત્કારે લગ્ન કરશે, એની તમામ વિદ્યાઓ વિનાશ પામી જશે. વેગવાન સમજી ગયો કે, ઉતાવળ કરવા જઈશ તો વિદ્યાર્થીય જઈશ ને આ વિદ્યાધરીથીય જઈશ. હજારો હતાશાઓમાં એક અમર આશાને આધારે એ જીવતરના દહડા ગણી રહ્યો. અને એક દહાડો એની આશા-વેલડી ફળી પણ ખરી !
ધનમાલાએ રાજીખુશીથી વેગવાન સાથે લગ્ન કર્યાં. ચિપ્રતીક્ષા પછીની આ પ્રાપ્તિથી એ પ્રેમઘેલો થઈ ગયો. પણ પ્રેમના આ રંગ હળદરયા નીવડ્યા. બીજા એક વિદ્યાધરે ધનમાલાનું હરણ કર્યું. ધનમાલા વેગવાનને વીસરી જઈને ત્યાં મોહનો માંડવો રચી બેઠી. પાણીના અંતે પાણીમાં ગયા. વેગવાન માટે વસમી વેદના ઉપજાવનારો આ ફટકો હતો. પણ મંત્રીએ વેદનાને વિરાગનો વળાંક આપતાં કહ્યું ઃ યુવરાજ! સંસારમાં આ કંઈ અકસ્માત નથી બન્યો. આવું તો અહીં બન્યા જ કરતું હોય છે. માટે જ મોહના માંડવાને જ્ઞાનીઓ પાયા વિનાનો ગણાવે છે. ક્યારે એ પડી ભાંગે એ કહેવાય નહીં!
વેદના વિરાગમાં પલટાઈ જતાં વેગવાને સંયમ-જીવનનો સ્વીકાર કર્યો. વેગવાનના આ વિરાગે મંત્રીશ્વરનેય ત્યાગ માટે જાગૃત કર્યા. એમણેય ત્યાગધર્મ અદા કર્યો. ધનમાલાના જીવનમાંય એક અજબ ઘડી આવી. એનાં પોતાનાં પાપ સાપ બનીને એના અંગઅંગને ડંખી રહ્યાં. પાપનાં ઝેર ઉતારવા એણેય સાધ્વી-જીવનનો સ્વીકાર કર્યો. આમ, સંયમ-જીવન પૂર્ણ થતાં ત્રણેય આઠમા દેવલોકમાં દેવ તરીકેનું ભોગ-જીવન પામ્યાં.
[૫]
“ગોયમ ! આ મંગલ એ જ તું !”
કલ્યાણમૈત્રીની આવી આ કથા વર્ષો પહેલાં ભગવાન શ્રી મહાવી૨-દેવે ગણધર ગૌતમને
કહી હતી.
“ભયવં ! તો મારો એ કલ્યાણમિત્ર એ સુધર્મા, અને વેગવાનને વૈરાગ્ય ત૨ફ વાળનાર એ મંત્રી કોણ ?'’ ગણધર શ્રી ગૌતમસ્વામીનો આ પ્રશ્ન હતો. સામે બેઠેલા સ્કંદક પરિવ્રાજક ત૨ફ આંગળી ચીંધતાં પ્રભુએ કહ્યું : ગોયમ ! આ પરિવ્રાજક સુધર્મનો જીવ, અને આ પિંગલક નિગ્રંથ મંત્રીનો જીવ.