________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૨૩
1 કયા રે.
૭૫. વાંછિતદાતા શ્રી ગૌતમના પ્રભાવે જય-વિજય મળે છે. એમનું નામસ્મરણ કરતાં રોગ, ઉપદ્રવો અને સંકટો ટળે છે. ઓં હ્રીં એવા મંત્રાક્ષરો સાથે “શ્રી ગૌતમસ્વામિને નમઃ' એવા મંત્રને તમે ધ્યાવો અને તેના પ્રતાપે ઋદ્ધિ, વૃદ્ધિ, કલ્યાણ, સંપત્તિ અને નવનિધિને પ્રાપ્ત કરો. (૩).
ધન્ય એ પૃથ્વી માતને રત્નકુક્ષિણી માયા, ધન્ય વસુભૂતિ તાતને જેના કુલ અવતરિયા; ધન્ય મહાવીર દેવ, જે ગૌતમ શિષ્ય પાયા,
જિનશાસન જયવંત ગૌતમ ગુરુ ગુણ ગાયા ૭૬. જેની કૂખે શ્રી ગૌતમ જન્મ્યા તે રત્નકુક્ષિણી પૃથ્વી માતાને ધન્ય હો ! જેના કુળમાં શ્રી ગૌતમ અવતર્યા તે શ્રી વસુભૂતિ પિતાને ધન્ય હો ! શ્રી ગૌતમ જેવા શિષ્ય મેળવનાર પ્રભુ મહાવીરસ્વામીને પણ ધન્ય હો ! આ શ્રી જિનશાસન જયવંતુ હો, કે જેને પામીને મેં શ્રી ગૌતમ ગુરુના ગુણ ગાયા. (૪).
(કળશ) ગાયા ગાયા રે મહાવીર જિનેશ્વર ગાયા, ગાયા ગાયા રે ગુરુ ગૌતમના ગુણ ગાયા; જિનશાસનમાં શ્રી વીર મંગળ ગૌતમ મંગળ પાયા.
સ્થૂલિભદ્રાદિક મંગલ મંગલ શ્રી જૈન ધર્મ કહાયા રે. ૭૭. કવિ આનંદ પ્રગટ કરતાં કહે છે કે – મેં શ્રી ગૌતમ સ્વામીના ગુણ આજે ગાયા છે, ગાયા છે, ગાયા છે. શ્રી જિનશાસનમાં પહેલું મંગળ શ્રી વીરપ્રભુનું છે, બીજું મંગળ શ્રી ગૌતમસ્વામીનું છે. ત્રીજું મંગળ શ્રી સ્થૂલિભદ્રાદિ મહાત્માનું છે અને ચોથું મંગળ શ્રી જૈન ધર્મનું છે. (૧).
વર્ષ પચાસ ગૃહ, બેતાલીસ વર્ષ ચારિત્ર ધરાયા; તેમાં ત્રીસ વરસ વીરસેવા, બાર કેવલી પર્યાયા રે.
૨. ૭૮. શ્રી ગૌતમ ગુરુ ૫૦ વરસ ઘરે રહ્યા, ૪૨ વર્ષ ચારિત્ર પાળ્યું. તેમાં ત્રીસ વર્ષ શ્રી વીપ્રભુની અખંડ સેવા કરી અને છેલ્લાં ૧૨ વર્ષ કેવલીપણે વિચર્યા. (૨).
બાણું વરસ વય ગૌતમ ગણધર પ્રભુની પછી શિવ પાયા;
ગૌતમ સોહમ વિણ નવ પ્રભુની છાયામાં શિવ પાયા રે. ૭૯. આમ, ૯૨ વર્ષની વયે શ્રી ગૌતમ ગણધર, પ્રભુના નિવણિ પછી બાર વર્ષે મોક્ષપદ પામ્યા. શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધમસ્વિામી સિવાયના શેષ નવ ગણધરો તો પ્રભુની હાજરીમાં હયાતીમાં જ મોક્ષે ગયા હતા. (૩).
જૈનપુરી અમદાવાદ મળે, ચાતુર્માસ ઠરાયા;
શ્રી ગુરુ આશા સુણી સંઘ વિનતિ, પુણ્ય અવસર આયા રે. ૪. ૮૦. આ રાસના કવિ જૈનપુરી ગણાતા અમદાવાદ શહેરમાં શ્રી ગુરુની આજ્ઞા અને શ્રીસંઘની વિનંતિને વશ થઈને ચાતુમસ રહ્યા ત્યારે (આ રચના કરવાનો) અવસર પુણ્યયોગે આવી મળ્યો. (૪).