________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૫૫
ચતુર્થ તપ અને આદ્રકંદાદિકનું પારણું કરતાં પહેલી મેખલા પર્યત પહોંચી શક્યા હતા. અન્ય પાંચસો છઠ્ઠ તપ અને તે ઉપર સૂકા કંદનું પારણું કરતાં ગિરિરાજની દ્વિતીય મેખલા પર્યત જોઈ શક્યા હતા અને અન્ય પાંચસો અઠ્ઠમનો તપ કરી સૂકી શેવાળનું પારણું કરતાં તૃતીય મેખલાએ પહોંચ્યા હતા. આ પાંચસો તાપસોએ જ્યારે સુવર્ણ કાત્તિમય દેહયષ્ટિસંપન્ન શ્રી ગૌતમસ્વામીને ગિરિરાજ પ્રતિગતિશીલ જોયા, ત્યારે તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે, મહાકાય મુનિરાજ શી રીતે આગળ જઈ શકશે? પરંતુ ગૌતમસ્વામી તો ઝપાટામાં મહાગિરિ ઉપર પહોંચી ગયા ! વળી એ જોઈ તાપસોએ વિચાર્યું કે, એ મહાત્મા હોવા જોઈએ! તેથી જો પાછા અહીં આવશે, તો આપણે તેમના શિષ્યો થઈશું!
ગિરિરાજ ઉપરથી અવતરણ કરતા ગૌતમસ્વામીને, તાપસોએ પ્રણામ કરી વિનંતિ કરી ? “હે તપોનિધિ ! હે મહાત્મા! અમે આપનું શિષ્યત્વ સ્વીકારવાની ઇચ્છા ધરાવીએ છીએ. આપ અમારા શિષ્યત્વનો સ્વીકાર કરો.” પ્રત્યુત્તરમાં ગૌતમસ્વામી બોલ્યા : “સર્વજ્ઞ તીર્થકર શ્રી મહાવીર ભગવાન તમારા ગુરુ થાઓ.” તાપસોએ દીક્ષાનો અત્યધિક આગ્રહ સેવવાથી, ગૌતમસ્વામીએ સૌને ત્યાં જ દીક્ષા આપી. યતિપણાના લિંગને જરૂરી સામગ્રી દેવોએ સ્વયં પૂર્ણ કરી. તાપસ મુનિઓ સાથે ગૌતમસ્વામી શ્રી મહાવીર ભગવાન પાસે જવા ત્યાંથી પ્રસ્થાન કરવા લાગ્યા. બપોરે તેઓ ભિક્ષામાં ખીર લાવ્યા હતા. સૌને પારણું કરાવ્યું. એટલી ખીરમાં સૌ પંદરસો) તાપસોએ સુખેથી પારણું કર્યું! શેવાળભક્ષી પાંચસો તાપસોને તો આ ઘટના પરમ આશ્ચર્યમયી લાગી ! તાપસ મુનિઓ ગૌતમ જેવા ગુરુ અને મહાવીર જેવા મહાગુરુ મળ્યાના આનંદથી જીવનની પરમ ધન્યતા અનુભવવા લાગ્યા! અપૂર્વ આનંદસાગરમાં જાણે કે તેમના આત્માઓ તરવા લાગ્યાનિર્મળ ચિત્તની આ ચૈતન્યવિશેષ અવસ્થામાં જ, તે પાંચસોએ મહા-મહા ભાગ્યશાળી તાપસ-મુનિઓને, તે જ ક્ષણે કેવળજ્ઞાનની અપૂર્વ પ્રાપ્તિ થઈ ! ત્યાંથી સર્વ શ્રી મહાવીરે ભગવાન જ્યાં બિરાજ્યા હતા તે દિશા તરફ પ્રસ્થાન કરી ગયા. દૂરથી જ સમવસરણની અપર્વ રચના નિહાળી ! આ વખતે દત્ત વગેરે પાંચસો તાપસોને શ્રી મહાવીર ભગવાનના આઠ પ્રતિહાર્યને જોતાં જ કેવળજ્ઞાન ઊપજ્યું ! અને બાકી રહેલા કોડાન્ય તાપસોને શ્રી મહાવીર ભગવાનના પરમ દર્શન માત્રથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ! એ સૌ શ્રી મહાવીર ભગવાનની પ્રદક્ષિણા કરી કેવળીની સભા પ્રતિ ગયા. તે જ વખતે ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામી બોલ્યા : “પ્રભુને વંદન કરો.” એ સાંભળતાં જ, મહાવીર ભગવાન ગૌતમસ્વામીને ઉદ્દેશીને પ્રશાંતભાવથી બોલ્યા : હે ગૌતમ! કેવળજ્ઞાનીની આશાતના ન કરો !' આ જ્ઞાનવચનનું શ્રવણ કરતાની સાથે જ ગૌતમસ્વામીએ સર્વ કેવળજ્ઞાનીઓને પરમ નમનતાઈથી ખમાવ્યા! પોતે વિચારવા લાગ્યા : હું ગુરુકમ આ ભવે સિદ્ધપદને શું નહીં જ પામી શકું કે શું? એ સર્વ મહાત્માઓને ધન્ય છે કે જેઓ મારાથી દીક્ષિત થવા છતાં ક્ષણવારમાં અને મારા પહેલાં કેવળજ્ઞાનને પામ્યા છે !' આવા અગાધ ચિંતનસાગરમાં ચિંતનગ્રસ્ત રહેલા ગૌતમસ્વામીને શ્રી મહાવીર ભગવાને પૂછ્યું : “હે ગૌતમ ! તીર્થકરોનું વચન સત્ય કે દેવતાઓનું ?' પ્રશ્નનો ઉત્તર આપતાં નમ્રતાના નિધિ બોલ્યા : “તીર્થકરોનું. આ સાંભળી ઉપદેશાત્મક શૈલીમાં શ્રી મહાવીર ભગવાન બોલ્યા: “હે ગૌતમ! હવે અધૂર્ય રાખશો નહીં! શિષ્ય ઉપરનો ગુરુનો સ્નેહ કઠોળ ઉપરના ફોતરા જેવો હોય છે, જ્યારે શિષ્ય તરીકેનો મારા ઉપરનો તમારો સ્નેહ બહુ જ દઢ છે. તેથી તમારું કેવળ રૂંધાયું છે. તે સ્નેહનો જ્યારે અભાવ થશે, ત્યારે તે અવશ્ય પ્રગટશે.”
-..