________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૩૫
શ્રી ગૌતમ સ્વામીનો રાસ
પૂજ્ય મુનિપ્રવર શ્રી સુધર્મસાગરજી મહારાજ [એક ને એક વાત ગદ્યમાં વ્યક્ત થાય અને પદ્યમાં વ્યક્ત થાય એની અસરમાં, એના પ્રભાવમાં ઘણો ફરક પડી જતો હોય છે. એ જ વાત લય-રાગ-ઢાળમાં, ગેયરચના રૂપે વ્યક્ત થાય ત્યારે એનો પ્રભાવ અનોખો જ લાગે છે ! પ્રસ્તુત રાસ દ્વારા પૂ. મુનિવર શ્રી સુધર્મસાગરજી મહારાજે એ સિદ્ધ કરી આપ્યું છે. વારંવાર ગાવા-ગણગણવાથી ગણધર ગૌતમની એક આભા પ્રસરી રહે છે.
શ્વેતામ્બરદિગંબર બંનેની માન્યતા સાથે ભગવાન મહાવીર સાથેના ૩જાથી ૨૭મા ભવ સુધીનો સંબંધ આવતો હોય તેવો રાસ એકે નથી. કોઈક પાસે કરાવો.” પૂ. મનિશ્રી સુધર્મસાગરજીની આ વાતથી હું મુંઝાણો. કેટલો સમય લાગે? કોણ બનાવે ? અશક્યને શક્ય કરવાની પૂજ્યશ્રીની ભાવના હતી. તેમણે પ્રયત્ન જાતે કર્યો. ફળરૂપે માત્ર ૧૨ દિવસમાં ચાલુ વિહારમાં તેમણે આપણને એક સુંદર રાસ આપેલ છે. બેસતા વર્ષના માંગલિકમાં આ રાસને સ્થાન અપાય તો પૂજ્યશ્રીની તથા મારી ગ્રન્થ પ્રકાશનની મહેનત સફળતાનું શિખર પામશે.
-સંપાક./
નેમીશ્વર વંદન કરી, અંબિકા સ્મરી આજ ગૌતમ રાસે ગાઈશું, તારણ તરણ જહાજ. ચૌદશે બાવન ગણધર, પ્રેમે પ્રણમી પાય; ગૌતમ ગુરુ ઘુણતા મને, કરજો મેં સુપાય. સરસતી ભારતી શારદા, ઘો મુજને મતિ ચંગ, ઇન્દ્રભૂતિને અર્ચતાં, આનંદ ઊપજે અંગ. અલ્પ મતિ મારી કને, ગૌતમ ગુણ અનંત, રાસ રચંતા મુજ હોજો, ભવજણ કેરો અંત. કપિલથી ગૌતમ સુધી, મલિયું મુજને જેહ, વર્ણવતાં જે ભૂલ રહે, કરજો માફ જ તેહ.
ઢાળ–૧ (રાગ : મૈત્રીભાવનું પવિત્ર ઝરણું) ઋષભ જિનેસર કેરો પૌત્ર, મરીચિ નામે ફરતો; પરિવ્રાજક વેશે વીર જોતાં, કપિલનું મન હરતો. મરીચિ વેણે સંયમ લેવા, થનગન મનડું થાતું. બોલે મરીચિ ઋષભદેવ કને, સંયમ લેવા જતું. ધરમ નથી શું તાહરી પાસે, કપિલ એમ જબ બોલે, અહીં પણ છે ને ત્યાં પણ છે એમ કહેતો મરીચિ ડોલે.