________________
૩૪૬ ]
[ મહામણિ ચિંતામણિ
ઉપર
3 ૨. સકલીકરણ :- ક્ષિપ ૐ સ્વાહાનો ન્યાસ ૧. ક્ષિ_બંને પગના જાનમાં (ઢીંચણ) પર બીજાક્ષર પીળા વર્ણનો કલ્પી સ્થાપન કરવો. ૨. નાભિ ઉપર . બીજાક્ષર શ્વેત વર્ણનો કલ્પી સ્થાપન કરવો. ૩. ઉ–હૃદય ઉપર બીજાક્ષર લાલ વર્ણનો કલ્પી સ્થાપન કરવો. ૪. સ્વા—મુખ ઉપર બીજાક્ષર નીલ વર્ણનો કલ્પી સ્થાપન કરવો. પ. હા–મસ્તક ઉપર બીજાક્ષર શ્યામ વર્ણનો કલ્પી સ્થાપન કરવો.
આ પ્રમાણે પંમહાભૂતરૂપ મંત્રબીજો વડે ત્રણ વખત આરોહ-અવરોહ ક્રમથી સકલીકરણ કરવાનું છે.
ફરી બીજાં અંગોને સકલ કરવા માટે આ ક્લિપ ૐનો વાસ છે. શરીનાં મુખ્ય સ્થાનોને સકલ બનાવી ચૈતન્યસ્વરૂપે જાગૃત કરવાની ક્રિયા. માનવાદિ શરીર પંચતત્ત્વોનું બનેલું છે, અનુક્રમે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ- આ તત્ત્વો વિષમ ન બની જાય અને દેહમાં સમત્વ જાળવી રાખે એ માટે આર્ષદ્રષ્ટાઓએ પંચતત્ત્વનાં પાંચ મંત્રબીજો નક્કી કર્યા છે. દરેક બીજ સંલગ્ન તત્ત્વો સાથે સંબંધિત હોઈ, તે ઉપર અંકુશ ધરાવે છે. શરીરના જણાવેલા પાંચ ભાગો પર બંને હાથના. પંજાથી આરોહ-અવરોહ ક્રમથી તે તે સ્થાને સ્થાપિત કરવાં. શાસ્ત્રમાં આ પાંચ તત્ત્વોના પાંચ રંગો જે કલ્પેલા છે તેને ધારણ કરીને તે તે રંગવાળા અક્ષરો કલ્પી સ્થાપિત કરવા. 0 ૩. અંગન્યાસ :
હ–હૃદય પર તત્ત્વમુદ્રા કરી ન્યાસ કરવો. હીં–કંઠ પર તત્ત્વમુદ્રા કરી ન્યાસ કરવો. હું-તાળવા પર તત્ત્વમુદ્રા કરી ન્યાસ કરવો. હી–ભૂમધ્ય પર તત્ત્વમુદ્રા કરી ન્યાસ કરવો. હ–બ્રહ્મરન્દ્ર પર તત્ત્વમુદ્રા કરી ન્યાસ કરવો.
ન્યાસ એટલે સ્થાપના. શરીરના તંત્રને ચૈતન્યમય અને પવિત્ર બનાવવા શરીરના મુખ્ય જે ભાગોને ઉપયોગમાં લેવાના છે તેને ન્યાસ, તે તે જગ્યાએ અંગૂઠાના અગ્રભાગ પર અનામિકા મૂકવાથી તત્ત્વમુદ્રા કરવો. મતાંતરે જમણા હાથથી અથવા બંને હાથથી કરવાની પણ પ્રથા છે.તાળવું=મુખની અંદર ઉપરનો ભાગ, ભૂમધ્ય =બે ભ્રમરની વચ્ચે અને નાસિકાનો ઉપરનો ભાગ, બ્રહ્મરંધ્ર=જ્યાં ચોટલી ઊગે તે સહિત મસ્તકનો મધ્યભાગ. ૪. કરન્યાસ :
કર એટલે હાથ. હાથની આંગળીઓ વગેરેમાં કરવાની સ્થાપના તે કરવાસ. પૂજનમાં બંનેય હાથી ઉપયોગમાં લેવાતા હોવાથી બંને હાથની આંગળીઓને શુદ્ધ, પવિત્ર અને ચેતનામય બનાવવા આંગળીના મૂળમાંથી સ્પર્શ કરી યેચ સુધી લઈ જવી.
- ૐ દાઁ નમો રિહંતા-ઇમ્યાં નમઃ |