________________
૪૭૪ ]
[ મહામણિ ચિંતામણિ
નિમિત્ત સારું હતું. મેં સ્વરક્ષણ માટે જાતને સંભાળી લીધી, ને બે બાહુના બળે તેના પંજાનો પ્રહાર ખમી ખાઈને તેનાં જડબાંને ઝાલી લીધાં. બે હાથથી જડબાં બરોબર પકડીને તેની કાયાને જકડી, અને તેને ખૂબ ઘુમાવ્યો ને વારંવાર ભૂમિ પર પછાડ્યો. આમ વારંવાર કરીને તેનાં ગાત્રો ઢીલાં પડ્યાં ત્યારે મોકો ઝડપી લઈ તેનાં જડબાંને કપડાની જેમ ચીરી નાખ્યાં. ચિત્કાર સાથે વનસિંહ ફસકાઈ પડ્યો. લાલચટ્ટક લોહી જાણે ગરમ દૂધના ઉફેણાની જેમ શરીર રૂપી તપેલામાંથી છલકાવા લાગ્યું! પળવારમાં તો તે રક્તરંજિત થઈને શ્વાસોચ્છવાસ લેવા લાગ્યો, દોડવા લાગ્યો, તેને ચક્કર આવવા લાગ્યાં. તેમ છતાં તે વારંવાર મારી સામે ઘૂરકવા લાગ્યો.
- “હિંસાની નીતિરીતિ જ એવી છે કે, હિંસક કદાચ એમ માનીને મલકાય છે કે મેં શિકારને હણ્યો ને વિજયવાવટો ફરકાવ્યો. પણ હકીકતમાં કુદરતનાં ગણિત કેવાં અકળ હોય છે તે પણ જાણવું-સમજવું જરૂરી ગણાય. એક વખત પ્રમાદમાં થયેલ હિંસા વગેરેનાં પાપો ભવોભવના માર્ગમાં પડછાયા બનીને પાછળ પાછળ ચાલે છે. એટલું જ નહિ, તે પાપોના અનુબંધો સંસારી જીવને વધુ ને વધુ સંસારમાં બંધાવું પડે તેવાં નિમિત્તો સર્જે છે. એક ભવમાં મેળવેલ વિજય બીજા ભવોની પરંપરામાં પરાજય ઉપર પરાજયનો પ્રક્રમ ખડકી દે છે. અનેકોને પમાડી દેવાની પરાર્થ ભાવનામાં પરમાર્થ હોવા છતાંય તે ભાગી રહેલ ખેડૂતને હું ન પમાડી શક્યો તેમાં મૂળ કારણ મારી પોતાની જ પૂર્વભવની ભૂલ છે. જેથી હે ગોયમ ! તમે તમારી વચનલબ્ધિથી એકને પમાડવામાં નિમિત્ત બન્યા, જ્યારે હું તે જ પામી ગયેલ જીવને ભગાડવામાં નિમિત્ત બન્યો.”
- પરમ ગુર વીર પરમાત્માની ધીરગંભીર વાણી સૌનાં મનને કેન્દ્રિત કરી ચૂકી હતી. પરમાત્મા પોતાનો આગલો ભવ જાણે સ્પષ્ટ ચિત્રરૂપે આલેખી રહ્યા હતા. પણ ભાગી ગયેલા ખેડૂતને ગૌતમના આગલા ભવો સાથે શો સંબંધ તેનો ઉકેલ હજુ મળ્યો ન હતો, તેથી સૌ સાંભળનારની જિજ્ઞાસા જુવાળે ચડી હતી. કેવળી પ્રભુએ સૌના મનોગત ભાવોને લગભગ સરખા માપી પોતાની કથા આગળ ધપાવી :
“વત્સ, ગૌતમ ! વગરનારણે કોઈને પહેલી નજરે જ જોતાં જ્યારે અતિ રાગ કે અતિ દ્વેષનાં પરિણામો ઊછળી પડે ત્યારે રાગદ્વેષના મૂળ કારણમાં ક્યાંક, કોઈ ભવના બંધાયેલા અનુબંધો ગોઠવાયેલા હોઈ શકે. હકીકતમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ તે મારો જીવ છે, તેમ મારા હાથે હણાયેલો સિંહ તે આ ભવનો હાલિક ખેડૂતનો જીવ. તમને મેળવી તે પામી ગયો, પણ મને જોતાં જ તે દીક્ષા પણ છોડી ભાગી ગયો. આ ઊંડાં મૂળ તપાસતાં તમને સૌને જાણ થઈ ને, કે શા માટે તે મારા ઉપર અકારણ દ્વેષ કરી બેઠો? માટે હે ગોયમ! તમારે જરાય ક્ષોભ પામવા જેવું નથી કે એમ માનવાની જરૂર નથી કે તમારી કોઈ ભૂલને કારણે તે ભાગ્યો છે. હકીકતમાં તો ભૂલ મારા આગલા ભવની હતી, જે એના કારણરૂપે જણાવી.”
ગૌતમ ગણધર સહિત સૌને આશ્ચર્ય થયું. આ કથા સાંભળતાં આનંદ પણ થયો કારણ કે, ભગવાન જેવા ભાગ્યવાન પણ પોતાની પૂર્વભૂલનો એકરાર અનોખી નિખાલસતાથી કરી સૌને પ્રતિબોધ માટે સમજાવી રહ્યા હતા, કે નાના કે મોટા રાગના કે દ્વેષના તરંગોમાં તણાતો માણસ પોતાના અલ્પજ્ઞાનથી જાણતો નથી હોતો કે શા માટે અકારણ કોઈના પ્રતિ પ્રીતિનાં પલ્લવ પલ્લવિત