________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૯૫
શરમભર્યું કહેવાય. પણ શું કરું? હે વીર ! આપ તો મને પ્રાણથી પણ વધારે વહાલા છો. હસી દીક્ષિત સાનસે સીધ્યા, પોતાના ગણી પાસે લીધા;
નેણ ઓછાં અધિકાં કીધાં, મુજને જાણ છતાં દા' દીધા...હો વીર....
બલિહારી રે વીર તુમારી, દુ:ખ દીઓ પહેલું ઠારી;
તુમે સર્વ જીવોના ઉપકારી, આશા હતી તુમારી...હો વીર....
અરે, મારે હાથથી દીક્ષા આપેલ સાતસોને પણ આપે પોતાના માનીને સાથે લઈ લીધા. તે સર્વ સિદ્ધિપદને પામી ગયા. જેમ આપના ઉપર વધુ સ્નેહ કર્યો તેમ આપે મને અળગો ગણીને, તેમના પ્રત્યે અમીદૃષ્ટિ રાખી. આમ, અમારા પ્રત્યે ભેદભાવ રાખ્યો. આપ તે બધું જાણતા હતા. છતાં મને જ દગો આપવાનું આપને કેમ ગમ્યું ?
હે વીર ! તમારી બલિહારી છે. પહેલેથી મને ઠારી ઠારીને પાછળથી દુઃખમાં ધકેલ્યો ! તમે સર્વ જીવોને ઉપકારી ભગવાન છો. મને પણ આપના ઉપર જ મોટી આશા હતી. એ આશામાં આપની સામે જ મીટ માંડીને બેઠો હતો. એ સર્વ આશા પર આજે પાણી ફરી વળ્યું. આશા ઠગારી નીવડી અને મને આપ નોંધારો મૂકીને ચાલ્યા ગયા. હે વીર ! આપ તો મને પ્રાણથી પણ વધારે વહાલા છો.
પ્રભુ રાગદ્વેષ રહિત જાણી, મન રાખ્યું ખેંચી તાણી;
ભગવંત શું ભક્તિ મંડાણી, ગોયમ થયા કેવળજ્ઞાની...હો વીર...
દિન દિવાળીને બીજે, રૂડા ઝારપટોરા કાજે;
રસનિધિ ક્લા સમ રાઝે, સાજી કલ્યાણ કોડ મળી જે...હો વીર...
અરે ! આ બધું મેં શું ચિંતવ્યું? પ્રભુ તો રાગદ્વેષ વિના વીતરાગ દેવાધિદેવ છે. એમને મન તો બધાં પ્રાણી સરખાં હોય. કોઈ ભેદભાવ ન હોય. દગો-પ્રપંચ પ્રભુ કરતા હશે ? અરે, આવા ખોટા ઓલંભા હે જીવ! તેં શા માટે આપ્યા ? મોહ વગર હું જ અબુધ જાણી ન શક્યો. જગતમાં મારું કોઈ નથી. હું કોઈનો નથી. મોહવશ મારા-તારાના ભેદમાં ભાન ભૂલ્યો. હે ભગવંત ! ક્ષમા કરો. ક્ષમા કરો. આ અજ્ઞાની ગોયમાની ભૂલ ક્ષમા કરો.
આમ, ભગવાન સાથે ભક્તિનું સાચું જોડાણ સંધાયું. ગૌતમસ્વામી અપૂર્વ જ્ઞાનપ્રકાશને નિહાળતાં કેવળજ્ઞાની થઈ ગયા. એ દિવસ હતો નવા સંવત્સરનો પહેલો દિવસ...કારતક માસની શુક્લા પ્રતિપદાનો પ્રાતઃકાળ !
દિવાળીનો બીજો દિવસ ઝારપટોરા નામે જનતાએ ઊજવેલ. કલ્યાણ સાજીજી આ રચના સં. ૧૬૯૬માં બનાવીને પોતાના કોડ–મનોરથ પૂરાં થયાનું કહે છે.
(‘સુઘોષા' સામયિક, નવેમ્બર ૧૯૮૫ માંથી સાભાર.)
***