________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
વિક્રમ સંવતની અઢારમી સદીના
જૈન ગુર્જર કવિઓની કાવ્યારંભે ગૌતમવંદના
૪૯
-પ્રા. બિપીનચંદ્ર ર. ત્રિવેદી કિશોરચંદ્ર ર. ત્રિવેદી
પવિત્ર પુરુષના નામનો પણ અચિંત્ય મહિમા હોય છે. નામમાં પણ અનંત શક્તિઓ છુપાયેલી હોય છે. નામસ્મરણથી જ સાક્ષાત્કારની આબાદ ભૂમિકા રચાય
છે.
અત્રે ગુર્જર કવિઓએ રચેલાં ભક્તિકાવ્યોમાં આરંભે જ ગૌતમસ્વામી ભગવંતને કરાયેલ વિનયપૂર્વકના નમસ્કારની નોંધ દર્શાવવામાં આવી છે. અત્રે દર્શાવેલું અલ્પ આચમન'પણ આપણને છૂપો સંકેત કરે છે કે લેજો સૌપ્રથમ ગણધર ગૌતમનું નામ. જો કે, અહીં નિર્દેશ્યાં છે એટલાં જ કાવ્યારંભે ગૌતમસ્વામીનું નામ હશે એમ માનવું નહીં. સંશોધન કરવામાં આવે તો આ સિવાયની હસ્તપ્રતોમાં પણ ઘણા ઉલ્લેખો મળી આવે. અહીં તો માત્ર અઢારમી સદીની રચનાઓમાંથી કેટલીકનો નિર્દેશ કર્યો છે.
[ ૩૮૫
સંકલનકાર શ્રી બિપીનચંદ્ર ત્રિવેદી જંબુસરની કોલેજમાં પ્રાધ્યાપક છે. વિવિધ સંદર્ભ-સાહિત્યમાં તેઓ અત્યંત રસરુચિ ધરાવતા રહ્યા છે. આ ગ્રંથયોજનામાં તેમનું બહુ નોંધપાત્ર પ્રદાન છે.
-સંપાદક
ગુજરાતના જૈન કવિઓએ પોતાના કાવ્યગ્રંથોમાં પ્રારંભે શારદા, ભારતી, સરસ્વતી, કાશ્મીરાદેવી, હંસવાહિની, ભગવાન મહાવીર, ગણધરો, પોતાના ગુરુ-મુનિ-સૂરિ-ગચ્છનાયક, પદ્માવતીદેવી, શત્રુંજય વગેરે પૈકી ગૌતમસ્વામીને પણ આદરપૂર્વક યાદ કરીને પછી કલમને આગળ ધપાવી છે. આ પ્રકારની આરંભની ‘આદિ’ વંદનાનાં કેટલાંક દૃષ્ટાંતો અહીં રજૂ કર્યાં છે. આ કવિઓના કવનકાળનો સમય વિક્રમના અઢારમા શતકનો છે. આ લેખ તૈયાર કરવામાં જૈન ગુર્જર કવિઓ' ભાગ ૪ અને ૫, સંગ્રાહક અને પ્રયોજક મોહનલાલ દલીચંદ દેસાઈની પ્રથમ આવૃત્તિની સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિ સંપાદક જયંત કોઠારી–જાન્યુઆરી ૧૯૮૮ની મદદ લીધી છે, જે અંગે સંપાદકનો ઋણભાર સ્વીકારીએ છીએ.
‘કયવન્ના શેઠનો રાસ’માં કવિ જયરંગ-જેતસી સં. ૧૭૨૧માં પ્રરંભનો દુહો લખે છે : પ્રથમ વહી દૂર મંડીઈ, શ્રી ગૌતમસ્વામિની લબ્ધિ, સુરગુરુ અનેંકુમારજી, મંત્રીશ્વરની બુદ્ધિ.’
કવિ જ્ઞાનસાગર ચિત્રસંભૂતિ ચોપાઈ’ સં. ૧૭૨૧માં લખે છે ઃ