________________
૩૨૪ ]
[મહામણિ ચિંતામણિ
દુ સહસ પંચ સંવત્સર ગૌતમ કેવલ દિવસ સુહાયા;
નેમિસુરિ પદ પવા પસાયે ગૌતમ રાસ રચાયા રે. ૮૧. સંવત ૨૦૦૫ના વર્ષે શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો સોહામણો દિવસ આવ્યો ત્યારે શ્રી નેમિસૂરિ ગુરુના ચરણકમળના પસાયથી આ શ્રી ગૌતમસ્વામીના રાસની રચના થઈ. (૫).
ગૌતમ-રાસ ભણતાં સુણતાં, કલ્યાણ કમલા સાયા;
પધરિ ગુરુ ગૌતમ મહેરે, ધર્મ કરો હરખાયા રે. ૮૨. શ્રી ગૌતમગુરુનો આ રાસ ભણવાથી અને સાંભળવાથી કલ્યાણની લક્ષ્મી હજો ! શ્રી પદ્રસૂરિ નામના કવિ કહે છે કે ગુરુ ગૌતમની મહેરથી હર્ષભરપૂર બનીને ધર્મકરણી કરજો ! (૬).
ભાવ રત્નત્રયી દાયક, મદીયાત્મોદ્ધારક, પરમોપકારી,
શિરોમણિ પરમગુર આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વર ચરણ-કિંકર-વિયાણુ,
શારાવિશારદ, કવિ દિવાકર આચાર્ય વિજયપધરિ
વિરચિત (તે રાસ ઉપર ગુજરાતી અર્થ-વિવરણ પૂ. પં. શ્રી શીલચંદ્રવિજય ગણીએ સં. ૨૦૪૨ના આસો સુદની શાશ્વતી ઓળીના દિવસોમાં શ્રી ગૌતમસ્વામી ગણધરના ૨૫૦૦માં નિર્વાણ વર્ષના ઉપલક્ષમાં ભાવનગરમાં લખ્યું.) (જૈન' સાપ્તાહિકપત્રના શ્રી ગુરુ ગૌતમસ્વામીજી વિશેષાંકમાંથી સાભાર ઉત)
* * * શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છાધિરાજ ગુરુદાદા
શ્રી પાર્શ્વચન્દ્રસૂરિ વિરચિત
શ્રી ગૌતમસ્વામીનો લઘુરાસ (આજથી ૫૦૦ વર્ષ પૂર્વે થયેલા પ્રભાવક પૂ. પાર્ધચંદ્રસૂરિજી મહારાજની પ્રસાદી | લઘુરાસ રૂપે અત્રે પ્રકાશિત થયેલી છે. નામ માત્ર ગૌતમનું લઈએ તો શું થાય?”—એની સુંદર શબ્દમાળા આલેખી છે. વળી, આ ગુજરાતી અને પ્રાકૃત ભાષામિશ્રિત લઘુરાસનો શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય શ્રી સાગરચંદ્રસૂરિજી મહારાજે કરેલ ભાવાનુવાદ પણ અત્રે પ્રકટ કરેલ છે. પ્રસ્તુતકર્તા પૂ સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજનું જૈન-સાહિત્ય-સર્જનમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. કચ્છના કંઠીપ્રદેશના મોટીખાખર ગામની ભૂમિ પર માતા વેલબાઈ ને પિતા રવજીભાઈની કુલદીપિકા સત્તર વર્ષની યુવાનવયે પાર્જચંદ્રગચ્છીયા પ્રવર્તિની પૂ. ખાંતિશ્રીજી મહારાજનાં પટ્ટધરા શિષ્યા વિદુષી પૂ સા. શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પણ કરી પ્રવજ્યાના પંથે પ્રયાણ કર્યું ત્યારથી એક કઠોરતમ જીવનની અને સંયમ જ્ઞાનાદિના સાચા રસાસ્વાદની શરૂઆત થઈ. સંયમ પાલન માટેની વિશુદ્ધતા, ચુસ્તતા, સજાગતા | ગુરુકૃપાએ પ્રાપ્ત થઈ અને ધાર્મિક અભ્યાસમાં પણ આગળ વધતા રહ્યાં. સંસ્કૃત-પ્રાકૃત કાવ્યો,