________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૧
ફેરફાર સાથે શાસ્ત્રીય રાગો અને દેશીઓનો પ્રયોગ પણ થયેલો છે.
માત્રામેળ છંદોમાંથી કેટલીક દેશીઓનો વિકાસ થયો. અપભ્રંશ રચનાઓમાં છંદો અને દેશીઓ બન્નેનો પ્રયોગ થયો છે. છંદમાં પ્રાસ, તાલ, લય હોવાથી કાવ્યના વિષયને હૃદય સુધી પહોંચાડવામાં સહાયક છે. મનુષ્યની ભાવાભિવ્યક્તિને પ્રગટ કરવા માટે લયયુક્ત છંદરચના જ વધુ સમર્થ બને છે. પ્રતિભાશાળી કવિઓએ છંદમાં રચના કરીને સાહિત્યનો સમૃદ્ધ અમર વારસો અર્પણ કર્યો છે. જ્યારે કોઈ રચના એક જ છંદમાં થઈ હોય અથવા વિવિધ છંદોનો પ્રયોગ થયો. હોય ત્યારે છંદરચના' કહેવાય છે. છંદરચના પદને લાલિત્યપૂર્ણ બનાવીને શ્રોતાઓને શીધ્ર સ્પર્શીને પરિતૃપ્ત કરે છે. આવી શક્તિ ગદ્યમાં નથી. વેદથી જુદા છંદ એ લૌકિક છંદ છે. પિંગળના છંદો લૌકિક કહેવાય છે. પિંગળમાં અક્ષરમેળ, માત્રામેળ અને રૂપમેળ છંદોની માહિતી છે. લૌકિક સંસ્કૃત ભાષામાં સૌ પ્રથમ વાલ્મીકિએ અનુરુપ છંદ પ્રયોગ કર્યો છે. ત્યાર પછી તે સંસ્કૃતમાં અને બાદમાં ગુજરાતીમાં સહજ રીતે પ્રચાર પામ્યો છે.
જૈન કવિઓની છંદરચનાઓની વિગતો નીચે પ્રમાણે છે :
રંગરત્નાકર નેમિનાથ છંદની રચના કવિ લાવણ્યસમયે સં. ૧૫૪૦માં કરી છે. તેમાં વિવિધ છંદો દ્વારા નેમિનાથનું ચરિત્ર વર્ણવ્યું છે. તેમાં ૧૧૭ કડીઓ છે. રચનાને અંતે સંસ્કૃતમાં છંદ રચના-અધિકાર પર્ણ થાય છે એવો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. શ્રી નિરામિ શ્રી નેમિનાથોછવોઝધિવારે પ્રથમesfધકાર સંપૂf: ” કવિએ પ્રાસાદિક શૈલીમાં રચના કરી છે, વિવિધ અલંકારોથી અભિવ્યક્તિ કરીને કવિપ્રતિભાનો પરિચય કરાવ્યો છે.
“શ્રી સૂર્ય-દીવા વાદ છંદ કવિ લાવણ્યસમયની આ રચના સૂર્ય અને દીવો–એ બેમાંથી કોણ પ્રધાન છે તેના વિષેની માહિતી આપે છે. છપ્પય છંદની ૩૦ કડીમાં રચના કરી છે. | ભારતી છંદની રચના કવિ સંઘવિજયે સં. ૧૬૮૭માં કરી છે. એનું બીજું નામ ભંગવતીનો છંદ છે. સરસ્વતી, શ્રુતદેવી એ અર્થમાં છંદ રચના કરી છે. તેમાં સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ યોગિની અને નવદુગની સ્તુતિ કરવામાં આવી છે. કવિએ “અડયલ્લ’ છંદનો પ્રયોગ કર્યો છે.
ગૌતમસ્વામી વિષયક છંદરચનાઓનો પરિચય ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીનું જીવન અને કાર્ય આ કળિકાળમાં ભવ્ય જીવોના કલ્યાણને માટે અનન્ય પ્રેરણાદાયી છે. ગૌતમસ્વામી એ ભગવાન મહાવીરના શાસનના પ્રથમ સુકાની (ગણધર) અને અનંત ઉપકારી ગુરુદેવ છે. એમના જીવનના પ્રસંગોને મિતાક્ષરી શૈલીમાં ને વિસ્તારથી ગૂંથી લેવાનો પ્રશસ્ય પ્રયત્ન વિવિધ કવિઓએ સ્તવન, સજઝાય, છંદ અને ચૈત્યવંદન જેવી રચનાઓમાં કર્યો છે.
[૧] કવિ શ્રી સૌભાગ્યવિજયજી મહારાજે ગૌતમસ્વામીના નવ ગાથાના છંદમાં એમનો મહિમા વર્ણવ્યો છે. છંદની આરંભની પંક્તિઓ નીચે મુજબ છે :
માત પૃથ્વી-સુત પ્રાતઃ ઊઠી નમો;
ગણધર ગૌતમ નામ ગેલે.” પ્રભાતના સમયમાં છંદનું સ્તુતિ સ્વરૂપે ગાન કરવામાં આવે છે. પવિત્ર અને દિવ્ય વ્યક્તિના