________________
૩૧૬ ]
[ મહામણિ ચિંતામણિ
ઇન્દ્રભૂતિ જે વેદવાકયના, ખોટા અર્થ કરતા;
ભૂલ સમજાવે સાચા અર્થો, સમજી સંશય હરતા. ૩૩. ઇન્દ્રભૂતિને સંશય થવાના કારણરૂપ વેદવાકય હતાં, જેના તેઓ ખોટા અથ કરતા હતા. ભગવાને તેમને તેમની તે ભૂલ સમજાવી અને સાચા અર્થ સમજાવીને તેમનો સંશય હર્યો. (૬).
વૈશાખ સુદ અગિયારસ કેરા પૂર્વાહ્ન ત્યે દીક્ષા;
પંચસયા શિષ્યોની સાથે, પામ્યા દુવિહા શિલા રે. ૩૪. એથી પ્રતિબોધ પામેલા ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાનની પાસે તે જ દિવસે, એટલે કે વૈશાખ સુદ ૧૧ના દિને, પૂવહ્નિ સમયે પોતાના પ૦૦ શિષ્યો સહિત દીક્ષા લીધી અને ભગવાન પાસે બે પ્રકારની શિક્ષા પામ્યા; શિષ્યપદ અને ગણધરપદ. (૭).
ગૃહી પર્યાય પચ્ચાસ વર્ષનો, એકાવનમે વર્ષે;
સમ્યકત્વી ચઉનાણી બનતા, દીક્ષા સાથે હર્ષે રે. ૩૫. ગૃહસ્થાવાસમાં ૫૦ વર્ષ રહ્યા. પછી ૫૧મા વર્ષે સમ્યકત્વવંત બનવાની સાથે જ !. દીક્ષા અને ચાર જ્ઞાનોને પણ તેમણે હર્ષપૂર્વક પ્રાપ્ત કર્યા. (૮).
ઈમ નિજ સંશય દૂર કરીને, દશ પંડિત પરિવારે;
શિષ્ય બનાવ્યા ગણધર વિધિએ, પ્રભુએ તે અગિયારે રે. ૯. ૩૬. એ પછી, એ જ રીતે બાકીના અગ્નિભૂતિ આદિ દશ પંડિતો પણ આવ્યા અને પ્રભુએ એ સહુના સંશયોને દૂર કરીને તે સૌને શિષ્ય પરિવાર સાથે વિધિપૂર્વક દીક્ષા આપીને પોતાના ૧૧ ગણધર બનાવ્યા. (૯).
પ્રભુનો વાસક્ષેપ અલૌકિક, મિથ્યાત્વાદિ હઠાયા; બીજ બુદ્ધિથી ત્રિપદી પામી, દ્વાદશાંગી વિરચાયા.
૧૦. ૩૭. પ્રભુનો વાસક્ષેપ એવો અલૌકિક હતો કે તેથી તે સૌના મિથ્યાત્વ આદિ દોષો દૂર થઈ ગયા અને બીજ બુદ્ધિના ધણી તે ૧૧ ગણધરોએ ત્રિપદી મેળવી કે તરત જ દ્વાદશાંગીની રચના કરી. (૧૦).
સ્વજનોદ્ધાર કરણ શુભ યોગી, ગણધર પદવી પાવે;
આહારક રૂપથી ચઢિયાતું, ગણધર રૂપ જણાવે રે. - ૩૮. જે જીવ પૂર્વજન્મમાં સતત એમ ભાવના કરે કે મારા સ્વજનાદિ વર્ગનો મારે ઉદ્ધાર કરવો છે, તે શુભ યોગવંત જીવ ભવાંતરમાં ગણધર પદવીને પ્રાપ્ત કરે છે. અને આહારક શ આત્માનું આહારક શરીરનું જે રૂપ હોય છે તેથી પણ અધિક ચઢિયાતું રૂપ ગણધરના શરીરનું હોય છે એમ શાસ્ત્રમાં વર્ણવાયું છે. (૧૧).
લબ્ધિ આદિ સદ્દગુણનું વર્ણન, ચોથી ઢાળે કહીશું; નેમિસુરિ પાપસાથે, ગૌતમ નામ જપીશું રે.
૧૨. ૩૯. ગણધરની લબ્ધિઓ આદિ વિશિષ્ટતાઓનું વર્ણન ચોથી ઢાળમાં કહેવાશે. નેમિસૂરિ | ગુરુના પવ (ચરણકમલ)ના પસાથે શ્રી ગૌતમનું નામ હવે જપીશું. (૧૨).