________________
૪૪૪ ]
[ મહામણિ ચિંતામણિ
ભગવાને રાજગૃહથી પશ્ચિમોત્તર પ્રદેશની તરફ પ્રયાણ કર્યું. ત્યાંથી કૃદંગલા થઈ શ્રાવસ્તીમાં પધાર્યા. અહીં ભગવાન મહાવીરે ગણધર ગૌતમને કહ્યું, “ગૌતમ, તું આજ મારા પૂર્વપરિચિતને જોઈશ !”
ગૌતમે સવાલ કર્યો, “ભન્ત, હું કયા પૂર્વપરિચિતને જોઈશ?” મહાવીર બોલ્યા, “કાત્યાયનગોત્રીય સ્કન્દક પરિવ્રાજકને.” ગૌતમને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. તેણે ફરીથી પૂછ્યું, “ભત્તે ! તે પરિવ્રાજક મને ક્યારે અને કેવી રીતે મળશે?” મહાવીરે સમાધાન કર્યું, “શ્રાવસ્તીમાં પિંગલા નિર્ગથે એને કેટલાક પ્રશ્નો પૂછ્યા, પણ તે એના ઉત્તર ન આપી શક્યો. અહીં આવવા તે પ્રસ્થાન કરી ચૂક્યો છે. તે જલદીથી અહીં પહોંચી જશે. તું આજે જ એને મળશે.”
આમ વાત ચાલતી હતી ત્યાં દૂરથી સ્કન્દક પરિવ્રાજક દેખાયો. ગૌતમ પોતાના સ્થાનેથી ઊઠી એની સામે ગયા. સ્નેહ છલકતી આંખો વડે મધુર વાણીથી બોલ્યા : 'હે સ્કન્દક! તમારું સ્વાગત છે, સુસ્વાગત છે. અન્વાગત છે.” ત્યાર પછી સ્કન્દકનું અહીં આવવાનું પ્રયોજન કહી સંભળાવ્યું. શ્રાવસ્તીવાસી સ્કન્દક કાત્યાયન પરિવ્રાજકનો શિષ્ય હતો. તે ચારેય વેદ, ઇતિહાસ, નિઘંટુ અને ષષ્ટિતંત્રમાં નિષ્ણાત હતો. ત્યાર પછી સ્કન્દકે ભગવાન મહાવીર પાસેથી કેટલાક ખુલાસા મેળવ્યા.
ત્યાંથી ફરતા મહાવીર તથા ગૌતમ રાજગૃહની નજીક તંગિયા નગરીના શ્રમણોપાસકોએ પાશ્વત્ય સ્થવિરોને સંયમ અને તપ અંગે પ્રશ્નો પૂછ્યા અને સ્થવિરોએ ઉત્તર આપ્યા.
ભિક્ષાચયની આલોચના કર્યા પછી તેઓ ભગવાન પાસે આવ્યા અને પૂછ્યું કે સ્થવિરો આવા ઉત્તરો આપવા સમર્થ છે? તેમણે આપેલા જવાબો સાચા છે ? ભગવાન મહાવીરે ઉત્તર યથાર્થ હોવાનું પ્રમાણપત્ર આપ્યું. ત્યાર બાદ ગૌતમે પૂછેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર ભગવાન મહાવીરે આપ્યા. તેનો સાર આ પ્રમાણે છે : પપાસના કરનારને સન્શાસ્ત્ર શ્રવણ કરવાનું ફળ મળે શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાન દ્વારા પ્રત્યાખ્યાન, સંયમ, આશ્રવરહિતપણું, તપ, કર્મરૂપી મેલનો નાશ, અક્રિયપણું અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ત્યાંથી વિહાર કરતા ભગવાન હસ્તિનાપુર તરફ પધાર્યા. “ઉત્તરાધ્યયન’માં જણાવ્યા મુજબ, ગણધર ગૌતમ શ્રાવસ્તીમાં ભગવાન પૂર્વે પધાર્યા હતા અને કાષ્ઠક ઉદ્યાનમાં રોકાયા હતા. એ નગરીની બહાર એક તિન્દુક ઉદ્યાન હતું. ત્યાં પણ પાર્થસંતાનીય નિગ્રંથ કેશીકુમાર શ્રમણ પોતાના શિષ્યો સહિત રોકાયા હતા. શ્રમણ કેશીકુમાર કુમારાવસ્થામાં જ દીક્ષિત થઈ ચૂક્યા હતા. તેઓ જ્ઞાન અને ચારિત્ર્યમાં પારગામી હતા. મતિ, શ્રત, અવધિ–ત્રણ જ્ઞાનના સાધક હતા.
બન્નેના શિષ્ય-સમુદાયના અન્તમનસમાં જાત-જાતના પ્રશ્નો ઊડ્યા. શિષ્યોની આશંકાઓથી ઉત્રેરિત થઈ બન્નેએ એકબીજાને મળવાનો નિશ્ચય કર્યો. કેશીકુમાર અને ગણધર ગૌતમનો એ ઐતિહાસિક સંવાદ “ઉત્તરાધ્યયન સૂત્ર'ના ત્રેવીસમા અધ્યયનમાં વેસી ગોતમીય નામથી સંકલિત છે.
ગૌતમસ્વામીએ કેશીના અનેક પ્રશ્નોનું સમાધાન કર્યું. કેશીકુમારે પ્રશ્ન કર્યો : “આપ સહસ્ત્ર શત્રુઓ વચ્ચે ઊભા છો. એ શત્રુઓને આપે કેવી રીતે જીત્યા?” ગૌતમે સમાધાન કર્યું : “જ્યારે મેં એક શત્રુને જીતી લીધો, તો પાંચ શત્રુ જિતાઈ ગયા. પાંચ શત્રુઓ જીતી જવાથી દસ અને ! એ રીતે મેં સહસ્ત્ર શત્રુઓ જીતી લીધા.” એ શત્રુઓ કોણ-કોણ છે તેવા પ્રશ્નનો ગૌતમે ઉત્તર