________________
૩૨૮ ]
[ મહામણિ ચિંતામણિ
(૧૨) બધા મિત્રભાવવાળા થાય છે. (કોઈ દુશમન રહેતા નથી.)
(૧૩) (૧૩) ઓચ્છવની પ્રાપ્તિ થાય છે, (૧૪) કોઈ પણ પ્રકારના પરાભવ-પરાજય-હાર થાય નહીં, (૧૫) માંગલિક વાજિંત્રો વાગે; તથા (૧૬) “કૂર-કપૂર' એટલે ઉત્તમ પ્રકારનાં ભોજન મળે છે.
(૧૪) (૧૭) યુદ્ધમાં વિજય થાય છે, (૧૮) સ્વામી-શેઠ રાજી થાય છે, (૧૯) વિનય એટલે નમ્રતા તથા વિવેક એટલે સારાસાર–હિત-અહિતનું ભાન–એ બે ગુણો આવે છે, તથા (૨૦) અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.
(૧૫) (૨૧) કોઈ પાપ છૂપું રહેતું નથી–પાપનો નાશ થાય છે, (૨૨) સર્વ પ્રકારનાં | દુઃખો દૂર થાય છે, (૨૩) સર્વ પ્રકારનાં કર્મ ખપી જાય છે–નાશ પામે છે; અને છેલ્લે (૨૪) શિવ-શર્મ એટલે મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
(૧૬) શ્રી ગૌતમસ્વામીના અદ્ભુત નામ-સ્મરણનું વધુ શું વર્ણન કરીએ? ટૂંકમાં, તમે નિશ્ચયથી એમ જાણી લો કે શ્રી વીપ્રભુના પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીનું નામસ્મરણ કરતાં જાગીએ એટલે ક્ષણે ક્ષણે સાવધાન થઈને યાદ કરીએ તો આ ચમત્કારી નામ-સ્મરણના મહિમાથી જીવ જે જે ઇચ્છાઓ કરે છે તે તેને અવશ્ય પ્રાપ્ત થાય છે.
(કળશ : સંસ્કૃતમાં છે—તેનો અર્થ) (૧૭) ભક્તિ એટલે બહુમાનપૂર્વક ઉત્પન્ન થયેલ, ફિત એટલે ઉજ્વળ, પવિત્ર, મુદા એટલે હર્ષના, આલય એટલે સ્થાન-રૂપ, અનેક ગણધરોનાં ચરણ-કમળોને સેવવામાં ભ્રમર સરખા એવા શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ આ પ્રકારે શ્રી ગૌતમસ્વામીની મનોહર સ્તુતિ બનાવી છે તેનું જે ચંગાત્મકા એટલે સુંદર, ભવ્ય આત્માઓ પ્રભાત સમયે સ્મરણ કરે છે તેઓ હંમેશાં ! મનોવાંછિત ફળ શીઘ મેળવે છે.
(આ લઘુરાસના અર્થ-કર્તા શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે.)
* * *
મહામહોપાધ્યાય મુનિરાજ શ્રી મેઘરાજજી વિરચિત શ્રી ગૌતમસ્વામીનો લઘુરાસ
(ચોપાઈ) શ્રી વર્ધમાન જિનવર તણો, શિષ્ય ગૌતમ ગણધર સુજસ ઘણો; પ્રહ ઊઠી ગુરુ નામ ભણો, જસુ સમરણ લાભ અનંત ગુણો. શ્રી વસુભૂતિ સુપુત્ર ભલો, પ્રસવે સુત સોહે જગ વિલો; ઋદ્ધિ સિદ્ધિ લબ્ધિ ગુણ વિલો, સુખ સંપત્તિ દે ગૌતમ વહિલો.