________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૭૭
વિકારોથી ઉદ્વેગ પામી, પશ્ચાત્તાપ વડે પાપોને પાતળાં પાડી આ ભવમાં ફરી પુરુષરૂપે અવતર્યો, જેનું નામ છે સ્કંદક કાત્યાયન.”
ઇન્દ્રભૂતિ ગૌતમને હાલિકના પહેલા પ્રશ્નના જવાબ ઉપરાંત પોતાની પ્રગતિનો અહેવાલ પણ અનાયાસ જાણવા મળ્યો. તેઓ તથા સૌ જ્યારે ઉત્કંઠાથી કંઠ અને કાન ઊંચા જેવાં કરી પરમાત્માને સુણી રહ્યા હતા, ત્યારે પરમાત્માએ હાલિક ખેડૂતને લગતો બીજો પ્રશ્ન પણ ઉકેલી દીધો.
“વત્સ ગોયમ ! હવે તમારા મનમાં બીજો પ્રશ્ન છે કે હાલિક ખેડૂત પ્રતિબોધ તારા વડે જ પામ્યો ને દીક્ષા પણ સ્વીકારી, પણ મને દેખતાં જ તે મારી અશાતના જેવી ક્રિયા કરી કેમ ભાગ્યો ? આમ, દીક્ષાને દોકડા-બે દોકડાના મૂલ્યની માની છોડી-તરછોડી ચાલવામાં તેણે પ્રાપ્ત કર્યું કે ગુમાવ્યું ને ?”
ગણધરે હકારાત્મક ડોકું હલાવ્યું—ને પ્રભુએ પ્રકાશ્યું :
ગૌતમ ! હકીકતમાં તારી પ્રીતિની ન્યારી નીતિમાં નમ્રતાપૂર્વક દીક્ષા લઈ તે ખેડૂતે ચડતા પિરણામે તારા મોંઢે તારા ગુરુ એવા મારા ગુણોનું વર્ણન તારી વિશિષ્ટ શૈલીમાં સાંભળી સકિત મેળવી લીધું અને તે પછી મારા અતિશયોથી અંજાઈ જઈ તે સમિકતને નિર્મળ પણ બનાવ્યું. તે પછી મને નજરોનજર નિહાળતાં દ્વેષ-સંસ્કારના કારણે, મને પોતાના ગુરુના ગુરુ તરીકે ન સ્વીકારતાં દીક્ષાનો વેશ ફગાવીને ભાગ્યો. પણ, જે જીવને એક વખત પણ સમકિત સ્પર્શી જાય, પછી તેનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્તમાં અવશ્ય પૂર્ણ થાય તેમ તે હાલિક મોક્ષ મેળવી આત્મકલ્યાણ સાધી જશે.”
હસી પડેલા દેવોનું હાસ્ય ઉપરોક્ત હકીકત જાણી હવામાં વિલાઈ ગયું ને સૌ ગંભી૨ બની લબ્ધિવાન ગૌતમને ગુરુ વીર પરમાત્મા સાથે વંદી રહ્યા, અભિનંદી રહ્યા.
***
જિનમાંરાની ક્લા-સંપ્રત્ત ખરેખર વિશ્વમાં બેજોડ અને
સદ્ છે