________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૦૫
જેવા તે આગળ વધ્યા તો સૌથી પહેલાં તેમણે એક યોજન ભૂમિમાં રચાયેલ સમવસરણ જોયું અને જોયું કે દશે દિશાએથી દેવો અને દેવાંગનાઓ પ્રવર્ધમાન ભાવોથી સમવસરણમાં આવી રહ્યાં છે. (૧૮).
ઇન્દ્રભૂતિ જુએ છે ઃ સમવસરણનું તોરદ્વાર મણિરત્નોથી બનેલું છે. ઈન્દ્રધજા ફરકી રહી છે. સમવસરણના કાંગરા રત્નજડિત છે, અને ચતુર શિલ્પીએ બનાવેલા છે. પશુ અને પંખીઓના સમૂહ પોતાના જાતિગત વેરને છોડીને સૌહાર્દ ભાવથી મળીને બેઠાં હતાં. આઠેય પ્રતિહાય/અતિશયાત્મક વસ્તુઓ (અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામરયુગલ, સિંહાસન, | ભામંડલ, દેવ-દુંદુભિ અને છત્ર)થી તે પ્રભુ સુશોભિત હતા. (૧૯).
દેવો, દાનવેન્દ્રો, મનુષ્યો, કિન્નરો, ઈન્દ્ર-ઇન્દ્રાણીઓ અને રાજા-મહારાજાઓ વીર પ્રભુનાં ચરણકમલની સેવાભક્તિ કરી રહ્યાં છે. આ દશ્ય જોઈને ઇન્દ્રભૂતિનું મન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું. (૨૦).
હજારો કિરણોવાળા સૂર્યની જેમ વીર પ્રભુનું દેદીપ્યમાન અને વ્યાપક રૂપ જોઈને, ઇન્દ્રભૂતિને જે અસંભવિત લાગતું હતું સંભવિત જણાતાં—નજરોનજર નિહાળતાં તેમને લાગ્યું કે ખરેખર આ તો ઈન્દ્રજાળ જ છે. (૨૧).
એટલામાં ત્રણે લોકના ગુરુ શ્રી વીર પ્રભુએ ઇન્દ્રભૂતિને તેમનાં નામ-ગોત્રથી બોલાવ્યા. (હે ઇન્દ્રભૂતિ ગૌતમ! આવો.) તદનંતર, પ્રભુએ પોતાની અમૃતમય વાણીથી ઇન્દ્રભૂતિની “જીવ છે કે નહિ?’ એ શંક/સંશયનું વેદની ઋચાઓ/પદો વડે નિરાકરણ કરી આપ્યું. (૨૨).
સંદેહ દૂર થતાં ઇન્દ્રભૂતિએ અહંકારનો પરિત્યાગ કરી, મદને તિલાંજલિ આપી, પ્રભુ વીરને શ્રદ્ધાભક્તિ પૂર્વક મસ્તક નમાવીને નમસ્કાર કર્યા અને પાંચસો શિષ્ય સહિત સંયમવ્રત સ્વીકારી, ગૌતમસ્વામી ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય (ગણધર) થયા. (૨૩).
પોતાના મોટાભાઈ ઇન્દ્રભૂતિના દીક્ષા લઈ સર્વજ્ઞના શિષ્ય બન્યાના સમાચાર જ્યારે અગ્નિભૂતિ મનીષીએ જાણ્યા ત્યારે અગ્નિભૂતિ પણ સર્વજ્ઞને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી પોતાના મોટાભાઈને તેની (ઇન્દ્રજાલિક) જાળથી મુક્ત કરવાના આશયથી ૫૦૦ છાત્રો સહિત સમવસરણની તરફ ચાલ્યા. સર્વજ્ઞ મહાવીરે ઇન્દ્રભૂતિની પ્રમાણે જઃ “અરે, અગ્નિભૂતિ ! આવો!” એમ સંબોધીને તેના હૃદયસ્થિત કર્મવિષયક શંકાનું સમાધાન કરી પ્રતિબોધિત કર્યા. પ્રતિબોધ પ્રાપ્ત કરી અગ્નિભૂતિએ પણ પોતાના ૫૦૦ છાત્રો સાથે સંયમ ગ્રહણ કરી પ્રભુનું શિષ્યત્વ અંગીકાર કરી લીધું. (૨૪).
પાવાપુરીની યજ્ઞશાળામાં દેશના વિખ્યાત યાજ્ઞિક વિદ્વાન સમ્મિલિત થયા હતા. તેઓ બધા યાજ્ઞિક ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિની જેમ સર્વજ્ઞને પરાજિત કરી, પોતાના શિષ્ય બનાવવાની ઇચ્છાથી, અનુક્રમે વાયુભૂતિ, આર્યવ્યક્ત, સુધમાં, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ-સમવસરણમાં ગયા અને પોતપોતાની શંકાઓનું મહાવીર પ્રભુના શ્રીમુખે, વેદની ઋચાઓના માધ્યમથી, સમાધાન થતાં પોતાના વિપુલ શિષ્ય-પરિવારોની સાથે તેઓએ સર્વજ્ઞનું શિષ્યત્વ અંગીકાર કરી લીધું. આમ, પ્રભુએ અનુક્રમથી ૧૧ યાજ્ઞિકોને સંયમવ્રત પ્રદાન કરી, પોતાના શિષ્ય બનાવી, સર્વને ગણધરપદ પર સ્થાપિત કર્યા અને પોતાના શાસન/સંઘની સ્થાપના કરી. (૨૫).
દીક્ષાનન્તર ઇન્દ્રભૂતિએ માવજીવન બે બે ઉપવાસના અંતમાં પાક કરવાની પ્રતિજ્ઞા
૩૯