________________
૩૧૮ ]
[ મહામણિ ચિંતામણિ
તેનાં માતાપિતા (ાલ-મહાશાલનાં બેન-બનેવી) સાથે દીક્ષા આપી. આ પાંચેય આત્માઓ ત્યાર પછી પૃષ્ઠચંપાથી ચંપાનગરી તરફ જતાં રસ્તામાં જ કેવળજ્ઞાન પામ્યા. (૪).
પ્રભુ વચને ગૌતમ તે જાણી, કેવલ સંશય ધરતા;
દેવવચનથી અષ્ટાપદની, વાત સુણી મન હરખતા. ૪૬. આ બીનાથી અજાણ શ્રી ગૌતમને પ્રભુએ કહ્યું ત્યારે જ ખબર પડી. આવા નવદીક્ષિત આત્માઓને તુરત કેવળજ્ઞાન થતું જોઈને ગૌતમસ્વામીને સંશય થયો કે શું મને કેવળજ્ઞાન નહિ થાય ? તેઓ વ્યથિત થઈ રહ્યા. એક વાર ક્યાંકથી પાછા આવતા હતા ત્યાં દેવો દ્વારા સાંભળ્યું કે, “અષ્ટાપદની જાત્રા પોતાની લબ્ધિના બળે કરનારો જીવ તે જ ભવે મોક્ષ મેળવે છે.” એમ આજે પ્રભુએ ફરમાવ્યું હતું. આથી તે મનમાં ખૂબ હરખાયા. (૫).
ચારણ-લબ્ધિ બળે ત્યાં જાવે, પ્રભુ વંદી વિશ્રામંતા;
વજ જીવ તિર્યકર્જુભાદિક, પુંડરીક વાતે બોર્ધતા. ૪૭. શ્રી ગૌતમ ચારણલબ્ધિના બળે અષ્ટાપદે ગયા. ત્યાં જેનમૂર્તિઓને જુહારી વિસામો | લેવા બેઠા ત્યારે વંદનાર્થે આવેલા વજૂસ્વામી મહારાજના જીવ તિર્થંભક દેવને પુંડરીક અધ્યયન કહીને ધર્મબોધ કર્યો. (૬).
રાત રહી નીચે ઊતરતાં, પંદરસો તાપસ મલંતા;
પ્રતિબોધીને દીક્ષા દેતા, ક્ષીરના પારણે તૃપ્ત કરતા. ૪૮. ગિરિવર ઉપર રાત રહી, સવારે નીચે ઊતરતાં, માર્ગમાં પંદરસો તાપસો મળ્યા. તેમને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી અને ખીરનું પારણું કરાવી દ્રવ્યથી અને ભાવથી તૃપ્ત કર્યા. (૭).
અક્ષીણ મહાનસી લબ્ધિ પ્રભાવે, ક્ષીર પાત્રે અંગુષ્ઠ ધરતા;
થોડી ખીર સઘલાને પહોંચે, પણ ખૂટે પોતે જમતા. ૪૯. પોતાની અક્ષીણ મહાનસી લબ્ધિના પ્રભાવે શ્રી ગૌતમે ખીરના પાત્રમાં પોતાનો અંગૂઠો મૂક્યો અને તે તાપસોને પીરસવા માંડી, ત્યારે થોડી ખીર પણ અખૂટ બની અને બધાને પહોંચી ગઈ. છેવટે સ્વયં શ્રી ગૌતમે આહાર કર્યો ત્યારે પાત્ર ખાલી થયું. (૮).
પાંચસો જમતાં કેવલ પાયા, ત્રણ ગઢ જોઈ પંચ સયા;
પ્રભુદર્શન વાણી નિસુગંતા, કેવલ પાયા પંચ સયા. ૫૦. આ જોઈને, ખીરનો આહાર કરતાં કરતાં જ ૫00 તાપસોને કેવળજ્ઞાન થઈ ગયું. તે પછી તેમને લઈને ગૌતમ શ્રી વીર પ્રભુ પાસે પહોંચ્યા ત્યાં ૫૦૦ને સમવસરણમાં ત્રણ ગઢ જોતાં જ કેવળજ્ઞાન થયું, અને બાકીના ૫૦૦ને પ્રભુના દર્શન થતાં અને વચનો કાને પડતાં જ કેવળજ્ઞાન થયું. (૯).
પ્રભુ પાસે જઈ ગૌતમ બોલે, મુનિઓ! પ્રભુને વંદીએ;
કેવલી સર્વે ઈમ પ્રભુવચને જાણી ખમાવે સર્વને. ૫૧. શ્રી ગૌતમને તો આ વાતની ખબર નથી. તેઓ પ્રભુ પાસે પહોંચીને બોલ્યા :
- -
- -
-
-
-
-
તારક -
૧૦.