________________
૪૫૪ ]
[ મહામણિ ચિંતામણિ
અલ્પતમ વિલોકના! શ્રી આનંદજી પાસેથી શ્રી મહાવીર ભગવાન પાસે અને શ્રી મહાવીર ભગવાન પાસેથી શ્રી આનંદજી પાસે જતા બે ગૌતમસ્વામીઓ વાચકને અન્તઃકરણમાં દેખાયા હશે જ ! આવતા કરતાં જતા ગૌતમસ્વામી કેવા તેજોજ્વલ હતા ?! આવતી વખતે તેઓ ધર્મ ઉપર ચાલતા હતા, જતી વખતે તેઓ વીતરાગધર્મ ઉપર ચાલતા હતા! તેથી તેઓ માર્ગસહિત શોભાયમાન-વંદનીય લાગતા હતા. એક ક્ષણ પણ કેવી મહિમાવંત હોઈ શકે, તેનું આ પરમ દાંત! નિવણસાધનાનું આ દ્વિતીય સુવર્ણસોપાન ! આ એ ગૌતમ હતા જેને કેશી ગણધરે હે ગૌતમ! આપ પ્રજ્ઞાવંત છો. સંદેહરહિત અને સર્વ સૂત્રોના પારગામી હોવાથી હું આપશ્રીને વંદન કરું છું એમ કહી વંદન કર્યા હતાં, તે ગૌતમસ્વામી શ્રાવક આનંદજીને ખમાવે છે ! નિવણસાધનાની આ આરાધના છે !
ગૌતમસ્વામીના તો અનંત ઉપકાર છે! શ્રી મહાવીર ભગવાનને ભારતનું ભાવિ પૂછનાર તેઓ હતા! તેમના થકી આપણને છઠ્ઠા આરા સુધીના ભારતવર્ષનું ભવિષ્ય શબ્દસ્વરૂપે જાણવા મળ્યું છે! એ ભાવિને આધારે આપણે આપણા વર્તમાનને શક્ય તેટલો વધુ સાર્થક કરી લેવાનો છે! પૃષ્ઠચંપામાં તે સમયે ગાગલિ નામે સમર્થ રાજા રાજ્ય કરતો હતો. ગૌતમસ્વામીના શુભ આગમનની જાણ થતાં જ તે તેમનાં દર્શને ગયો. ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામી તથા અન્ય મુનિગણને નમસ્કાર કરી યોગ્ય સ્થાને બેઠો. દેવોએ રચેલા સુવર્ણ-કમળ ઉપર બિરાજમાન થઈ, ચાતુર્દાનના સ્વામી (અધિપતિ) ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીએ જે દેશના આપી, તે સાંભળીને ગાગલિ રાજાને પરમ સત્યનું યથાર્થ દર્શન થયું. રાજ્યગાદી પુત્રરત્નને સોંપી, પોતાનાં માતા-પિતા સહિત તેણે ગૌતમસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી. તે સર્વ મુનિવરો અને સાધ્વીઓ ગણધર ગૌતમસ્વામીની નિશ્રામાં આગળ ચાલ્યાં. માર્ગમાં શુભ ભાવના માત્રથી તે પાંચે (ગાગલિ, તેનાં માતા, પિતા, શાલ, મહાશાલ)ને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું!
સૌ ચંપાપુરી સ્થિત શ્રી મહાવીર ભગવાન પાસે આવ્યાં. તેઓએ સર્વજ્ઞશ્રીની પ્રદક્ષિણા કરી, અને ગૌતમસ્વામીને પ્રણામ કર્યા. ત્યારબાદ શ્રી તીર્થને નમીને તે પાંચે કેવળી પર્ષદામાં ચાલ્યા. ગૌતમસ્વામીએ કહ્યું : “પ્રભુને વંદન કરો.” તે જ ક્ષણે સમર્થ જ્ઞાની, સર્વજ્ઞ શ્રી મહાવીર ભગવાન બોલ્યા : હે ગૌતમ! તે પાંચને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, માટે આશાતના કરો નહીં !” આ અમૃતવચન, ધર્મવચન, જ્ઞાનવચન શ્રવણ કરતાંની સાથે જ, પોતાના જ શિષ્ય છતાં, જ્ઞાનપૂર્ણ બન્યા હોવાથી પોતે કરેલી આશાતના બદલ, વિનોદધિ, નમ્રતાના સાગર શ્રી ગૌતમસ્વામી તે સૌને નમ્યા! સાચું પૂછો તો ગુરુ શિષ્યોને નમ્યા નહોતા, સીમિત જ્ઞાન વિશેષ જ્ઞાનને નમ્યું હતું ! નિવર્ણિસાધનાના નિર્મળ પથ ઉપર ગૌતમસ્વામીએ એક કદમ આગળ તરફ ઉઠાવ્યું હતું! અજાણતાં થયેલી ભલની જાણ થતાં તેઓ જળ ભરેલા વાદળ માફક ઝકી પડ્યા! આ સમયના ગૌતમસ્વામી નિવણિમાર્ગના વાયુવેગી મહાયાત્રી અનુભવાય છે ! એવી પરમ વિભૂતિને આત્મવંદના કરીએ છીએ ! તેઓશ્રીના આત્માની શ્રીસંપન્નતાને વંદીએ છીએ!
આવી જ અપૂર્વ ઘટના અષ્ટાપદ પર્વત ઉપર બની ! રાત્રિ અષ્ટાપદ પર્વત ઉપર નિર્ગમન કરી, ઉષઃકાલની અલૌકિક પ્રભા પ્રવર્તતી હતી તેને પ્રફુલ્લિત સમયે મહામુનિ ગૌતમસ્વામી પર્વત ઉપરથી નીચે ઊતરવા લાગ્યા. ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામી જે સમયે પર્વત ઉપર ચડતા હતા તે સમયે, અષ્ટાપદ પર્વતને મોક્ષનો મહાહત સાંભળી પર્વતારોહણ કરવા આવેલા કોડાન્ય, દત્ત અને સેવાળ ઇત્યાદિ દોઢ હજાર તાપસોએ ગૌતમસ્વામીને જોયા હતા. તે તાપસોમાંના પાંચસો તપસ્વીઓ